wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


1 શમુએલ પ્રકરણ 1
  • 1 એફાઈમના પર્વતીય પ્રદેશમાં એલ્કાનાહ નામનો માંણસ રહેતો હતો. તે સૂફ કુળમાંથી હતો. તેના પિતાનું નામ યરોહામ હતું. યરોહામના પિતાનું નામ અલીહૂ હતું. અલીહૂના પિતાનું નામ તોહૂ હતું અને તોહૂના પિતાનું નામ સૂફ હતું જે એફાઇમ કુળસમૂહમાંથી હતો.
  • 2 તેને હાન્ના અને પનિન્ના નામની બે પત્નીઓ હતી. પનિન્નાને સંતાનો હતા; જયારે હાન્ના નિ:સંતાન હતી.
  • 3 પ્રતિવર્ષ એલ્કાનાહ અને તેનું કુટુંબ સાથે સર્વસમર્થ દેવની ઉપાસના કરવા અને અર્પણો અર્પણ કરવા માંટે શીલોહ જતા હતા. ત્યાં એલીના બે પુત્રો હોફની અને ફીનહાસ યહોવાના યાજકો તરીકે સેવા આપતા હતા.
  • 4 જયારે જયારે એલ્કાનાહ પોતાના અર્પણો અર્પણ કરતો ત્યારે તે પોતાની પત્ની પનિન્નાને અને તેનાં બધાં બાળકોને ખોરાકનો ભાગ આપતો.
  • 5 એલ્કાનાહ હાન્નાને હમેશા ખોરાકનો એક સરખો ભાગ આપતો, હાન્નાને યહોવાએ નિ:સંતાન રાખી હતી છતા એલ્કાનાહ આમ કરતો. એલ્કાનાહ એટલા માંટે આમ કરતો કેમકે હાન્નાજ એ પત્ની હતી જેની પર તે વધારે પ્રેમ કરતો હતો.
  • 6 પનિન્ના હમેશા હાન્નાને ચિંતિત કરતી અને તેને ખરાબ લાગે તેમ કરતી હતી. પનિન્નાએ આમ કર્યું કારણકે હાન્ના સંતાન મેળવી શકતી ન હતી.
  • 7 પ્રતિવર્ષ આમ બનતું; જયારે તેઓ યહોવાના મંદિરે શીલોહ જતા ત્યારે પનિન્ના તેને મહેણાં માંરતી અને તેની મશ્કરી કરતી, તેથી હાન્ના રડી પડતી અને ખાતી પણ નહિ.
  • 8 તેનો પતિ હઁમેશા તેણીને પૂછતો, “હાન્ના, તું શા માંટે રડે છે? અને તું ખાતી કેમ નથી? તું શા માંટે આટલી ઉદાસ છે? હું દસ પુત્રો કરતાં સારો છું તેમ તારે વિચારવું.”
  • 9 એક વખત મંદિરમાં તેમણે પ્રસાદ ગ્રહણ કર્યા પછી હાન્ના પવિત્રમંડપમાં ગઈ યહોવાની સામે ઊભી રહી. તે વખતે યાજક એલી યહોવાના મંદિરના પ્રવેશદ્વાર પાસે પોતાના આસન ઉપર બેઠો હતો.
  • 10 હાન્ના બહુ દુ:ખી હતી. તેણીએ યહોવાને પ્રાર્થના કરી ત્યારે તેણી બહુ રડી.
  • 11 તેણે એવી માંનતા રાખી કે, “ઓ સર્વસમર્થ યહોવા, તું જો તારી આ દાસી પર કૃપાદૃષ્ટિ કરે, માંરી પ્રાર્થના સાંભળે, ભૂલી ન જાય અને મને એક પુત્ર આપે, તો હું તે પુત્ર દેવને સમર્પણ કરીશ, જે જીવનપર્યંત દેવનો થઈને રહેશે અને તેના વાળ કદી કપાવીશ નહિ.”
  • 12 આમ લાંબા સમય સુધી હાન્નાએ યહોવા સમક્ષ પ્રાર્થના કરી એલીએ જોયું કે માંત્ર તેના હોઠ હાલતા હતા.
  • 13 તે મનમાં પ્રાર્થના કરતી હતી; તેના હોઠ હાલતા હતા પરંતુ તેનો અવાજ સંભળાતો નહોતો,
  • 14 આથી એલીએ માંન્યું કે, “તે પીધેલી છે. તમે બહું જ પી લીધુ છે! તેણે તેણીને કહ્યું દ્રાક્ષારસ છોડ અને ધીરજ ધર.”
  • 15 હાન્નાએ કહ્યું, “ના માંરા ધણી, મેં દ્રાક્ષારસ કે કોઈ કેફી પીણું પીધું નથી. પણ હું ઊંડી ઉપાધિમાં છું, હું સર્વસમર્થ દેવને પ્રાર્થના કરી રહી છું અને તેમને માંરા દુ:ખો અને ઇચ્છાઓ વિષે કહી રહી છું.
  • 16 મને એવી પતિત ના માંનશો. પણ આ બધો વખત હું માંરી વ્યથા અને દુ:ખોની બહાર થઇ દેવને પ્રાર્થના કરતી હતી.”
  • 17 એટલે એલીએ તેને કહ્યું, “શાંતિથી જા, અને ઇસ્રાએલનો દેવ તારી ઇચ્છા પૂરી કરશે અને તારી પ્રાર્થનાનો બદલો આપે!”
  • 18 હાન્નાએ કહ્યું, “તમાંરો આભાર, માંરા ઉપર દયા રાખતા રહેજો.” અને પછી તે ચાલી ગઈ. તેણે થોડું ખાધું, હવે તે ઉદાસ રહેતી નહોતી.
  • 19 બીજે દિવસે સવારમાં તેઓ વહેલાં ઊઠયાં અને મંદિરે ગયાં. ત્યાં તેઓએ સર્વસમર્થ યહોવાનું ભજન કર્યુ. પછી તેઓ તેમના ઘરે પાછા રામાં ગયા.એલ્કાનાહ તેની પત્ની હાન્ના સાથે સૂતો, અને દેવે તેને યાદ કરી અને તેની ઇચ્છા પૂરી થઇ.
  • 20 આજ સમયે તેના પછીના વષેર્ હાન્ના ગર્ભવતી બની અને તેણે એક પુત્રને જન્મ આપ્યો, તેણે તેનું નામ શમુએલ પાડયું. કારણ, તે કહેતી, “મેં યહોવા પાસે તેને માંગ્યો હતો.”
  • 21 એક વર્ષ બાદ એલ્કાનાહ અને તેનું સમગ્ર કુટુંબ પ્રતિ વર્ષની જેમ યહોવા દેવને પ્રાર્થના અને યજ્ઞ કરવા અને તેણે દેવને આપેલું વચન પૂરુ કરવા શીલોહ ગયાં.
  • 22 પણ હાન્ના ગઈ નહિ, તેણે તેના પતિને કહ્યું, “પુત્ર ખાતો થાય પછી હું એને યહોવા સમક્ષ લઈ જઈશ, અને યહોવાને અર્પણ કરીશ પછી કાયમ માંટે તે ત્યાં જ રહેશે.”
  • 23 એટલે તેના પતિ એલ્કાનાહે કહ્યું, “તને જેમ ઠીક લાગે તેમ કર અને ત્યાં સુધી તું બાળકને રાખ. યહોવાના શબ્દો સાચા પડે,” તે બાળક સાથે ઘરમાં રહી અને તે નક્કર આહાર લેવા જેટલો મોટો થયો ત્યાં સુધી એની સાચવણી કરી.
  • 24 પછી ધાવણ છોડાવ્યા બાદ તે તેને શીલોહ યહોવાના મંદિરમાં લઈ ગઈ, તેણે ત્રણ વર્ષનો એક બળદ, એક એફાહ લોટ અને થોડો દ્રાક્ષારસ પણ સાથે લીધો.
  • 25 તેમણે બળદને વધેર્યો, પછી બાળકને એલી આગળ રજૂ કર્યો.
  • 26 હાન્નાએ કહ્યું, “માંરા મુરબ્બી, હું સમ ખઇને કહું છું કે હું સાચું બોલી રહી છું. હું એજ સ્રી છું જે તમાંરી પાસે ઊભી હતી અને યહોવાને પ્રાર્થના કરતી હતી.
  • 27 મેં આ બાળક મેળવવા માંટે પ્રાર્થના કરી અને યહોવાએ માંરી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે.
  • 28 હવે હું આ પુત્રને યહોવાને સમપિર્ત કરું છું. તે જ્યાઁ સુધી જીવશે ત્યાં સુધી યહોવાની સેવામાં રહેશે.”પછી તેણે યહોવાની ઉપાસના કરી.