wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


1 શમુએલ પ્રકરણ 15
  • 1 શમુએલે એક દિવસે શાઉલને કહ્યું, “યહોવાએ મને રાજા તરીકે તારો અભિષેક કરવા મોકલ્યો છે. હવે તું યહોવાના વચન સાંભળ.
  • 2 યહોવા સર્વસમર્થ કહે છે, ‘ઇસ્રાએલીઓ, તે સમયે જ્યારે તેઓ મિસરમાંથી આવતા હતા, અમાંલેકના લોકોએ તેમને તેમની ભૂમિમાંથી પસાર થતાં રોકયા. અમાંલોકીઓએ શું કર્યું તે મે જોયું હતું.
  • 3 હવે તમે જઈને અમાંલેકીઓ ઉપર તૂટી પડો અને તેમના સર્વસ્વનો નાશ કરો. કોઈને જીવતું જવા દેશો નહિ; પુરુષો, સ્ત્રીઓ, બાળકો, બચ્ચાઓ, ઢોરો અને ઘેટાં, ઊંટો અને ગધેડાં બધાની હત્યા કરજો.”‘
  • 4 આથી શાઉલે બધા લોકોને ‘ટલાઈમ’ બોલાવવા તે જગ્યાએ ભેગા કર્યા. ત્યાં 2,00,000 પાયદળ અને બીજા 10,000 માંણસો હતાં. તેમાં યહૂદાનાં માંણસોનો સમાંવેશ છે.
  • 5 પછી તેઓ અમાંલેકીઓના નગર પાસે ગયા, અને નદીના કોતરોમાં તેમની રાહ જોઇ.
  • 6 તેમણે કેનીઓને સંદેશો મોકલ્યો કે, “તમે તો ઇસ્રાએલીઓ જયારે મિસરમાંથી આવ્યા ત્યારે તેમની સાથે મૈત્રીભર્યો વ્યવહાર રાખ્યો હતો. તમે અમાંલેકીઓનો પ્રદેશ છોડીને ચાલ્યા જાઓ, નહિ તો માંરે તેમની સાથે તમને પણ માંરી નાખવા પડશે.” તેથી કેનીઓ અમાંલેકીઓનો પ્રદેશ છોડીને ચાલ્યા ગયા.
  • 7 ત્યાર પછી શાઉલે અમાંલેકીઓને હરાવ્યા અને તેમને દૂર હાંકી કાઠયાં, હવીલાહથી શૂર સુધી, મિસરની સરહદે.
  • 8 તેણે અમાંલેકીઓના રાજા અગાગને જીવતો પકડયો પરંતુ બાકીના બધા લોકોની હત્યા કરીને સર્વનાશ કર્યો.
  • 9 પછી શાઉલ અને તેના સૈન્યે અગાગને જીવતો છોડયો પછી શ્રેષ્ઠ જાડી ગાયો, ઘેટાઁ અને હલવાનોને માંર્યા નહિ. પણ તેઓએ નબળંા પ્રાણીઓ જેઓ મૂલ્યહીન હતા અને બીજી નકામી ચીજોનો નાશ કર્યો.
  • 10 પછી શમુએલને યહોવાની વાણી સંભળાઈ:
  • 11 “હુ શાઉલને રાજા બનાવવા માંટે પસ્તાવું છુ, કારણ તે મને ભૂલી ગયો છે અને માંરુ ઉલ્લંઘન કર્યુઁ છે.” શમુએલને ખૂબ ક્રોધ ચઢયો; અને આખી રાત તેણે યહોવા આગળ વિનંતી કરી.
  • 12 શમુએલ સવારનાં વહેલો ઉઠયો; અને શાઉલને મળવા ગયો પણ લોકોએ તેને કહ્યું, “શાઉલ પોતાની ખ્યાતિમાં એક સ્માંરક ઊભું કરવા કામેર્લ ગયો છે. ત્યાથી તે બીજી જગ્યાઓએ જશે અને છેવટે ગિલ્ગાલ જશે.”
  • 13 શમુએલ જ્યારે શાઉલ પાસે પહોંચ્યો; ત્યારે શાઉલે તેને આવકારતા કહ્યું, “યહોવા તમાંરું ભલું કરો; મેં યહોવાની આજ્ઞા પાળી છે.”
  • 14 એટલે શમુએલે પૂછયું, “તો પછી માંરે કાને ઘેટાંના રડવાનો અને બળદ અને ગાયના ભાંભરવાનો અવાજ કેમ આવે છે? આવું કેમ છે?”
  • 15 શાઉલે જવાબ આપ્યો, “માંરા માંણસોએ એ બધાં પ્રાણીઓ અમાંલેકીઓ પાસેથી પડાવી લીધાં છે. સારામાં સારાં ઘેટાં અને બળદને તેમણે જીવતાં રહેવા દીધાં છે જેથી તેઓ તમાંરા દેવ યહોવાનો યજ્ઞ કરી શકે. બાકીનાં બધાંનો અમે પૂરો નાશ કર્યા છે.”
  • 16 શમુએલે શાઉલને કહ્યું, “થોભો, ગઈ રાત્રે યહોવાએ મને શું કહ્યું તે માંરે તને કહેવુંજ પડશે.”શાઉલ બોલ્યો, “કહો.”
  • 17 શમુએલે કહ્યું, “જયારે તેઁ વિચાર્યુ તું કાઇ પણ નથી, યહોવાએ તને ઇસ્રાએલીઓનો રાજા બનાવ્યો, અને હવે તું ઇસ્રાએલના કુળસમૂહોનો મુખી છે.
  • 18 યહોવાએ તને વિશિષ્ટ કામ સોંપીને મોકલ્યો હતો, તને જણાવ્યું હતું, ‘જા, અને દુષ્ટ અમાંલેકીઓનો નાશ કર. જયાં સુધી તેમનું નામનિશાન નાશ ના પામે ત્યાં સુધી તેઓની સાથે લડાઈ કર.’
  • 19 તો પછી તેઁ યહોવાની આજ્ઞા કેમ માંની નહિ? તું શા માંટે લૂંટ કરવા તૂટી પડયો, અને યહોવાની નજરમાં ગુનો ગણાય તેવું તેં શા માંટે કર્યુ?”
  • 20 શાઉલે જવાબ આપ્યો, “પણ મેં યહોવાની આજ્ઞાનું પાલન કર્યુ છે. મને યહોવાએ જયાં જવાનું કહ્યું હતું ત્યાં હું ગયો હતો, અને હું અમાંલેકીઓના રાજા અગાગને જીવતો પકડી લાવ્યો છું, અને બાકીનાઓને મેં પૂરો નાશ કર્યા છે.
  • 21 માંરા માંણસોએ નાશ કરવાની વસ્તુઓમાંથી લૂંટમાં મળેલાં સારામાં સારાં ઘેટાં અને બળદોને માંરી નાખવાને બદલે ગિલ્ગાલમાં તમાંરા દેવ યહોવાનો યજ્ઞ કરવા લઈ લીધા છે.”
  • 22 પરંતુ જવાબ આપ્યો, “યહોવાને અર્પણો વધારે ગમે છે કે તેમની આજ્ઞાનું પાલન ગમે છે? અર્પણો કરતાં તેમની આજ્ઞાનું પાલન બેહતર છે.
  • 23 પરંતુ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ મૂર્તિ પૂજા અને જંતરમંતરના પાપ જેટલુજ ખરાબ છે. તમે યહોવાની આજ્ઞા પાળવાની ના પાડી તેથી હવે યહોવા તમને રાજા તરીકે રાખવાની ના પાડે છે.”
  • 24 શાઉલે શમુએલને કહ્યું, “મેં પાપ કર્યું છે. મેં યહોવાની આજ્ઞાની અને તમાંરા હુકમની અવગણના કરી છે. હું માંરા માંણસોથી ડરી ગયો અને તેમના કહ્યંા પ્રમાંણે વત્ર્યો,
  • 25 પણ હવે કૃપા કરીને માંરું પાપ માંફ કરો. હું તમને પ્રાર્થના કરું છું કે તમે માંરી સાથે પાછા ફરો, જેથી હું યહોવાની ઉપાસના કરી શકું.”
  • 26 શમુએલે કહ્યું, “હું તારી સાથે પાછો નહિ આવું, તેં યહોવાની આજ્ઞાને નકારી દીધી છે એટલે યહોવાએ તને ઇસ્રાએલના રાજા તરીકે હવે અપાત્ર ઠરાવ્યો છે.”
  • 27 શમુએલ જવા માંટે ફર્યો ત્યારે તેને અટકાવવા માંટે શાઉલે તેના ઝભ્ભાની ચાળ પકડી લીધી અને તે ફાટી ગઈ.
  • 28 શમુએલે તેને કહ્યું, “તેં માંરો ઝભ્ભો ફાડ્યો છે. તે જ રીતે યહોવાએ આજે તારી પાસેથી ઇસ્રાએલનું રાજ્ય ફાડી લીધું છે અને જે તારા કરતાઁ સારી વ્યકિત છે તે તારા મિત્રોમાંથી એકને આપી દીધું છે.
  • 29 ઇસ્રાએલનો મહાન દેવ યહોવા કદી જૂઠું બોલતો નથી કે, પોતાનો નિર્ણય બદલતો નથી. તે માંણસ જેવો નથી જે પસ્તાય અને તેનો નિર્ણય ફેરવે.”
  • 30 શાઉલે કહ્યું, “મેં પાપ કર્યું છે; પણ માંરા લોકોના આગેવાનો આગળ અને ઇસ્રાએલીઓ આગળ માંરું માંન જાળવો અને માંરી સાથે પાછા આવો, જેથી હું તમાંરા દેવ યહોવાની ઉપાસના કરી શકું.”
  • 31 આથી શમુએલ શાઉલની સાથે પાછો ગયો અને શાઉલે યહોવાની ઉપાસના કરી.
  • 32 પછી શમુએલે કહ્યું, “અમાંલેકીઓના રાજા અગાગને માંરી પાસે લાવો.”એટલે અગાગ લથડાતા પગે તેની સામે આવ્યો અને બોલ્યો, “ખરેખર, મૃત્યુની ઘડી હવે વીતી ગઈ છે અને માંરો જીવ બચી ગયો છે.”
  • 33 શમુએલે કહ્યું, “તારી તરવારે ઘણી માંતાઓને પુત્રહીન બનાવી છે, એટલે હવે તારી માંતા પુત્રહીન બનશે.” અને તેણે ગિલ્ગાલની વેદી સામે અગાગને કાપી નાખ્યો.
  • 34 પછી શમુએલ રામાંમાં ચાલ્યો ગયો અને, રાજા શાઉલ પોતાને ઘેર ગિબયાહમાં ગયો.
  • 35 શમુએલે જીવનપર્યંત ફરી કદી શાઉલનું મોં જોયું નહિ. પરંતુ તેને માંટે તેને શોક ઘણો થયો. કારણ કે, તેને ઇસ્રાએલનો રાજા બનાવ્યો તે માંટે યહોવાને પસ્તાવો થયો હતો.