wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


1 રાજઓ પ્રકરણ 15
  • 1 ઇસ્રાએલના રાજા યરોબઆમના અઢારમાં વર્ષમાં અબીયામ યહૂદાનો રાજા બન્યો.
  • 2 તેણે ત્રણ વર્ષ યરૂશાલેમમાં રાજ્ય કર્યુ. અબીશાલોમની પુત્રી માંઅખાહ તેની માંતા હતી.
  • 3 તેના પિતાએ તેની પહેલાં જે પાપો કર્યા હતાં, તેણે તેજ બધાં કર્યા. તેના પિતા દાઉદ પોતાના દેવ યહોવાને સંપૂર્ણ વફાદાર રહ્યો હતો તેવો તે ન રહ્યો;
  • 4 તેમ છતાં દાઉદ પ્રત્યેના પ્રેમને માંટે તેના દેવ યહોવાએ યરૂશાલેમમાં તેના કુટુંબનો દીવો બળતો રાખ્યો. તેણે તેને પુત્ર આપ્યો અને યરૂશાલેમને સુરક્ષિત રાખ્યું.
  • 5 ફકત ઊરિયા હિત્તીની બાબત સિવાય દાઉદે હંમેશા યહોવાને જે ન્યાયી લાગ્યું તે પ્રમાંણે જ કર્યું અને જીવનપર્યત સંપૂર્ણ પણે દેવને આજ્ઞાંકિત રહ્યો હતો.
  • 6 રહાબઆમનો પુત્ર અને યરોબઆમનો પુત્ર એકબીજા સાથે સતત લડતા રહ્યાં.
  • 7 અબીયામનાઁ શાસન વિષે અને શાસન દરમ્યાન બનેલા બીજાં બનાવો વિષે યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક ગ્રંથમાં લખાયેલા છે.અબીયામ અને યરોબઆમના પુત્રો એકબીજા સાથે યુદ્ધો લડ્યાં.
  • 8 પછી અબીયામ મૃત્યુ પામ્યો અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આસા રાજા બન્યો.
  • 9 ઇસ્રાએલના રાજા યરોબઆમના રાજયકાળનાં વીસમાં વષેર્ આસા યહૂદાનો રાજા બન્યો.
  • 10 તેણે યરૂશાલેમમાં એકતાળીસ વર્ષ રાજ કર્યું, તેની માંતાનું નામ માંઅખાહ હતંું, તે અબીશાલોમની પુત્રી હતી.
  • 11 તેના પિતૃ દાઉદની જેમ યહોવાને જે ન્યાયી લાગ્યું તેમ કર્યું.
  • 12 તેણે દેવદાસીઓ જે પ્રદેશનાં બીજા દેવોની સેવા કરતી હતી, તેને હાંકી કાઢી અને તેના પિતૃઓએ બનાવેલી મૂર્તિઓને દૂર કરી.
  • 13 તેણે તેની માંતા માંઅખાહને સુદ્ધા રાજમાંતાના પદેથી દૂર કરી, કારણ તેણે અશેરાહ દેવીની પૂજા માંટે એક ધિક્કારપાત્ર મૂર્તિ કરાવી હતી. આસાએ એ મૂર્તિને તોડી નાખી અને કિદૃોન નદીના તટ પરની ખીણમાં બાળી મૂકી,
  • 14 જો કે ઉચ્ચ સ્થાનોની સમાંધિઓનેે દૂર કરવામાં આવી નહોતી, તેમ છતાં આસા જીવનભર યહોવાને પૂરેપૂરો વફાદાર રહ્યો.
  • 15 તેના પિતાએ તેમજ તેણે પોતે યહોવાને સોનું, ચાંદી અને ચાંદીના વાસણો વગેરે યહોવાને અર્પણ કર્યુ.
  • 16 ઇસ્રાએલના રાજા બાઅશા અને આસા વચ્ચે તેમના સમગ્ર શાસન દરમ્યાન એકબીજા સામે લડાઇ લડ્યા કરી.
  • 17 ઇસ્રાએલના રાજા બાઅશાએ યહૂદાને ઘેરી લીધું, અને રામાં નગરને કિલ્લેબંધી કરી, જેથી કોઇ પણ યહૂદાના રાજા આસાને મદદ કરી ન શકે.
  • 18 ત્યારબાદ આસાએ મંદિરના તથા રાજમહેલના ખજાનામાં બાકી રહેલું સોનું અને ચાંદી એકઠાં કરીને દમસ્કમાં રહેતા અરામના રાજા બેનહદાદને આપવા પોતાના અધિકારીઓને મોકલ્યા. બેનહદાદ ટાબ્રિમ્મોનનો પુત્ર અને હેઝયોનનો પૌત્ર હતો. અધિકારીઓ સાથે રાજાએ આ સંદેશો મોકલ્યો કે,
  • 19 “તમાંરા પિતા અને માંરા પિતા વચ્ચે શાંતિકરાર હતો, તેવો આપણી વચ્ચે પણ છે. આ સાથે હું તમને સોનાચાંદીની ભેટ મોકલું છું. તમે ઇસ્રાએલના રાજા બાઅશા સાથેનો શાંતિકરાર તોડી નાખો એટલે તેણે માંરા પ્રદેશમાંથી હઠી જવું પડશે.”
  • 20 બેનહદાદે આ કરાર માંન્ય રાખ્યો અને તેણે પોતાના સૈન્યને ઇસ્રાએલનાં કેટલાંક નગરો સામે લડવા મોકલ્યું. તેઓએ ઇયોન, દાન, આબેલ-બેથ-માંઅખાહ,સમગ્ર કિન્નેરોથ અને નફતાલી પ્રદેશનાં તમાંમ નગરોનો નાશ કર્યો.
  • 21 બાઅશાએ આ આક્રમણના સમાંચાર સાંભળ્યા, ત્યારે તેણે રામાં નગરનું બાંધકામ પડતું મૂકયું. અને પાછો તિર્સાહ ચાલ્યો ગયો.
  • 22 પછી આસા રાજાએ સમગ્ર યહૂદામાં જાહેરાત કરી કે, દરેક સશકત પુરુષે ‘રામાં’નો નાશ કરવામાં મદદ કરવી અન તેનાં લાકડાં તથા પથ્થરો ઉઠાવી લાવવાં. રાજા આસાએ તે સાધનસામગ્રીનો ઉપયોગ બિન્યામીનનું નગર ગેબા અને મિસ્પાહ બાંધવા માંટે કર્યોં.
  • 23 આસાના રાજયના બીજા બધા પ્રસંગો, તેનાં વિજયો અને તેનાં બધાં કાર્યો, તેમજ તેણે બંધાવેલા નગરો તે બધું યહૂદાના રાજાઓના ઇતિહાસનાં ગ્રંથમાં લખેલું છે. વૃદ્ધાવસ્થામાં તેને પગનો રોગ લાગુ પડયો.
  • 24 પછી તે મૃત્યુ પામ્યો, અને તેને તેના પિતૃઓ સાથે દાઉદ નગરમાં દફનાવવામાં આવ્યો. તેનો પુત્ર યહોશાફાટ તેના પછી રાજગાદીએ આવ્યો.
  • 25 એ સમય દરમ્યાન ઇસ્રાએલમાં યરોબઆમનો પુત્ર નાદાબ રાજા બન્યો. તે આસાના રાજયકાળના બીજા વષેર્ ગાદીએ આવ્યો હતો. તેણે બે વર્ષ રાજ કર્યુ.
  • 26 તેણે યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યુ; તે પોતાના પિતાને પગલે ચાલ્યો; પિતાની જેમ પોતે પાપ કર્યુ, ને ઇસ્રાએલ પાસે પણ પાપ કરાવ્યું.
  • 27 અહિયાનો પુત્ર બાઅશા જે ઇસ્સાખાર કુળનો હતો. તેણે નાદાબની સામે બળવો કર્યો. નાદાબે ઇસ્રાએલી સૈન્યની સાથે પલિસ્તીઓના નગર ગિબ્બથોનને ઘેરી લીધું હતું. ત્યારે બાઅશાએ કાવત્રુ કરીને તેનું ખૂન કર્યું.
  • 28 રાજા આસાના યહૂદામાં શાસનના ત્રીજા વર્ષ દરમ્યાન બાઅશાએ નાદાબને માંરી નાખ્યો અને પોતે રાજા બન્યો.
  • 29 જેવો એ રાજા બન્યો કે તરત તેણે યરોબઆમના કુટુંબનોે નાશ કર્યો. તેણે કોઈનેય જીવતા છોડયા નહિ. આ રીતે યહોવાએ જે વાત તેના સેવક શીલોના અહિયાને કહી હતી તે સાચી પડી.
  • 30 આ બધું બન્યું કારણકે યરોબઆમે પાપ કર્યું, અને ઇસ્રાએલીઓને પણ પાપ કરવા પ્રેર્યા અને આમ તેણે ઇસ્રાએલના દેવ યહોવાને ખુબ ગુસ્સે કર્યા.
  • 31 નાદાબના શાસન વખતના બીજા બનાવો અને બીજુ જે કાઇ તેણે કર્યુ હતંુ તે ઇસ્રાએલના રાજાના ઇતિહાસ નામક ગ્રંથમાં લખેલું છે.
  • 32 યહૂદાના રાજા આસા અને ઇસ્રાએલના રાજા બાઅશા વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કર્યો.
  • 33 યહૂદાના રાજા આસાના શાસનના ત્રીજા વર્ષ દરમ્યાન અહિયાનો પુત્ર બાઅશા ઇસ્રાએલનો રાજા બન્યો. બાઅશાએ તિર્સાહમાં ચોવીસ વર્ષ રાજ કર્યું,
  • 34 યહોવાએ જેને અનિષ્ટ કહ્યું હતું તે જ તેણે કર્યું, અને તે યરોબઆમના ઉદાહરણને અનુસર્યો. તેના જેવા જ પાપ કર્યાં અને ઇસ્રાએલીઓને પાપના માંગેર્ દોર્યા.