wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


1 શમુએલ પ્રકરણ 20
  • 1 દાઉદે રામાંમાં આવેલા નાયોથમાંથી ભાગીને યોનાથાન પાસે જઈને તેને કહ્યું, “મેં શું કર્યુ છે? માંરો શો ગુનો છે? તારા પિતા કેમ માંરો જીવ લેવા પાછળ પડયા છે?”
  • 2 યોનાથાને કહ્યું, “આ ખ્યાલ ખોટો છે. તારો જીવ લેવાનો કોઈ ઇરાદો નથી. માંરા પિતા મને જણાવ્યા વિના કોઈ મહત્વનું કે બિનમહત્વનું કામ કરતા જ નથી. તેથી તે આ વાત માંરાથી છુપાવે શા માંટે? ના, એ સાચું નથી.”
  • 3 દાઉદે જવાબ આપ્યો, “તારા પિતા બરાબર જાણે છે; કે તું માંરો સાચો મિત્ર છે. તેથી તેણે એમ વિચાર્યુ હશે કે, ‘તને આની ખબર પડવી જોઈએ નહિ. નહિ તો તને દુ:ખ થશે અને એ વિષે તું મને કહીશ.’ પણ હું તને યહોવાના સમ ખાઈને કહું છું, તારા સમ ખાઈને કહું છું કે, માંરી અને મોતની વચ્ચે એક પગલાનું જ અંતર છે.”
  • 4 યોનાથાને કહ્યું, “તો હું તારા માંટે શું કરું?”
  • 5 દાઉદે કહ્યું, “આવતી કાલે અમાંસનો પર્વ છે. આ ઉજવણી ના દિવસે માંરે રાજા સાથે જમવાનું હોય છે, પણ હવે ખેતરમાં છુપાવા દો અને બીજે દિવસ પણ ત્યાં રહીશ. પહેલાં હું આ ઉત્સવમાં હંમેશા તારા પિતા પાસે રહેતો હતો, પણ આવતી-કાલે હું સીમમાં સંતાઈ રહીશ અને ત્રીજા દિવસની સાંજ સુધી હું ત્યાં જ રહીશ.
  • 6 જો માંરી ગેરહાજરી તારા પિતાના ધ્યાનમાં આવે તો તું કહેજે કે, ‘દાઉદ માંરી રજા લઈને એકાએક તેને ઘેર બેથલેહેમ ગયો છે. કારણ, આખા કુટુંબનો વાષિર્ક યજ્ઞોત્સવ છે.’
  • 7 જો તે એમ કહે કે ‘સારું’ તો સમજવું કે, મને આંચ આવે એમ નથી. પણ જો તે ગુસ્સે થઈ જાય તો તારે ચોક્કસ સમજવું કે, તેણે માંરું કાસળ કાઢવાનું નક્કી કર્યુ છે.
  • 8 યહોવાના નામે આપણે ભાઈઓ તરીકે કરાર કરેલો છે, તેથી તું માંરે માંટે આટલું કર, અથવા તારા પિતાની વિરુદ્ધ મેં પાપ કર્યુ હોય તો તું જાતે જ મને માંરી નાખ, પણ મને તારા પિતાને સ્વાધીન કરતો નહિ!”
  • 9 યોનાથાને કહ્યું, “તું એ ખ્યાલ જ મગજમાંથી કાઢી નાખ. મને જો ચોક્કસ ખબર હોત કે, માંરા પિતાએ તારું કાસળ કાઢવાનું નક્કી કર્યુ છે, તો મેં તને કહ્યું ન હોત?”
  • 10 ત્યારે દાઉદે યોનાથાનને કહ્યું, “જો તારા પિતા તારી સાથે કઠોરતાથી વાત કરશે તો એની જાણ મને કોણ કરશે?”
  • 11 યોનાથાને દાઉદને કહ્યું, “આપણે ખેતરની અંદર જઇએ.” પછી તે બંને ખેતરમાં ગયા.
  • 12 ત્યાં યોનાથાને દાઉદને કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાની સાક્ષીએ હું તને વચન આપંુ છું કે, ત્રણ દિવસ સુધીમાં હું માંરા પિતાને તારા વિષે વાત કરીશ અને તારા માંટે તે શું ધારે છે તેની તને તરત જ જાણ કરીશ.
  • 13 જો માંરા પિતા તને હાનિ કરવાના હોય, તો હું તને સંદેશો મોકલીશ અને સુરક્ષિત જવા દઇશ. જો હું આમ ન કરું તો ભલે યહોવા મને સજા કરે. યહોવા જેમ માંરા પિતાની મદદમાં રહેતા હતા તેમ તારી મદદમાં રહો.
  • 14 હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી માંરા ઉપર દયા રાખજે,
  • 15 અને જો હું મૃત્યુ પામુંં તો માંરા કુટુંબ ઉપર દયા દેખાડવાનું બંધ ન કરતા. જ્યારે યહોવા આ જગતમાંથી તારા બધા દુશ્મનોનો નાશ કરે ત્યારે પણ માંરા સંતાનો પર દયા રાખજે.
  • 16 આ પ્રમાંણે યોનાથાને દાઉદ સાથે એક સંધિ કરી, કહેતા, “યહોવા દાઉદના દુશ્મનોને સજા કરે.”
  • 17 યોનાથાનને દાઉદ પ્રાણ સમાંન વહાલો હતો, આથી તેણે ફરી દાઉદ પાસે મૈત્રીની પ્રતિજ્ઞા કરાવી.
  • 18 પછી તેણે દાઉદને કહ્યું, “આવતીકાલે અમાંસ છે; અને તારી ગેરહાજરી જણાઈ આવશે, કેમ કે તારી બેઠક ખાલી હશે.
  • 19 ત્રીજે દિવસે પહેલાં જયાં તું સંતાયો હતો તે જ જગ્યાએ જજેે. તે પર્વત પાસે રાહ જોજે.
  • 20 પછી હું ત્યાં આવીને જાણે કે નિશાન તાકતો હોઉં તેમ ખડક ઉપર ત્રણ તીર છોડીશ.
  • 21 પછી હું માંરા નોકરને મોકલીશ અને કહીશ કે, તીર શોધી લાવ. જો હું નોકરને એમ કહું કે, ‘તીર તારી આ બાજુએ છે, ઉપાડી લે,’ તો તારે સમજવું કે તું સુરક્ષિત છે, અને બહાર આવવું, હું તને યહોવાના સમ ખાઈને કહું છું કે તારા માંથે જરાપણ ભય નહિ હોય.
  • 22 પણ જો હું તેને એમ કહું છું કે ‘તીર હજી આગળ છે જા અને લઇ આવ.’ તો તારે ભાગી જવું કારણ, યહોવા પોતે જ તને મોકલી દે છે.
  • 23 આપણે એકબીજા સાથે કરેલા કરારને પાળવાનું આપણે યાદ રાખીએ યહોવા આપણી મદદ કરશે કારણકે તે આપણા સદાના સાક્ષી છે.”
  • 24 આથી દાઉદ ખેતરમાં સંતાઈ ગયો. અમાંસ આવી એટલે રાજા ભોજનમાં ભાગ લેવા આવ્યો.
  • 25 અને પોતાનું હંમેશનું દિવાલ પાસેનું આસન લીધું. આબ્નેર તેની જોડેના આસન ઉપર બેઠો. અને યોનાથાન સામેના આસન પર બેઠો.
  • 26 દાઉદનું આસન ખાલી હતું. પણ તે દિવસે શાઉલ કંઈ બોલ્યો નહિ, તેણે ધાર્યું કે, “કંઈક થયું હોવું જોઈએ, જેથી દાઉદ અશુદ્વ થયો હશે.”
  • 27 શાઉલે જોયું કે અમાંસ પછીના દિવસે પણ દાઉદનું આસન ખાલી હતું. એટલે શાઉલે યોનાથાનને પૂછયું, “શા માંટે યશાઇનો પુત્ર ગઈકાલે અને આજે જમવા ન આવ્યો?”
  • 28 યોનાથાને શાઉલને જવાબ આપ્યો, “દાઉદે માંરી પાસે બેથલેહેમ જવાની રજા માંગી હતી.
  • 29 તેણે કહ્યું હતું કે, ‘કૃપા કરીને મને જવા દો, કારણ, અમાંરું કુટુંબ ગામમાં યજ્ઞ ઊજવે છે, અને માંરા ભાઈએ મને હાજર રહેવા જણાવ્યું છે; એટલે જો તને માંરે માંટે લાગણી હોય, તો મને માંરા ભાઈઓને મળવા જવા દે.’ તેથી તે રાજાના ભોજનમાં ગેરહાજર છે.”
  • 30 શાઉલ યોનાથાન ઉપર ગુસ્સે થઈ ગયો, અને કહ્યું, “તું એક ગુલામ સ્રીનો દીકરો છે જે આજ્ઞા પાળવાની મનાઇ કરે છે? તને ખબર નથી કે યશાઇનાં દીકરાનો પક્ષ લેવાથી તું તારા કુટુંબને અપમાંનિત કરીશ અને તારી માંતાની બદનામી કરીશ.
  • 31 જયાં સુધી યશાઇનો પુત્ર આ ધરતી ઉપર જીવે છે ત્યાં સુધી ન કે તું કે તારું રાજય સ્થાપિત થશે. તેથી કોઇને મોકલ તો તેને માંરી પાસે લાવવા, કેમ કે તેને મરવાનું છે જ.”
  • 32 અને યોનાથાન તેના પિતા શાઉલ પાસે આવ્યો અને કહ્યું, “શા માંટે આપણે તેને માંરી નાખવો જોઈએ? તેણે શું કર્યુ છે?”
  • 33 એટલે શાઉલે યોનાથાનને માંરવા માંટે ભાલો ઉગામ્યો, એટલે યોનાથાન સમજી ગયો કે માંરા પિતાએ દાઉદનો જીવ લેવાનો નિશ્ચય કર્યો છે.
  • 34 તેથી યોનાથાન ગુસ્સે થઈને ખાણા પરથી ઊઠી ગયો. અને બીજને દિવસે તેણે કશું ય ખાધું નહિ, કારણ કે તેના પિતાએ દાઉદનું અપમાંન કર્યુ એથી તેને ઘણું દુ:ખ થયું હતું.
  • 35 બીજે દિવસે સવારે યોનાથાન દાઉદ સાથે નક્કી કર્યા મુજબ એક છોકરાને લઈને ખેતરમાં ગયો.
  • 36 તેણે છોકરાને કહ્યું, “હું હમણા જે તીર છોડું છું તેને દોડીને લઇ આવ.” છોકરો દોડયો અને યોનાથાને તેના માંથાની ઉપરથી તીરો છોડ્યાં.
  • 37 છોકરો તીર જયાં પડ્યાં હતાં ત્યાં પહોંચી ગયો ત્યારે યોનાથાને તેને બૂમ પાડીને કહ્યું, “તીર તો ઘણા આગળ છે.”
  • 38 “જલદી દોડ, ઉતાવળ કર, વિલંબ ન કરીશ.” છોકરો તીર ઉપાડી લઈને તેના ધણીની પાસે પાછો આવ્યો.
  • 39 ફકત યોનાથાન અને દાઉદ જ આનો અર્થ સમજતા હતા. છોકરાને કશી ખબર નહોતી.
  • 40 યોનાથાને પોતાનાં હથિયાર છોકરાને આપીને કહ્યું, “પાછો શહેરમાં લઈ જા.”
  • 41 છોકરાના ગયા પછી તરત જ દાઉદ દક્ષિણ બાજુએથી ઊઠીને આવ્યો, અને યોનાથાનને ત્રણ વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા; અને તેઓએ એકબીજાને ચુંબન કર્યું. અને એકબીજાને ભેટીને રડ્યા. દાઉદ યોનાથાન કરતાં વધારે રડતો હતો.
  • 42 યોનાથાને દાઉદને કહ્યું, “શાંતિથી જા, કારણ તારી અને માંરી વચ્ચે અને તારા કુટુંબ અને માંરાં કુટુંબ વચ્ચે એક સંધિ છે અને યહોવા તેના સાક્ષી છે. આપણે પ્રતિજ્ઞા લીધી છે અને કહ્યું છે કે યહોવા આપણી વચ્ચે સદા માંટે સાક્ષી રહેશે.”