wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


1 રાજઓ પ્રકરણ 20
  • 1 અરામના રાજા બેન-હદાદે પોતાનું બધું લશ્કર ભેગું કર્યું અને બત્રીસ રાજાઓને તથા ઘણા ઘોડાઓ અને ઘોડાના રથોને પોતાની સાથે લીધાં. તેણે સમરૂનને ઘેરી લઈ તેના પર હુમલો કર્યો.
  • 2 તેણે ઇસ્રાએલના રાજા આહાબને જે નગરમાં હતો તેને સંદેશવાહક મોકલ્યો,
  • 3 “સંદેશો આ પ્રમાંણે હતો બેન-હદાદ કહે છે, ‘તારાં સોના ચાંદી માંરાં છે, તારી સ્રીઓ માંરી છે, તારા સંતાનો માંરાં છે, અને દરેક સારી વસ્તુ જે તારી પાસે છે તે માંરી છે!”
  • 4 ઇસ્રાએલના રાજાએ જવાબ આપ્યો, “જેવી આપની આજ્ઞા, માંરા ધણી, હું અને માંરી પાસે જે બધું છે તે સર્વસ્વ આપના જ છે.”
  • 5 સંદેશવાહકો પાછા આવ્યા અને કહ્યું “બેન-હદાદ કહે છે કે, ‘તમાંરું સોનું, ચાંદી, સ્રીઓ, અને સંતાનો મને આપી દો.
  • 6 હવે આવતી કાલે આ વખતે હું માંરા અમલદારોને તારા ઘર અને તારા અમલદારોના ઘરોને તપાસવા મોકલીશ અને તેઓ તેમને જે કાંઈ ગમશે તે બધું તેઓ ઝૂંટવી લેશે.”‘
  • 7 ઇસ્રાએલના રાજાએ દેશના બધા વડીલોને તથા પ્રદેશના અગ્રણીઓને તેડાવી મંગાવ્યા અને કહ્યું, “જોયું ને! આ માંણસ મને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે! એણે માંરી પાસે માંરી સ્રીઓ, બાળકો, સોનું અને ચાંદી માંગ્યાં અને મેં ના નહોતી પાડી.”
  • 8 બધા જ વડીલો-અગ્રણીઓ અને લોકો-સેનાએ સલાહ આપી, “તારે તેના કહેવા પર ધ્યાન આપવું નહિ અને તેની માંગણી પૂરી કરવી નહિ.”
  • 9 તેથી આહાબે બેન-હદાદના સંદેશવાહકોને જણાવ્યું, “માંરા ધણી માંરા રાજાને કહેજો કે, પહેલી વારની માંગણી પ્રમાંણેનું હું બધું જ આપીશ. પણ હું તમાંરી બીજી માંગણી સાથે સહમત થતો નથી” પછી સંદેશવાહકો બેન-હદાદ પાસે પાછા ગયા.
  • 10 ત્યાર બાદ બેન-હદાદે તેને એવો સંદેશો મોકલ્યો કે, “સમરૂનનો હું એવો સંપૂર્ણપણે નાશ કરીશ કે માંરા સેનાના દરેક માંણસ માંટે ભેગી કરવા એક મુઠ્ઠી ધૂળ પણ નહિ મળે. જો હું આમ નહિ કરું તો, કદાચ મને દેવતાઓ ખૂબ નુકસાન પહોચાડે.”
  • 11 પણ ઇસ્રાએલના રાજાએ જવાબ મોકલ્યો કે, “યુદ્ધ પૂરુ થયા પહેલા તેના પરિણામની બડાશ કરો નહિ.”
  • 12 જયારે બેન-હદાદને આ સંદેશો મળ્યો ત્યારે તે બીજા રાજાઓ સાથે સુકોથમાં દ્રાક્ષારસ પીતો હતો, તેણે પોતાના માંણસોને કહ્યું, “જાવ અને શહેર પર હુમલો કરો.” અને તેમણે તે પ્રમાંણે કર્યું.
  • 13 એટલામાં પ્રબોધકોમાંનો એક ઇસ્રાએલના રાજા આહાબની પાસે આવ્યો અને બોલ્યો, “આ યહોવાની વાણી છે; ‘તેં આ મોટી સેના જોઈ? આજે હું તમને તેઓ પર જીત અપાવીશ, અંતમાં તને ખબર પડશે કે, હું યહોવા છું.”
  • 14 આહાબે પૂછયું, “કોની માંરફતે?”પ્રબોધકે કહ્યું, “આ યહોવાનાં વચન છે: ‘જેઓ પ્રાંતના આગેવાનોની સેવા કરે છે તે યુવાનો માંરફતે.”‘ આહાબે પૂછયું, “યુદ્ધ કોણ શરૂ કરશે?” પ્રબોધકે કહ્યું, “તું”
  • 15 પછી આહાબે યુવાનો કે જે પ્રાંતના આગેવાનોની સેવા કરતા હતા તેમને ભેગા કર્યા, તેઓ 232 જણા હતા, પછી આહાબે આખી ઇસ્રાએલી સેનાને હાજર થવા કહ્યું, બધાં મળીને ત્યાં 7,000 સૈનિકો હતાં.
  • 16 તેઓએ ખરે બપોરે કૂચ કરી ત્યારે બેન-હદાદ તેના તંબૂમાં તેના 32 રાજાઓ સાથે જેઓએ તેની સાથે જોડાણ કર્યુ હતું તેમની સાથે દ્રાક્ષારસ પીવામાં ચકચૂર હતો.
  • 17 યુવાનો જેમણે ઇસ્રાએલના પ્રાંતના આગેવાનોની સેવા કરી હતી તેઓ રસ્તાની આગળ હતા. બેન-હદાદને ખબર આપવામાં આવી કે, “કેટલાક માંણસો સમરૂનમાંથી: આવ્યા છે.”
  • 18 તેણે કહ્યું “તેઓ શરણે થવા આવ્યા હોય કે લડવા આવ્યા હોય, તેઓને જીવતા પકડી લો.”
  • 19 પરંતુ યુવાનો જે ઇસ્રાએલના પ્રાંતના આગેવાનોની સેવા કરતા હતા, તેઓ નગરમાંથી પાછા ફરી ગયાં હતાં. અને સેના તેની પાછળ હતી.
  • 20 પ્રત્યેકે પોતાના સામાંવાળાને માંરી નાખ્યો. અરામીઓ ભાગવા લાગ્યા અને ઇસ્રાએલીઓએ તેમનો પીછો પકડયો. અરામનો રાજા બેન-હદાદ કેટલાક ઘોડેસ્વારો સાથે ઘોડા પર છટકી ગયો.
  • 21 પછી ઇસ્રાએલીઓના રાજાએ બહાર આવીને ઘોડાઓ અને રથો કબજે કર્યા, અને અરામીઓને સખત હાર આપી.
  • 22 પછી પ્રબોધકે ઇસ્રાએલના રાજા પાસે જઈને કંહ્યું, “તું તારું બળ વધારજે, અને સાવધ રહેજે, અને જે કંઈ કરે તે વિચારીને કરજે, કારણ, આવતે વરસે વસંતના સમયે અરામનો રાજા તારા પર હુમલો કરશે.”
  • 23 તેના પરાજય પછી બેન-હદાદના લશ્કરના વડાઓએ તેને કહ્યું, “ઇસ્રાએલના દેવ તો પર્વતોના દેવ છે, તેથી તેઓ જીતી ગયા છે. સપાટ મેદાનોમાં યુદ્ધ થાય તો પછી આપણે જીતી શકીએ.
  • 24 તે સમયે તમાંરે આટલું કરવું જોઈએ, આ બધા રાજાઓને તેના હોદૃાઓ પરથી હટાવી દો અને તેના બદલે પ્રશાસકની નિંમણૂંક કરો.
  • 25 “તમે જે લશ્કર ગુમાંવ્યું છે તેવું બીજું ઊભું કરો, પહેલાના જેટલાં ઘોડા અને રથો તૈયાર કરો, એ પછી જો આપણે તેમની સાથે સપાટ મેદાનમાં લડીશું, તો જરૂર આપણે તેમને હરાવીશું.” બેન-હદાદે તેમની સલાહ માંની અને તે પ્રમાંણે જ કર્યું.
  • 26 બીજે વષેર્ વસંતના સમયે તેણે અરામીઓનું લશ્કર ભેગું કરીને ઇસ્રાએલીઓ સાથે લડવા અફેક પર કૂચ કરી.
  • 27 ઇસ્રાએલીઓ પણ લડવા ભેગા થયા. તેઓએ બખ્તર અને બીજા હથિયારો સાથે લીધાં અને અરામીઓનો સામનો કરવા નીકળી પડયા અને તેમની સામે પડાવ નાખ્યો. ઇસ્રાએલીઓ તો બકરાનાં બે ટોળાં જેવાં લાગતા હતાં અને અરામીઓ તો સમગ્ર પ્રદેશમાં ફેલાઇ ગયા હતા.
  • 28 દેવના એક માંણસે આવીને ઇસ્રાએલના રાજાને કહ્યું, “આ યહોવાનાં વચન છે; ‘અરામીઓ એવું માંને છે કે, યહોવા તો પર્વતોના દેવ છે. કાંઇ ખીણોના દેવ નથી, આથી હું તમને આ મહાન સૈન્ય તમાંરા હાથમાં સુપ્રત કરીશ, જેથી તમને ખાતરી થશે કે હું યહોવા છું.”
  • 29 સાત દિવસ સુધી તેઓ સામસામે છાવણી નાખીને પડી રહ્યાં. સાતમાં દિવસ પછી યુદ્ધ શરૂ થયું અને ઇસ્રાએલીઓએ એક જ દિવસમાં ફોજના 1,00,000 અરામી પાયદળના સૈનિકોને કાપી નાખ્યા.
  • 30 બીજા સૈનિકો અફેકના નગરમાં ભાગી ગયા પરંતુ તેઓ જેવા દાખલ થયા નગરની દીવાલ તૂટી ગઇ, જેમાં તેઓમાંનાં 27,000 માંર્યા ગયા. બેન-હદાદે ભાગી જઈને શહેરમાં એક અંદરના હિસ્સામાં આશ્રય લીધો હતો.
  • 31 તેના અમલદારોએ તેને કહ્યું, “જુઓ, અમે સાંભળ્યુ છે, કે ઇસ્રાએલના રાજાઓ દયાળુ હોય છે. આપણે શોકના વસ્રો પહેરીએ અને માંથા પર દોરડાં વીટીં ઇસ્રાએલના રાજા પાસે જઈએ, કદાચ તે આપણને માંફી અને જીવનદાન આપે.”
  • 32 આથી તેઓએ શોકના વસ્રો પહેર્યા અને માંથા પર દોરડાં બાંધીને ઇસ્રાએલના રાજા પાસે જઈને તેને કહ્યું, “આપના સેવક બેન-હદાદ કહેવડાવે છે, મહેરબાની કરીને મને જીવનદાન આપો.” તેણે જવાબ આપ્યો, “શું તે હજી જીવતો છે? તે તો માંરો ભાઈ છે.”
  • 33 બેન-હદાદના માંણસોએ આને શુભ શુકન માંની લઈ તરત જ તેના શબ્દો પકડી લઈ કહ્યું, “જી, બેન-હદાદ આપના ભાઈ છે.”આહાબે કહ્યું, “જાઓ, તેને લઈ આવો.”પછી બેન-હદાદ બહાર આવ્યો અને આહાબે તેને પોતાના રથમાં બેસાડ્યો.
  • 34 બેન-હદાદે કહ્યું, “માંરા પિતાએ તમાંરા પિતા પાસેથી લઈ લીધેલાં શહેરો હું પાછાં આપીશ, અને માંરા પિતાએ જેમ સમરૂનમાં બજાર ખોલ્યાં હતાં તેમ તમે દમસ્કમાં ખોલજો.”આહાબે કહ્યું, “હું તમને આ શરતો પર જવા દઇશ.” આથી આહાબે તેની સાથે શાંતિકરાર કર્યા અને તેને મુકત કર્યો.
  • 35 યહોવાની આજ્ઞાઓથી યુવાન પ્રબોધકોમાંથી એકે પોતાના એક સાથીને કહ્યું. “કૃપા કરીને મને માંર.” પણ પેલા માંણસે તેમ કરવાની ના પાડી,
  • 36 એટલે તેણે તેને કહ્યું, તેં યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ છે, તેથી તું માંરી પાસેથી જશે તે જ ક્ષણે એક સિંહ તને માંરી નાખશે.” અને તે માંણસ ગયો કે તરત જ તેને એક સિંહ મળ્યો અને તેણે તેને માંરી નાખ્યો.
  • 37 ત્યાર બાદ પેલા યુવાન પ્રબોધક બીજા માંણસને મળ્યો અને તેને કહ્યું, “કૃપા કરીને મને માંર.”અને તે માંણસે તેને માંર્યો અને ઘાયલ કર્યો.
  • 38 પછી તે પ્રબોધક ત્યાંથી ચાલ્યો ગયો અને આંખો પર પાટો બાંધ્યો પોતાની જાતને છુપાવી દીધી અને રસ્તા પર જઈને રાજાના આવવાની રાહ જોતો બેઠો.
  • 39 જ્યારે રાજા ત્યાંથી પસાર થયો એટલે તેણે તેને બૂમ પાડીને કહ્યું, “હું યુદ્ધની વચ્ચોવચ્ચ જતો હતો એવામાં એક યોદ્ધાએ એક કેદીને લઈને માંરી પાસે આવીને કહ્યું, ‘આ માંણસને સંભાળ, એ જો ભાગી ગયો તો એને બદલે તારે તારો જીવ આપવો પડશે અથવા 34 કિલો ચાંદી આપવી પડશે.
  • 40 પણ હું કોઈને કોઈ કામમાં રોકાયેલો હતો, એવામાં તે અદૃશ્ય થઈ ગયો.”ઇસ્રાએલના રાજાએ કહ્યું, “તને એ જ સજા થવી જોઈએ. તેં જાતે જ ફેંસલો આપ્યો છે.”
  • 41 તરત જ યુવાન પ્રબોધકે આંખ પર બાંધેલો પાટો છોડી નાખ્યો અને ઇસ્રાએલના રાજાએ તેને ઓળખી કાઢયો કે, આ તો પ્રબોધક છે.
  • 42 તેણે રાજાને કહ્યું, “આ યહોવાના વચન છે, ‘મેં તને બેનહદાદ પર વિજય અપાવ્યો જેથી તું તેને માંરી નાખેે, પણ તેં તેને જીવતો છોડ્યો. તેથી તે માંણસના બદલામાં તું મરી જશે અને તારા સૈનિકો મરી જશે તેેના સૈનિકોના બદલે.”
  • 43 ઇસ્રાએલનો રાજા ઉદાસ અને ગુસ્સે થઈને ઘેર જવા નીકળ્યો અને સમરૂન આવી પહોંચ્યો.