wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


2 રાજઓ પ્રકરણ 5
  • 1 અરામના રાજાનો સેનાપતિ નામાંન તેના રાજાનો માંનીતો અને કૃપાપાત્ર માંણસ ગણાતો હતો, કારણ, યહોવાએ એની માંરફતે અરામીઓને વિજય અપાવ્યો હતો. તે વીર યોદ્ધો હતો, પણ તે કોઢથી પીડાતો હતો.
  • 2 અરામના દળો ઇસ્રાએલમાં થઈને પાછાં ફરતાં હતા ત્યારે કેટલાંક બંદીવાનો સાથે એક નાની છોકરીને પણ તેઓ ગુલામ તરીકે પકડી ગયા હતા. તેને નામાંનની પત્નીની દાસી તરીકે રાખવામાં આવી હતી.
  • 3 તેણે પોતાની શેઠાણીને કહ્યું, “હું ઇચ્છું છું કે, ઇશ્વર કરે ને માંરા શેઠ પ્રબોધક પાસે સમરૂનમાં જાય, તેઓ તેના ચામડીના રોગનો ઇલાજ કરશે!”
  • 4 નામાંને જઈને પોતાના રાજાને કહ્યું કે, ઇસ્રાએલ દેશની છોકરી આમ કહે છે.
  • 5 અરામના રાજાએ કહ્યું, “સારું, તું જરૂર જા, હું ઇસ્રાએલના રાજા પર તને પત્ર લખી આપીશ.”આથી નામાંન 10 મણ ચાંદી, 6,000 સોનામહોર અને 10 જોડ પોશાક લઈને સમરૂન જવા ઉપડયો.
  • 6 તેણે ઇસ્રાએલના રાજાને પત્ર આપ્યો, જે નીચે મુજબ હતો, “હું માંરા સેવક નામાંનને તમાંરી પાસે મોકલું છું, તમે એનો ચામડીનો રોગ કોઢ મટાડશો.”
  • 7 જેવો ઇસ્રાએલના રાજાએ પત્ર વાંચ્યો, તે ગભરાઈ ગયો અને પોતાનાં કપડાં એમ કહેતા ફાડી નાખ્યાં, “કે હું તે કંઈ દેવ નથી કે જે મરેલા માંણસને જીવતો કરે? એણેે મને આ માંણસને એનો રોગ મટાડવા માંટે મોકલી આપ્યો છે! જરૂર એ માંરી સાથે યુદ્ધ કરવા માંગે છે!”
  • 8 પણ જ્યારે દેવના માંણસ એલિશાના જાણવામાં આવ્યુ કે ઇસ્રાએલના રાજાએ પોતાનાં વસ્ત્ર ફાડયાં છે, ત્યારે તેણે તેને સંદેશો મોકલ્યો: “તું શા માંટે ગભરાઈ ગયો છે? તું નામાંનને માંરી પાસે મોકલ, એટલે એ જાણશે કે અહીં ઇસ્રાએલમાં યહોવાનો એક સાચો પ્રબોધક છે.”
  • 9 તેથી પોતાના રથો અને માંણસો સાથે નામાંન એલિશા પ્રબોધકના ઘરે ગયો અને તેના બારણા સામે આવીને ઊભો રહ્યો.
  • 10 એલિશાએ અંદર રહીને જ તેને કહેવડાવ્યું કે, ‘તું યર્દન નદીએ જા; અને તેમાં સાત વખત સ્નાન કર, તારો કોઢનો રોગ મટી જશે અને તું શુદ્વ થશે.’
  • 11 પણ નામાંન તો ગુસ્સે થઈને બબડતો બબડતો ચાલ્યો ગયો કે, “હું તો એમ ધારતો હતો કે, તે બહાર આવી માંરી પાસે ઊભો રહી, પોતાના દેવ યહોવાનું નામ લઈ, રોગવાળા ભાગ પર હાથ ફેરવી કોઢ મટાડી દેશે.
  • 12 દમસ્કની નદીઓ અબાનાહ અને ફાર્પાર ઇસ્રાએલની બીજી નદીઓ કરતાં વધારે સારી નથી? તેમાં સ્નાન કરીને હું રોગમુકત ન થઈ શકું? આમ તે પાછો ફરીને ગુસ્સામાં ચાલ્યો ગયો.
  • 13 પણ તેના નોકરોએ તેની પાસે જઈને તેને કહ્યું, “પ્રબોધકે આપને કોઈ મુશ્કેલ કાર્ય કરવા માંટે કહ્યું હોત, તો તમે કર્યુ હોત કે નહિ? તેથી તેની આજ્ઞાને આધીન અવશ્ય થાઓ. જાઓ, સ્નાન કરીને શુદ્વ થાઓ!”
  • 14 આથી તેણે જઈને દેવભકત એલિશાએ કહ્યા પ્રમાંણે યર્દનમાં સાત વખત ડૂબકી માંરી, એટલે તેની ચામડી, બાળકની ચામડી જેવી ચોખ્ખી થઈ ગઈ.
  • 15 ત્યાર પછી તે પોતાના આખા રસાલા સાથે દેવભકત એલિશા પાસે પાછો જઈ તેમની સામે ઊભો રહીને બોલ્યો, “હવે મને ખાતરી થઈ કે; ઇસ્રાએલ સિવાય પૃથ્વી પર કયાંય દેવ નથી; હવે આપ આ સેવકની એક ભેટ સ્વીકારવાની કૃપા કરો.”
  • 16 પણ એલિશાએ કહ્યું, “જે યહોવાનો હું સેવક છું તેના સમ ખાઈને કહું છું કે, હું કોઈ ભેટ સ્વીકારીશ નહિ.”નામાંને તેને કંઈક સ્વીકારવા માંટે આગ્રહ કર્યો, પણ તેણે માંન્યું નહિ,
  • 17 ત્યારે નામાંન બોલ્યો, “આપ ના જ પાડો છો તો આ સેવકને બે ખચ્ચર માંટી આપો, કારણ, હું હવે યહોવા સિવાય બીજા કોઈ દેવને દહનાર્પણ કે યજ્ઞો ચડાવવાનો નથી.
  • 18 માંત્ર આટલી એક બાબતમાં હું યહોવાની ક્ષમાં યાચું છું, અને તે એ કે માંરા રાજા જયારે રિમ્મોન દેવના મંદિરમાં પૂજા કરવા જાય છે, ત્યારે માંરા હાથનો ટેકો લે છે. અને તેઓ ત્યાં પગે લાગે છે. ત્યારે હું પણ પગે લાગું છું. યહોવા, આ સેવકને આટલી ક્ષમાં કરો.”
  • 19 એલિશાએ કહ્યું, “સારું, શાંતિથી જા,”પછી નામાંન સ્વદેશ જવા રવાના થયો.
  • 20 ત્યાં દેવભકત એલિશાના નોકર ગેહઝીએ મનમાં કહ્યું, “શું માંરા શેઠે આ અરામી નામાંનને તે જે ભેટ લાવ્યો તે સ્વીકાર્યા વિના જ એમને એમ જવા દીધો? યહોવાના સમ. હું દોડતો તેની પાછળ જાઉ છું અને તેની પાસેથી કંઈ લઈ આવું છું.”
  • 21 એમ વિચારીને ગેહઝીએ નામાંનની પાછળ દોડતો નીકળી પડયો. જયારે નામાંને તેને પોતાની પાછળ દોડતો જોયો ત્યારે તે રથમાંથી તેને મળવા કૂદી પડયો અને બોલ્યો, “બધું કુશળ તો છે ને?”
  • 22 તેણે કહ્યું, “બધું કુશળ છે. માંરા શેઠે મને મોકલ્યો છે. તેણે કહ્યું કે, ‘એફ્રાઈમના ટેકરી પ્રદેશના પ્રબોધકોના સમૂહમાંથી બે યુવાનો હમણાં જ આવ્યા છે, તેમને લગભગ 34 કિલો ચાંદી અને બે જોડી કપડાં જોઇએ છે.”
  • 23 નામાંને કહ્યું, “જરૂર; ખુશીથી 68 કિલો લઈ જાઓ.” આ રીતે નામાંને તેને ખૂબ કિંમતી એવાં બે જોડ વસ્ત્રો આપ્યાં, અને બે થેલામાં લગભગ 68 કિલો ચાંદી આપી તે તેણે તેના નોકરોના માંથે ચઢાવી; અને તેઓ ગેહઝીએની આગળ ચાલવા લાગ્યા.
  • 24 જયારે ગેહઝીએ એલિશા રહેતો હતો તે ટેકરી પર પહોંચ્યો, ત્યારે તેણે પેલા બે માંણસો પાસેથી વસ્તુઓ લઈને ઘરમાં મૂકી દઈ તેમને મોકલી દીધા, પછી તેઓ વિદાય થયા.
  • 25 જયારે તે અંદર જઈને પોતાના શેઠની આગળ ઊભો રહ્યો ત્યારે અલિશાએ કહ્યું, “ગેહઝીએ, તું કયાં ગયો હતો?”ગેહઝીએ કહ્યું, “કયાંય નહિ.”
  • 26 પણ એલિશાએ કહ્યું, “જયારે રથમાંથી કૂદીને કોઇ તમને મળવા આવ્યું, ત્યારે માંરો આત્માં તમાંરી સાથે નહોતો? આ કંઈ ભેટ લેવાનો પ્રસંગ છે? આ કંઈ પૈસા, કપડાં, જેતૂનની વાડીઓ, અને દ્રાક્ષની વાડીઓ ઘેટાં અને બળદો તથા દાસ અને દાસીઓ લેવાનો પ્રસંગ છે?
  • 27 એથી નામાંનનો કોઢ તને અને તારા વંશજોને કાયમનો વળગશે.”તે ક્ષણે જ ગેહઝીને તરત જ કોઢ ફૂટી નીકળ્યો, અને તેની ચામડી હિમ જેવી સફેદ થઈ ગઈ અને તે એલિશાથી દૂર ચાલ્યો ગયો.