wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


2 રાજઓ પ્રકરણ 3
  • 1 યહૂદાના રાજા યહોશાફાટના શાસન દરમ્યાન અઢારમાં વષેર્ આહાબનો પુત્ર યહોરામ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, અને તેણે બાર વર્ષ રાજય કર્યુ.
  • 2 તેણે યહોવાને નારાજ કરે તેવો કામો કાર્યા હતા, જો કે તેના કાર્યો એ છેક એના માંતા પિતાના કાર્યો જેવા નહોતા, કારણ, એણે એના પિતાએ ઊભુ કરેલુ બઆલનું પૂતળું પૂજાસ્થળેથી કાઢી નાખ્યુ હતું.
  • 3 તેમ છતાં તે નબાટના પુત્ર યરોબઆમ જેણે ઇસ્રાએલી લોકોને પાપ કરવા માંટે પ્રોત્સાહન આપ્યું હતું -તેના પાપને વળગી રહ્યો.
  • 4 મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો હતો, અને તે ઇસ્રાએલના રાજાને નિયમિત એક લાખ ઘેટાંનાં બચ્ચાં અને એક લાખ ઘેટાનું ઊન વસુલીરૂપે આપતો હતો.
  • 5 જયારે આહાબ મૃત્યુ પામ્યો ત્યારે મોઆબના રાજાએ ઇસ્રાએલના રાજા સામે બળવો કર્યો,
  • 6 એટલે યહોરામ રાજાએ સમરૂનથી બહાર નીકળીને ઇસ્રાએલના બધા માંણસોને યુદ્ધ માંટે ભેગા કર્યાં.
  • 7 પછી તેણે યહૂદાના રાજાને સંદેશો મોકલ્યો કે, “મોઆબના રાજાએ માંરી સામે બળવો કર્યો છે. મોઆબ પર હુમલો કરવામાં તમે મને સાથ આપશો?”તેણે જવાબ આપ્યો, “જરૂર, આપણે બે કંઈ જુદા નથી; માંરા સૈનિકો એ તમાંરા જ સૈનિકો છે, માંરા ઘોડા એ તમાંરા જ ઘોડા છે.
  • 8 તેણે પૂછયું, “આપણે હુમલો કરવા ક્યો રસ્તો લેવો જોઇએ?”યહોરામે જવાબ આપ્યો, “અદોમના રણમાંથી પસાર થતો રસ્તો.”
  • 9 આમ, ઇસ્રાએલનો રાજા યહોરામ યહૂદાના રાજા અને અદોમના રાજાને સાથે લઈ યુદ્ધે ચડયો. સાત દિવસ સુધી ચકરાવાવાળે રસ્તે કૂચ કર્યા પછી લશ્કર માંટે કે સરસામાંન ઉપાડતાં જાનવરો માંટે પાણી ખૂટી ગયું.
  • 10 ત્યારે ઇસ્રાએલનો રાજા બોલી ઊઠયો કે, “અફસોસ! યહોવાએ આપણને ત્રણ રાજાઓને મોઆબીઓના હાથમાં સોંપી દેવા માંટે જ ભેગાં કર્યા છે!”
  • 11 પણ યહોશાફાટે કહ્યું, “અહીં કોઈ યહોવાનો પ્રબોધક નથી કે, જેના માંરફતે આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ?”ઇસ્રાએલના રાજાના એક અમલદારે કહ્યું, “એલિશા અહીં છે, તે શાફાટનો પુત્ર હતો, જે એલિયાની સેવામાં રહેતો હતો.”
  • 12 યહૂદાના રાજાએ કહ્યું, “યહોવા તેના દ્વારા બોલે છે.” આથી ઇસ્રાએલનો રાજા, યહોશાફાટ અને અદોમનો રાજા તેની પાસે ગયા.
  • 13 પણ એલિશાએ ઇસ્રાએલના રાજાને કહ્યું કે, “માંરી પાસે તમાંરું શું છે? તમે તમાંરા માંતા પિતાના જૂઠા પ્રબોધકો પાસે જાઓ.”ઇસ્રાએલના રાજાએ તેને કહ્યું કે, “ના! યહોવાએ અમને ત્રણ રાજાઓને મોઆબીઓના હાથમાં સોંપી દેવા માંટે જ બોલાવ્યા છે!”
  • 14 એલિશાએ કહ્યું, “હું જેમની સેવા કરું છું તે સર્વસમર્થ યહોવાના સમ, યહૂદાના રાજા યહોશાફાટ પ્રત્યે મને માંન છે, તેથી જ હું તમાંરા ભણી જોઉં છું નહિ તો મેં નજર સરખી કરી ના હોત.
  • 15 હવે કોઈ વીણા વગાડનારને માંરી પાસે લઈ આવો.”અને બન્યું એવું કે જ્યારે વીણા વગાડનારે વીણા વગાડવા માંડી એટલે યહોવાની શકિત એલિશામાં આવી.
  • 16 અને તે બોલ્યો, “આ યહોવાનાં શબ્દો છે: આ ખીણને ખાડાંથી ભરી દો.
  • 17 તમે બધા વરસાદ કે પવન જોવા પામશો નહિ; પણ આ કોતર પાણીથી ભરાઈ જશે. અને તેમાં તમે, તમાંરું લશ્કર અને જાનવરો માંટે પીવા પૂરતું પાણી હશે.
  • 18 પણ આ યહોવાની દ્રષ્ટિએ જાણે ઓછું હોય તેમ તે મોઆબને જ તમાંરા હાથમાં સોંપી દેશે.
  • 19 તમે તેમનાં બધાં જ સારા સારા અને કિલ્લેબંદીવાળા નગરોને ભોંયભેગા કરી નાખશો, બધાં જ સારા વૃક્ષોને કાપી નાખશો, બધાં જ ઝરણાંને પૂરી દેશો, અને પ્રત્યેક ખેતરને તેમાં પથ્થર નાખીને નકામાં બનાવી દેશો.”
  • 20 પછી ખરેખર એમ જ થયું. બીજે દિવસે સવારમાં યજ્ઞ કરવાને વખતે અદોમની દિશામાંથી પાણી વહેવા લાગ્યું અને આખો દેશ જળબંબાકાર થઈ ગયો.
  • 21 જયારે મોઆબીઓને ખબર પડી કે ત્રણ રાજાઓ તેમની સાથે યુદ્ધ કરવા આવ્યા છે, ત્યારે હથિયાર ધારણ કરી શકે એવા એકે એક પુખ્ત વયના માંણસને બોલાવવામાં આવ્યો, અને સરહદ પર ગોઠવી દેવામાં આવ્યો.
  • 22 બીજે દિવસે સવારે સૂર્યના લાલ રંગનો પ્રકાશ પાણી પર પડયો એટલે મોઆબીઓને પાણી રકત જેવું દેખાયું!
  • 23 તેઓ બોલી ઊઠયા, “આ તો લોહી છે! રાજાઓ અંદર અંદર લડ્યા હોવા જોઈએ અને તેમણે એકબીજાને કાપી નાખ્યા હોવા જોઈએ. માંટે ચાલો, આપણે તેઓની છાવણીમાં જઈને લૂંટ ચલાવીએ.”
  • 24 પરંતુ જયારે મોઆબીઓ ઇસ્રાએલીની છાવણીએ આવ્યા ત્યારે ઇસ્રાએલીઓએ ઉભા થઇને મોઆબીઓની સામે હુમલો કર્યો અને પછી મોઆબીઓ ત્યાથી ભાગવા લાગ્યા. ઇસ્રાએલીઓએ મોઆબીઓને પૂર્ણ રીતે હરાવ્યા.
  • 25 તેમણે નગરોને ભોંયભેગા કરી નાખ્યાં, દરેક માંણસે એક એક પથ્થર નાખીને દરેક ખેતરને પથ્થરથી ભરી દીધાં. બધા ઝરણાંને તેમણે બંધ કરી દીધા, અને બધાં જ સારા વૃક્ષો કાપી નાખ્યાં, આખરે તેમણે કીર-હરેસેથને ઘેરો ઘાલ્યો અને પથ્થરથી હુમલો કરવા માંટે ગોફણિયાઓનો ઉપયોગ કર્યો.
  • 26 જયારે મોઆબના રાજાએ જોયું કે, યુદ્ધનું પરિણામ પોતાની વિરૂદ્ધ જાય છે, ત્યારે તેણે સાતસો તરવારધારી સૈનિકોને ભેગા કર્યા, અને અદોમના રાજાના સૈનિકોને તોડી પાડવાનો પ્રયાસ કર્યો. જો કે તેના પ્રયત્નોમાં તે સફળ ન થયો.
  • 27 મોઆબના રાજાએ તેના પછી તેનો જયે પુત્ર જે રાજા થવાનો હતો તેને લઇને નગરના કોટ પર તેનું બલિદાન ચઢાવ્યું, આથી ઇસ્રાએલીઓ એટલા તો બેબાકળા બની ગયા કે, તેઓએ પીછે હઠ કરીને પોતાને દેશ પાછા ચાલ્યા ગયા.