wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


2 કાળવ્રત્તાંત પ્રકરણ 6
  • 1 તે પ્રસંગે સુલેમાને પ્રાર્થના કરી: “યહોવા તમે કહ્યું છે કે હું ગાઢ અંધકારમાં રહીશ.
  • 2 પરંતુ મેં તમારા માટે મંદિર બંધાવ્યું છે, જેમાં તમે સદાકાળ નિવાસ કરી શકો.”
  • 3 ત્યારબાદ રાજાએ સમગ્ર ઇસ્રાએલી સમાજ જ્યાં ઊભો હતો તેના તરફ ફરીને આશીર્વાદ આપતાં કહ્યું,
  • 4 “ઇસ્રાએલના દેવ યહોવાનો જય હો! તેમણે મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે પોતાના સાર્મથ્યથી પાળ્યું છે. તેમણે મારા પિતા દાઉદને કહ્યું હતું કે,
  • 5 ‘તે દિવસથી મારા નિવાસ માટે મંદિર બાંધવા ઇસ્રાએલના કોઇ કુળસમૂહના પ્રદેશમાંથી કોઇ શહેર પસંદ કર્યુ નહોતું, તેમ મારા લોકો ઇસ્રાએલીઓ ઉપર શાસન કરવા માટે મેં કોઇ માણસની પસંદગી કરી નહોતી, જ્યારથી મેં ઇસ્રાએલના લોકોને મિસરમાંથી બહાર કાઢયા ત્યારથી.
  • 6 પણ હવે એ નગર તરીકે મેં યરૂશાલેમને અને ઇસ્રાએલી રાજા તરીકે દાઉદને પસંદ કર્યો છે.’
  • 7 “મારા પિતા દાઉદે યહોવા, ઇસ્રાએલના દેવના નામનું મંદિર બાંધવાનો નિશ્ચય કર્યો હતો પણ યહોવાએ કહ્યું,
  • 8 ‘તે મારા નામનું મંદિર બાંધવાનો વિચાર કર્યો છે, અને એ વિચાર સારો છે,
  • 9 તેમ છતાં તારે એ મંદિર બાંધવાનું નથી, તારો સગો પુત્ર મારા નામનું મંદિર બાંધશે.’
  • 10 હવે યહોવાએ પોતાનું વચન પાળ્યું છે, યહોવાએ વચન આપ્યા પ્રમાણે હું મારા પિતા દાઉદ પછી ઇસ્રાએલની ગાદીએ આવ્યો છું.
  • 11 અને મેં ઇસ્રાએલના દેવ યહોવાના નામનું મંદિર બાંધ્યું છે. અને તેમાં કરારકોશ મૂક્યો છે. આ કરારકોશમાં યહોવા અને ઇસ્રાએલના લોકો વચ્ચે થયેલો કરાર છે.
  • 12 યહોવાની વેદીની સમક્ષ, સમગ્ર ઇસ્રાએલી સમાજની સન્મુખ ઊભા રહીને સૌના દેખતા પ્રાર્થના કરવા માટે પોતાના હાથ પ્રસાર્યા.
  • 13 સુલેમાને એક મોટો મંચ બનાવ્યો હતો, આ મંચ કાંસાનો બનાવેલો હતો અને તે 5 હાથ લાંબો, 5 હાથ પહોળો અને 3 હાથ ઊંચો હતો; અને તેને ચોકની વચ્ચે મૂક્યો હતો, સુલેમાન તેના ઉપર ઊભો રહ્યો. સર્વ લોકોની હાજરીમાં સુલેમાને ઘૂંટણ ટેકવી આકાશ તરફ હાથ પ્રસારીને પ્રાર્થના કરી.
  • 14 “હે યહોવા, ઇસ્રાએલના દેવ, આકાશમાં કે પૃથ્વી પર તારા જેવો બીજો કોઇ દેવ નથી. તારા સર્વ કરારો તેઁ પૂર્ણ કર્યા છે. અને જેઓ તારી શરણે આવવા ઇચ્છે છે અને તારી ઇચ્છા પૂર્ણ કરવા આતુર છે, તેના પ્રત્યે તું કૃપાળુ છે.
  • 15 તે તારા સેવક મારા પિતા દાઉદને આપેલું વચન પાળ્યું છે, તઁ તારા મોઢેથી જે કહ્યું તે આજે, તેઁ તારા હાથથી કરી બતાવ્યું છે.
  • 16 અને હવે, હે યહોવા, ઇસ્રાએલના દેવ, તેઁ તારા સેવક દાઉદને જે બીજું વચન આપ્યું હતું તે પૂરું કર. તેઁ એને એમ કહ્યું હતું કે, ‘જો તારા વંશજો સંભાળીને ચાલશે અને તારી જેમ મારા નિયમોનું સદા પાલન કરશે તો મારી નજર હેઠળ ઇસ્રાએલની ગાદી પર સદા તારો વંશજ બેસશે.’
  • 17 માટે ઇસ્રાએલના હે દેવ યહોવા, હવે તું તારા સેવક મારા પિતા દાઉદને આપેલું એ વચન કૃપા કરીને પૂર્ણ કર.
  • 18 “પરંતુ હે દેવ, તું કદી માણસો ભેગા પૃથ્વી પર વસે ખરો? અરે, ઊંચામાં ઊંચુ સ્વર્ગ સુદ્ધાં તને ધારણ ન કરી શકે, અને ન તો મેં બંધાવેલ મંદિર તને સમાવી શકે.
  • 19 હે યહોવા, મારા દેવ, મારી પ્રાર્થનાઓ ધ્યાનમાં લેવા તથા દયા કરવા હું તને વિનંતી કરું છું. હાલ હું જે પ્રાર્થના કરું છું તે તું સાંભળ.
  • 20 રાત દિવસ તારી ષ્ટિ આ મંદિર ઉપર ઠરેલી રહો. આ સ્થાન ઉપર રહો, જેને વિષે તં કહ્યું હતું કે, ‘મારું નામ એમાં વાસો કરશે.’
  • 21 તારા સેવકો અને તારા લોકો આ મંદિર તરફ જોઇને જે પ્રાર્થના કરે તે સાંભળજે; તમારા પરમ ધામ સ્વર્ગમાંથી તું એ સાંભળજે અને સાંભળીને એમના ગુના માફ કરજે.
  • 22 “જ્યારે કોઇ વ્યકિત પાપ માટે દોષિત ઠરે, ગુનો કરે, અને તે અહીં પોતાની નિદોર્ષતા પૂરવાર કરવાના સમ લે,
  • 23 ત્યારે આકાશમાંથી તેનું સાંભળીને તેનો ન્યાય કરજો. જો તે જૂઠું બોલતો હોય તો તેને શિક્ષા કરજો અને સાચું બોલતો હોય તો તેને ક્ષમા કરજો.
  • 24 “જ્યારે પાપ કરવાને કારણે તારા લોકો ઇસ્રાએલીઓ દુશ્મનો સામે હારી જાય, અને જો તેઓ પાછા તારા તરફ વળે, તારું નામ લે અને આ મંદિરમાં તને પ્રાર્થના અને વિનવણી કરે,
  • 25 તો તું આકાશમાંથી સાંભળજે, તારા લોકો ઇસ્રાએલીઓના પાપ માફ કરજે અને તું તેમને અને એમના પિતૃઓને જે ભૂમિ આપી હતી તેમાં તેમને પાછા લાવજે.
  • 26 “તારા ઇસ્રાએલી લોકો, તારી વિરૂદ્ધ પાપ કરવાને કારણે અને આકાશમાંથી વરસાદ ન વરસે અને જો તેઓ આ મંદિરમાં આવીને પ્રાર્થના કરે, તારું નામ લે, અને તારી સજા પામીને પશ્ચાતાપ કરે,
  • 27 તો તું આકાશમાંથી સાંભળજે, અને તારા સેવકોનો ગુનો માફ કરજે, અને શું સારું છે તે તેમને શીખવજે. અને તારા લોકોને વતન તરીકે આપેલા તેઓના દેશમાં વરસાદ મોકલજે.
  • 28 “જો દેશમાં દુષ્કાળ પડે, જીવલેણ રોગ ફેલાય, ખેતરના પાકમાં રોગ આવે, ઇયળો પડે કે તીડ પાકનો નાશ કરે અથવા શત્રુઓ તારા લોકના નગરોને ઘેરો ઘાલે, કોઇ પણ મુશ્કેલી આવી પડે,
  • 29 ત્યારે તારા લોકો ઇસ્રાએલીઓમાંનો જે કોઇ આ મંદિર તરફ હાથ પ્રસારીને પોતાની મુશ્કેલી અને દુ:ખને જાણીને પ્રાર્થના અને આજીજી કરે;
  • 30 તો તારા આકાશના નિવાસ સ્થાનમાંથી તે સાંભાળીને માફી આપજે. અને પ્રત્યેકને યોગ્ય બદલો આપજે, કારણ, તું અંતર્યામી છે તું જ બધા માણસોના અંતરને જાણે છે.
  • 31 એ રીતે તેઓ તારાથી ડરીને ચાલશે અને અમારા પિતૃઓને તેઁ જે ભૂમિ આપી હતી, તેમાં જીવનભર તેઓ તારી આજ્ઞાનું પાલન કરશે.
  • 32 “અને કોઇ વ્યકિત જે ઇસ્રાએલીઓમાંનો નથી એવો કોઇ વ્યકિત દૂર દેશથી તારા મહાન નામની અને પ્રચંડ શકિતની કીતિર્ સાંભળીને આવે અને આ મંદિર તરફ જોઇને પ્રાર્થના કરે,
  • 33 તો તારા નિવાસસ્થાન આકાશમાંથી તે સાંભળીને તેઓની વિનંતી માન્ય કરજે. ત્યારે પૃથ્વીની સર્વ પ્રજાઓ તારી ખ્યાતિ વિષે સાંભળશે અને તારા ઇસ્રાએલી લોકોની જેમ તારો ડર રાખશે અને તેઓ જાણશે કે મેં જે મંદિર બાંધ્યું છે, તે સાચે જ તારું છે.
  • 34 “જો તારા લોકોને તું જે કોઇ માગેર્ મોકલે તે માગેર્ તેઓ પોતાના શત્રુઓની સામે યુદ્ધ કરવા જાય, ને આ નગર જે તે પસંદ કર્યુ છે, ને મેં જે મંદિર તારા નામને માટે બાંધ્યું છે, તેની તરફ મુખ ફેરવીને તેઓ તારી પ્રાર્થના કરે;
  • 35 તો તું તેઓની પ્રાર્થના તથા અરજી સાંભળીને તેઓનો પક્ષ લેજે અને તેમને ન્યાય મેળવવા માટે મદદ કરજે.
  • 36 “જો તેઓ તારી વિરૂદ્ધ પાપ કરે, કોણ નથી કરતું? અને તું રોષે ભરાઇને તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દે. અને તેઓ તેમને કેદ કરીને પોતાના દેશમાં લઇ જાય પછી એ દૂર હોય કે નજીક હોય,
  • 37 અને એ વિદેશમાં તેમને ભાન થાય અને તેઓ પશ્ચાતાપ કરી તને વિનવે કે, અમે પાપ કર્યુ છે, અને દુષ્ટ વર્તન કર્યુ છે’એમ કહીને પાછા ફરે,’
  • 38 અને જો તેઓ પૂરા મનથી તારી તરફ પાછા વળે અને તેં તેમના પિતૃઓને આપેલી ભૂમિ અને તે પસંદ કરેલા શહેર તથા તારા નામ માટે મેં બાંધેલા આ મંદિર તરફ મોં કરીને પ્રાર્થના કરે.
  • 39 તો તું તારા ધામ આકાશમાંથી તેમની પ્રાર્થના અને વિનવણી સાંભળજે અને તેમને ન્યાય મેળવવા માટે મદદ કરજે, અને તારા લોકોને તેમણે તારી વિરૂદ્ધ કરેલાં બધાં પાપો માટે ક્ષમા કરજે.
  • 40 હવે, હે મારા દેવ, આ મંદિરમાં થતી પ્રાર્થના માટે તારી આંખ ઉઘાડી રાખજે, અને જાગૃત રહીને ધ્યાન આપજે.
  • 41 “હે દેવ યહોવા, ઊઠો, તું અને તારું સાર્મથ્ય દર્શાવતો કરારકોશ તારા વિશ્રામસ્થાને ઊઠી આવ. હે દેવ યહોવા, તારા યાજકો વિજયી વસ્ત્રથી શુશોભિત થાય, અને ભલે તારા ભકતો સમૃદ્ધિ પામે અને આનંદોત્સવ મનાવે.
  • 42 હે દેવ યહોવા, તે જેનો અભિષેક કર્યો છે તેનાથી વિમુખ ન થઇશ. તારા સેવક દાઉદ પ્રત્યેનો તારો શાશ્વત પ્રેમ સંભારી કૃપાનું સ્મરણ કર.”