wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


1 રાજઓ પ્રકરણ 18
  • 1 ઘણા દિવસો પછી, દુકાળના ત્રીજે વષેર્ એલિયાને યહોવાની વાણી સંભળાઈ, “જા, આહાબ સમક્ષ હાજર થા, હવે હું આ ધરતી પર વરસાદ વરસાવવાનો છું.”
  • 2 આથી એલિયા આહાબને મળવા નીકળી પડયો, તે સમયે સમરૂનમાં દુકાળ ઘણો વિષમ હતો.
  • 3 આ સમયે ઓબાદ્યા નામનો એક માંણસ જે યહોવાનો ખૂબ વફાદાર હતો અને મહેલનો વ્યવસ્થાપક પણ હતો તેને આહાબે બોલાવડાવ્યો.
  • 4 જયારે રાણી ઇઝેબેલ યહોવાના પ્રબોધકોને માંરી નાખતી હતી, ત્યારે તેણે એકસો પ્રબોધકોને આશ્રય આપ્યો, અને દરેક ગુફામાં 50 પ્રબો 50 ધકો એમ બે ગુફામાં તેઓને સંતાડ્યાં, અને તેમને અનાજપાણી પૂરાં પાડયાં હતાં.
  • 5 આહાબે ઓબાદ્યાને જણાવ્યું, “ચાલ, આપણે બંને આખા દેશમાં ફરીને એકેએક ઝરણું અને એકેએક નદી જોઈ વળીએ. જો આપણને પૂરતું ઘાસ મળી જાય તો આપણા ઘોડાઓ અને ખચ્ચરોને થોડાં સમય માંટે જીવતાં રાખી શકીએ, નહિ તો આપણે તેમની હત્યા કરવી પડશે.”
  • 6 તેમણે દેશ વહેંચી લીધો, આહાબ એકલો એક બાજુ ગયો અને ઓબાદ્યા એકલો બીજી બાજુ ગયો.
  • 7 ઓબાદ્યા પોતાને માંગેર્ જતો હતો ત્યારે, ત્યાં એને એલિયા મળ્યો, ઓબાદ્યાએ તેને ઓળખ્યો એટલે તેને સાષ્ટાંગ પ્રણામ કરી કહ્યું, “આપ જ માંરા માંલિક એલિયા ને?”
  • 8 એલિયાએ કહ્યું, “હા, જા અને તારા ધણીને (આહાબ) કહે કે એલિયા અહીં છે.”
  • 9 ઓબાદ્યાએ કહ્યું, “મેં તમાંરા સેવકે, એવું શું અનિષ્ટ કર્યું છે કે જે તમાંરે મને આહાબ પાસે મોકલવો જોઇએ. તે મને માંરી નાખશે.
  • 10 જેટલી ખાત્રી યહોવા તમાંરા દેવની હાજરીની છે તેટલી જ ખાત્રીથી હું કહું છું કે, આ પૃથ્વી પર એક છેડાથી બીજા છેડા સુધી એવા કોઈ રાજય કે પ્રજા બાકી નથી, જયાં રાજાએ તમાંરી શોધ કરી ના હોય, અને દેશના રાજાએ જયારે બધાંને પૂછયું અને તેઓ બધાં કહેતા કે ‘એલિયા’ અહીં નથી ત્યારે એ કથન સાચું છે એવું પૂરવાર કરવા રાજા તેની પાસે વચન લેવડાવતો હતો.
  • 11 અને હવે તમે કહો છો જા તારા ધણી (આહાબ) ને જઇને કહે કે એલિયા અહીંયા છે.
  • 12 એટલે એવું થશે કે હું આપની પાસેથી જઈને આહાબને કહીશ, અને યહોવાનો આત્માં તમને દૂર લઇ જશે અને મને ખબર પણ નહિ પડે તમે ક્યાં છો અને જ્યારે રાજા તમને જોવા નહિ પામે, તો તે મને માંરી નાખશે. હું તમાંરો સેવક નાનપણથી યહોવાને અનુસરૂં છું તેમ છતાં પણ તમે જાણતા નથી કે,
  • 13 જયારે ઈઝેબેલ યહોવાના પ્રબોધકોને માંરી નાખતી હતી ત્યારે મેં યહોવાના પ્રબોધકોને બે ગુફામાં છૂપાવ્યાં હતાં. દરેક ગુફામાં 50 માંણસો, અને તેમને અનાજ-પાણી પણ પૂરાં પાડયાં હતાં.
  • 14 અને અત્યારે આપ મને કહો છો કે, જા, તારા ધણી (આહાબ) ને કહે કે એલિયા અહીં છે! તે જરૂર મને માંરી નાખશે.”
  • 15 એલિયાએ કહ્યું, “જેટલી ખાત્રી મને સૈન્યોના દેવ યહોવા જેની હું સેવા કરું છું તેમાં છે તેટલી જ ખાત્રીથી હું તમને વચન આપું છું કે, આજે આહાબ સમક્ષ માંરી જાતને છતી કરી દઇશ.”
  • 16 તેથી ઓબાદ્યા આહાબને શોધવા ગયો અને તેણે તેને સમાંચાર આપ્યા; એટલે આહાબ એલિયાને મળવા ગયો.
  • 17 જ્યારે આહાબે એલિયાને જોયો ત્યારે તેણે કહ્યું, “તું એ જ વ્યકિત છે જે ઇસ્રાએલ માંટે સમસ્યા ઊભી કરી રહ્યો છે.”
  • 18 એલિયાએ જવાબ આપ્યો, “મેં નહિ, પણ તેં જ આ વિપત્તિ તારી ભૂમિ પર નોતરી છે, કારણ કે તેં અને તારા પરિવારના સભ્યોએ યહોવાની આજ્ઞાનો અનાદર કરીને બઆલની પૂજા કરી છે.
  • 19 પરંતુ બઆલના 450 પ્રબોધકો અને અશેરાહના 400 પ્રબોધકો છે જેઓને ઇઝેબેલનો ટેકો છે. તેઓને કામેર્લ પર્વત પર ભેગા કરો.”
  • 20 તેથી આહાબે કામેર્લ પર્વત પર બધા ઇસ્રાએલીઓને ભેગા કર્યા, અને પ્રબોધકોને પણ ભેગા કર્યા.
  • 21 એલિયાએ આગળ આવીને લોકોને કહ્યું, “તમે કેટલો વખત અને ક્યાં સુધી તમે બે અભિપ્રાયની વચ્ચે ફર્યા કરશો? જો યહોવા દેવ હોય, તો તેની પૂજા કરો, જો બઆલ દેવ હોય તો તેની પૂજા કરો.”પણ કોઈ એક અક્ષરે બોલ્યું નહિ.
  • 22 પછી એલિયાએ લોકોને કહ્યું, “યહોવાના બધાં પ્રબોધકોમાંથી એક હું જ એકલો બાકી રહ્યો છું, જયારે બઆલના તો 450 પ્રબોધકો છે.
  • 23 બે બળદો લઈ આવો, તેઓને એક બળદ પસંદ કરવા દો અને તેને વધેરીને બલિદાનના લાકડા પર મૂકો, પણ અગ્નિ ન પેટાવો, બીજા બળદને હું બલિદાન માંટે તૈયાર કરીને લાકડા પર મૂકું, પણ અગ્નિ નહિ પેટાવું.
  • 24 તમાંરે તમાંરા દેવનું આહવાહન કરવું અને હું યહોવાને આહવાહન કરું. જે કોઇ દેવ અગ્નિને પેટાવી શકશે તે સાચા દેવ હશે.”બધા લોકો સંમત થયા.
  • 25 પછી એલિયાએ બઆલના પ્રબોધકોને કહ્યું, “એક બળદ પસંદ કરો અને પહેલાં તમે ધરાવો, કારણ તમે સંખ્યામાં ઘણા છો, તમાંરા દેવને પ્રાર્થના કરો, પણ લાકડામાં આગ ન મૂકશો.”
  • 26 તેથી તેઓએ તેના કહ્યા મુજબ કર્યું અને એક બળદ તૈયાર કર્યો, અને સવારથી તે બપોર સુધી બઆલનું નામ જપ્યા કર્યું, “તેઓ ઓ બઆલ, અમને જવાબ આપ.” એવા પોકારો કરતાં રહ્યાં, પણ ત્યાં કોઇ અવાજ ન હતો અને જવાબ ન હતો. તેઓએ વેદીની ગોળ ફરતે નૃત્ય પણ કર્યુ.
  • 27 આમને આમ બપોર થઈ ગઇ એટલે એલિયાએ તેમની મશ્કરી કરવા માંડી, તે બોલ્યો, “હજી મોટા સાદે બૂમો પાડો, તેઓ દેવ છે; એ વિચારમાં ઊંડા ડૂબી ગયા હશે, અથવા કંઈ કામમાં ગૂંથાયા હશે કે, પ્રવાસે ગયા હશે, કદાચ ઊંઘી પણ ગયા હોય તો જગાડવા પડે ને?”
  • 28 આથી તેઓ વધારે મોટે સાદે બૂમો પાડવા લાગ્યા અને તેમના રિવાજ મુજબ તરવાર અને ભાલા વડે પોતાના શરીર પર એવા ઘા કરવા લાગ્યા કે, લોહીના રેલા વહેવા લાગ્યા.
  • 29 બપોર વીતી ગઇ અને છેક સંધ્યાબલિનો સમય થયો ત્યાં સુધી તેઓ ધૂણતા રહ્યાં, અને તેઓના દેવને બોલાવતા રહ્યાં; પણ ત્યાં કંઈ અવાજ કે જવાબ ન મળ્યો, કારણકે કોઇ સાંભળતું નહોતું.
  • 30 પછી એલિયાએ બધાં લોકોને કહ્યું, “અહીં આવો.” લોકો આવ્યા; અને તેની ગોળ ફરતા ભેગા થયા. યહોવાની વેદી જે તોડી નાખવામાં આવી હતી, તેને તેમણે સમી કરી.
  • 31 યાકૂબ કે જેનું નામ યહોવાએ ઇસ્રાએલ રાખ્યું હતું, તેના પુત્રોનાં કુળસમૂહોની સંખ્યા અનુસાર તેણે બાર પથ્થર લીધા.
  • 32 તે પથ્થરો વડે એલિયાએ એક વેદી બનાવી અને તેને યહોવાને અર્પણ કરી. તેણે તેે વેદીની ફરતે બે માંપ બી સમાંય તેવડી ખાઈ ખોદી.
  • 33 ત્યારબાદ તેણે લાકડા પણ ગોઠવ્યાં. બળદના ટૂકડા કર્યા અને તેને લાકડાં પર ગોઠવ્યો.
  • 34 પછી તેણે કહ્યું, “ચાર ઘડા ભરીને પાણી લાવીને અર્પણ રેડો અને લાકડાં પર છાંટો.” લોકોએ એ પ્રમાંણે કર્યું. તે બોલ્યો, “ફરી પાણી રેડો.” લોકોએ ફરી વાર પાણી રેડયું, તેણે કહ્યું, “ત્રીજી વાર પાણી રેડો.” અને લોકોએ ત્રીજીવાર પાણી રેડયું.
  • 35 આથી પાણી વેદીની ચારે બાજુએ ફેલાઇ ગયું. અને પેલી ખાઈ સુદ્ધાં પાણીથી બધી બાજુ ભરાઈ ગઈ.
  • 36 સાંજે જ્યારે બલિનો સમય થયો તે સમયે પ્રબોધક એલિયા આગળ આવીને બોલ્યો, “ઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના યહોવા દેવ, આજે આ લોકોને ખબર પડવા દો કે, ઇસ્રાએલમાં તમે સાચા દેવ છો, અને હું તમાંરો સેવક છું, અને આ બધું હું તમાંરા હુકમથી કરું છે.
  • 37 મને જવાબ આપો, ઓ યહોવા મને જવાબ આપો. જેથી આ લોકોને ખાતરી થાય કે, તમે જ યહોવા દેવ છો, અને તમે જ તેમનાં હૃદય પાછાં પોતાના તરફ વાળી લીધાં છે.”
  • 38 એટલામાં એકાએક આકાશમાંથી યહોવાનો અગ્નિ યજ્ઞમાં પડ્યો અને, દહનાર્પણ. લાકડાં, પથ્થર અને રેતીને બાળી નાખ્યા અને તેણે ખાડાના પાણી પણ સૂકવી નાખ્યાં!
  • 39 લોકોએ આ જોયું ત્યારે તેઓ ભૂમિ પર પ્રણામ કરવા નમ્યાં, અને પોકાર કર્યો, “યહોવા એ જ દેવ છે! યહોવા એ જ દેવ છે!”
  • 40 એલિયાએ કહ્યું, “બઆલના પ્રબોધકોને પકડી લો, જોજો, એક પણ છટકી ન જાય.” લોકોએ તેમને પકડી લીધા અને એલિયા તેમને કીશોન નદીને કાંઠે લઇ ગયા અને તેઓ સર્વને ત્યાં માંરી નાખ્યાં.
  • 41 એલિયાએ આહાબને કહ્યું, “હવે પાછો જા, અન્નજળ લે, કારણ, મને મૂશળધાર વરસાદનો અવાજ સંભળાય છે.”
  • 42 આહાબે જઈને અન્નજળ લીધાં અને એલિયા, કામેર્લ પર્વતની ટોચે સુધી ગયો, ત્યાં તે જમીન પર પડ્યો અને ઘૂંટણ વચ્ચે પોતાનું માંથું ઘાલી દીધું.
  • 43 તેણે પોતાના નોકરને કહ્યું, “ઉપર જઈને દરિયા તરફ નજર કર.”તેણે ઉપર જઈને નજર કરી, તે બોલ્યો, “ત્યાં કાંઈ નથી.” એલિયાએ તેને સાત વાર પાછો મોકલ્યો, અને તે સાત વાર પાછો ગયો.
  • 44 સાતમી વખતે તે બોલ્યો, “માંણસના હાથના માંપનું નાનું વાદળું દરિયામાંથી પર ચઢે છે.”ત્યારે એલિયાએ કહ્યું, “હવે જઈને આહાબને કહે, રથ જોડીને ચાલ્યો જા, નહિ તો વરસાદ તેને રોકી રાખશે.”
  • 45 દરમ્યાન આકાશ વાદળથી કાળું થઈ ગયું, પવન જોરથી ફૂંકાવા લાગ્યો અને ધોધમાંર વરસાદ વરસ્યો. આહાબ રથમાં બેસી ગયો અને યિઝએલ જવા માંટે નીકળી પડ્યો.
  • 46 એલિયામાં યહોવાની શકિતનો સંચાર થયો અને તે ઝભ્ભો ઊંચો ખોસીને આહાબના રથની આગળ આગળ ઠેઠ તે યિઝએલ પહોંચ્યો ત્યાં સુધી દોડતો ગયો.