wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


1 રાજઓ પ્રકરણ 6
  • 1 ઇસ્રાએલીઓ મિસરમાંથી 480 વર્ષ પછી બહાર આવ્યા પછી, રાજા સુલેમાંનના ઇસ્રાએલ પરના શાસનનું ચોથું વર્ષ હતું, બીજા મહિનામાં એટલે કે ઝીવ માંસમાં તેણે યહોવાના મંદિરનું બાંધકામ શરૂ કર્યું.
  • 2 રાજા સુલેમાંને જે મંદિર યહોવા માંટે બંધાવ્યું તે 60 હાથ લાંબુ, 20 હાથ પહોળું અને 30 હાથ ઊંચું હતું.
  • 3 મંદિરની સામેની પરસાળની પહોળાઈ 20 હાથ અને લંબાઇ 10 હાથ હતી.
  • 4 તેણે ચોકઠાં અને આડશવાળી બારીઓવાળું મંદિર બંધાવ્યું.
  • 5 તેણે બરોબર મંદિરની દીવાલોની ફરતે એક બાંધકામનું માંળખું બનાવ્યું જેની અંદર નાની ઓરડીઓ હતી.
  • 6 આ ઓરડીઓના ત્રણ માંળ હતા. ભોંયતળિયાની ઓરડીઓ5હાથ પહોળી, વચ્ચેના માંળની 6 હાથ પહોળી અને ઉપલા માંળની
  • 7 હાથ પહોળી હતી. તેણે દીવાલની બહારના ભાગમાં થાંભલા બનાવ્યા હતા જેથી કરીને ટેકાવાળાં ખંભા મંદિરના અંદરના ભાગની દીવાલમાં દેખાય નહિ. 7 મંદિર બાંધવામાં જે પથ્થરો વપરાતા હતા, તેને ખાણમાંજ કાપીને ચમકદાર બનાવાતાં હતા. તેથી મંદિર બંધાતુ હતુ ત્યારે હથોડા કુહાડી કે બીજા કોઈપણ લોખંડના ઓજારનો અવાજ સંભળાયો નહોતો.
  • 8 ભોંય તળિયાનું પ્રવેશદ્વાર મંદિરની દક્ષિણ બાજુએ આવેલું હતું, ત્યાં વચલા માંળે જવાનો એક વળાંક વાળો ગોળાકાર દાદરો હતો અને વચલા માંળેથી સૌથી ઉપલે માંળે જવાતું હતું.
  • 9 સુલેમાંને મંદિરનું બાંધકામ પૂરું કર્યુ અને છત દેવદારના પાટડા અને પાટિયાની બનાવી.
  • 10 મંદિરની દીવાલો બંધાઇ ગઇ હતી અને દીવાલોની દરેક બાજુએ દેવદારના પાટિયા હતાં. બધાં માંળ પાંચ હાથ ઊંચા હતાં.
  • 11 પછી સુલેમાંનને યહોવાના વચન સંભળાયાં;
  • 12 “તું માંરા માંટે આ મંદિર બાંધે છે, તો હવે જો તું માંરા ઉપદેશનો અમલ કરશે અને માંરા બધા કાનૂનો અને આજ્ઞાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરશે; તો મેં તારા પિતા દાઉદને તારે વિષે જે વચન આપ્યું હતું તે હું પાળીશ.
  • 13 વળી હું ઇસ્રાએલીઓ વચ્ચે વસવાટ કરીશ અને માંરા ઇસ્રાએલી લોકોને તજી દઈશ નહિ.”
  • 14 આમ, સુલેમાંને મંદિરનું બાંધકામ લાકડાથી પૂરું કર્યુ.
  • 15 તેણે મંદિરની અંદરની દીવાલોને ભોંયતળિયાથી છત સુધી દેવદારના પાટિયાથી જડી દીધી હતી અને તેણે ચીડના લાકડાંથી મંદિરના ભોંયતળિયાને જડી દીધો હતો.
  • 16 મંદિરની પાછળની બાજુ તેણે 20 હાથ લાંબો એક ઓરડો બાંધ્યો. તેણે તેની દીવાલો દેવદારથી જડી દીધી હતી અને તે તળિયેથી છેક છત સુધી પહોંચતી હતી, આ અંદરની જગ્યા હતી, પરમપવિત્ર સ્થળ હતું.
  • 17 પરમ પવિત્રસ્થળની સામેની બાકીની જગ્યા 40 હાથ લાંબી હતી.
  • 18 મંદિરની અંદરની બાજુના હિસ્સામાં દેવદારના લાકડા પર ફૂલો અને વેલાઓ કોતરેલાં હતાં. અંદરનો બધો જ ભાગ દેવદારના લાકડાથી મઢી લેવામાં આવ્યો હતો. જેથી મંદિરની અંદરના હિસ્સામાં કયાંય પથ્થર દેખાતો નહોતો.
  • 19 મંદિરના પાછલા ભાગમાં ‘પવિત્રકોશ’ રાખવાની પરમ પવિત્ર જગ્યા હતી, આ કોશમાં દેવનો ઇસ્રાએલ સાથેનો ખાસ કરાર હતો. 20 તે 20 હાથ લાંબું,
  • 20 હાથ પહોળું અને 0 હાથ ઊંચું હતું અને તેને શુદ્વ સોનાના પતરાથી મઢી લીધું હતું. અને વેદીને દેવદારના લાકડાંથી મઢી હતી.
  • 21 પછી સુલેમાંને મંદિરની અંદરની દીવાલો સોનાના આવરણથી મઢી લીધી, અને અંદરની ઓરડીઓને પણ શુદ્વ સોનાના પતરાથી મઢી લીધી. અને તે પવિત્રસ્થાનના પ્રવેશદ્વારના એક છેડેથી બીજા છેડા સુધી સોનાની સાંકળો લટકતી હતી.
  • 22 આમ, સુલેમાંને મંદિરની અંદરનો આખો ભાગ સોનાથી મઢી લીધો હતો. તેણે અંદરની પવિત્ર જગ્યામાંની વેદીને પણ સોનાથી મઢી હતી.
  • 23 સુલેમાંને પરમપવિત્રસ્થાનમાં જૈતૂનના લાકડામાંથી બનાવેલા બે કરૂબ દેવદૂતો મૂકયા. તે દરેક દસ હાથ ઉંચા હતા.
  • 24 દરેક કરૂબને બે પાંખ હતી અને તે દરેક પાંખ 5 હાથ લાંબી હતી; આથી દરેકની એક પાંખથી બીજી પાંખના છેડાઓ વચ્ચેનું અંતર 10 હાથ હતું.
  • 25 બીજા કરૂબની બે પાંખો વચ્ચેનું અંતર પણ 10 હાથ હતું, બંને કરૂબો કદ અને આકારમાં સરખા જ હતા.
  • 26 દરેક દેવદૂતની ઊંચાઈ 10 હાથ હતી.
  • 27 તેઓએ એ બંન્ને કરૂબોને મંદિરના પરમ પવિત્ર સ્થાનમાં ગોઠવ્યા હતાં. કરૂબની પાંખો ફેલાયેલી હતી, તેથી એક દેવદૂતની પાંખ એક ભીંતને અને બીજા દેવદૂતની પાંખ બીજી ભીંતને અડતી હતી, અને તેમની બીજી પાંખો ખંડની વચ્ચોવચ્ચ એકબીજાને મળતી હતી.
  • 28 એ કરૂબ સોનાથી મઢેલા હતાં.
  • 29 મંદિરની બંને ઓરડીઓની બધી જ દીવાલો પર કરૂબ દેવદૂતો ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરેલું હતું.
  • 30 મંદિરના બધાજ ભાગના તળિયાં સોનાથી મઢેલાં હતાં.
  • 31 પરમપવિત્ર સ્થળના પ્રવેશ માંટે સુલેમાંને જૈતૂનના લાકડાના દરવાજા બનાવ્યા હતા. થાંભલા અને દરવાજાના ચોકઠાને પાંચ બાજુ હતી.
  • 32 બંને દરવાજા પર કરૂબો, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલા ફૂલોનું કોતરકામ કરેલું હતું અને તેને સોનેથી મઢી દીધું હતું .
  • 33 એ જ રીતે મંદિરના બારણા માંટે પણ જૈતૂનના લાકડાની બારસાખ કરાવી હતી અને ઉંબર ચારખૂણિયો હતો.
  • 34 અને દરવાજાના બેબારણાં સાયપ્રસના લાકડાંનાં પાટિયાંમાંથી બનાવ્યાં હતાં. દરવાજાના દરેક બારણાના બે ભાગ હતા અને એક પર એક વાળી શકાતા હતા.
  • 35 એ બારણાંઓ પર કરૂબ દેવદૂતો, ખજૂરીનાં વૃક્ષો, અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરેલું હતું અને બારણાં સોનાના પતરાંથી મઢેલાં હતાં.
  • 36 તેણે કાપીને ઘસીને ચકચકિત કરેલાં પથ્થરોની ત્રણ હાર અને દેવદારના ખંભાની એક હાર વડે અંદરનું પ્રાંગણ બનાવ્યું.
  • 37 સુલેમાંનના રાજયશાસન દરમ્યાન ચોથા વર્ષના ઝીવ માંસમાં મંદિરના બાંધકામનો પાયો નાખવામાં આવ્યો હતો.
  • 38 અને અગિયારમાં વર્ષનો આઠમો મહિનો, એટલે કે બુલનાં મહિનામાં મંદિરનું સર્વ બાંધકામ પૂરું થયું. આમ મંદિરનું બાંધકામ પૂરુું થવામાં સાત વર્ષ લાગ્યાં હતાં.