wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


પુનર્નિયમ પ્રકરણ 7
  • 1 “તમે જે ભૂમિનો કબજો લેવા માંટે જઈ રહ્યા છો ત્યાં તમને તમાંરા દેવ યહોવા લઈ જશે અને તમાંરા માંટે અનેક પ્રજાને તે હાંકી કાઢશે, એટલે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ, અને યબૂસીઓ, આ સાત રાષ્ટો તમાંરાં કરતાં મોટા અને શકિતશાળી છે. પણ તે તેઓને હાંકી કાઢશે.
  • 2 તમાંરા દેવ યહોવા એ પ્રજાઓને તમાંરે હવાલે સોંપી દેશે. અને તમે તેમનો પરાજય કરશો, તે વખતે તમાંરે તેમનો પૂર્ણ વિનાશ કરવો. તમાંરે તેમની સાથે દયા રાખવી નહિ કે કરાર કરવો નહિ.
  • 3 તમે તેઓની સાથે લગ્નવ્યવહાર ન રાખો. તમાંરા પુત્રોને તેઓની પુત્રીઓ સાથે કે તમાંરી પુત્રીઓને તેઓના પુત્રો સાથે પરણાવશો નહિ.
  • 4 કારણ તે લોકો તમાંરા સંતાનોને યહોવાની પૂજા કરતાં બીજે વાળશે, અને તેઓ બીજા દેવ દેવીઓને પૂજવાનું શરૂ કરશે, પછી યહોવા તમાંરા પર રોષેે ભરાશે અને સત્વરે તમાંરો નાશ કરશે.
  • 5 “પરંતુ તમાંરે તે લોકો સાથે આ પ્રમાંણે વર્તવું: તેમની વેદીઓને તોડી પાડવી, તેમના સ્તંભોને ભાંગી નાખવા, તેઓની ધિક્કારપાત્ર પ્રતિમાંઓને તોડી નાખવી અને તેમની મૂર્તિઓને બાળી નાખવી.
  • 6 તમે તમાંરા યહોવા દેવને અપિર્ત થયેલા પવિત્ર લોકો છો. તમાંરા દેવ યહોવાએ પૃથ્વી પરની બીજી બધી પ્રજાઓમાંથી તમને જ પોતાના ખાસ લોકો થવા માંટે પસંદ કરેલા છે.
  • 7 તમે અન્ય કોઈ પણ પ્રજા કરતાં સંખ્યાંબળમાં વધારે હતા માંટે યહોવાએ તમને પસંદ કર્યા નથી, તમે બધાં રાષ્ટોમાંનાં સૌથી નાના હતા.
  • 8 પરંતુ યહોવાને તમાંરા પર પ્રેમ હતો અને તમાંરા પિતૃઓને-વડવાઓને આપેલા વચનનું પાલન કરવું હતું, માંટે તે તમને ગુલામીના દેશમાંથી, મિસરના રાજા ફારુનના હાથમાંથી પ્રચંડ ભૂજબળથી છોડાવી લાવ્યો હતો.
  • 9 “તેથી તમાંરે સમજી લેવું જોઈએ કે ફકત યહોવા જ તમાંરા દેવ છે, એ જ માંત્ર સાચા વિશ્વાસુ દેવ છે. તે પોતાનો કરાર હજારો પેઢીઓ સુધી રાખે છે, અને જેઓ તેના પર પ્રેમ રાખે છે અને તેની આજ્ઞાઓનું પાલન કરે છે, તેમના પર કરુણા રાખે છે.
  • 10 પરંતુ જેઓ તેમનો તિરસ્કાર કરે છે તેઓ જાહેરમાં શિક્ષા ભોગવશે અને નાશ પામશે, જે કોઈ તેમનો તિરસ્કાર કરે છે તેમનો બદલો લેવામાં તે ઘડીનોય વિલંબ નહિ કરે.
  • 11 આથી આ બધી આજ્ઞાઓ જે હું આજે તમને જણાવું છું. તે આ કાયદાઓ અને નિયમોનું તમાંરે પાલન કરવું,
  • 12 “જો તમે લોકો આ કાયદાઓ, નિયમો અને આજ્ઞાઓ ધ્યાનથી સાંભળશો અને ખૂબ કાળજીપૂર્વક તેનું પાલન કરશો, તો તમાંરા દેવ યહોવા તમાંરા પિતૃઓ સાથેે કરેલા કરાર પાળશે અને તમાંરા પર કરુણા દર્શાવશે.
  • 13 તે તમાંરી સાથે પ્રેમ કરશે અને શુભ આશીર્વાદ આપશે અને તમાંરો વંશવેલો વધારશે, જે ભૂમિ તમને આપવાની એમણે તમાંરા પિતૃઓ સમક્ષ સમ ખાધા હતા તે ભૂમિમાં તે તમને આશીર્વાદ આપશે; તે તમને પુષ્કળ સંતતિ, અને ભૂમિની પેદાશ, અનાજ, દ્રાક્ષારસ અને તેલ, તથા ઢોર અને ઘેટાંબકરાં આપશે.
  • 14 “પૃથ્વી પરની બધી પ્રજાઓ કરતાં તમે વિશેષ આશીર્વાદિત થશો, તમાંરા લોકોમાં તેમ જ તમાંરાં ઢોરમાં કોઈ નિ:સંતાન નહિ રહે.
  • 15 યહોવા તમાંરી બધી બિમાંરીઓ લઈ લેશે, મિસરમાં જે ખરાબ રોગોનો તમને અનુભવ થયો હતો, તેમાંનો કોઈ એ તમને નહિ થવા દે, પણ તમાંરા દુશ્મનોને એ રોગોનો ભોગ બનાવશે.
  • 16 યહોવા તમાંરા દેવ તમને જે બધી પ્રજાઓને સોંપવાના છે, તેઓનો નાશ કરો. તેઓના પ્રત્યે સહાનુ-ભૂતિ ન અનુભવો અને તેઓના દેવોને ન પૂજો, જો તમે તેમ કરશો તો તમે ફસાઇ જશો.
  • 17 “કદાચ તમને એવો વિચાર આવે કે, ‘આ પ્રજાઓ તો અમાંરા કરતાં ઘણી તાકતવર છે; અમે તેમને શી રીતે કાઢી શકીએ?’
  • 18 પરંતુ તમે તેમનાથી ગભરાશો નહિ, તમાંરા યહોવા દેવે ફારુન તથા મિસર દેશના જે હાલ કર્યા હતા તેનું સ્મરણ કરવું.
  • 19 યહોવા તેમના પર જે ભયાનક આફતો લાવ્યા તે યાદ કરો. તમેે તમાંરી જાતે તે બનતા જોયું હતું. મિસરમાંથી તમને મુકત કરાવવા માંટે દેવે પોતાના પ્રચંડ બળ અને સાર્મથ્યનો ઉપયોગ કરીને જે પરચો બતાવ્યો હતો અને અદૃભૂત કૃત્યો કર્યા હતા તે યાદ કરો. તમે જે લોકોથી ડરો છો તેઓની સામે યહોવા દેવ એવું જ બળ વાપરશે.
  • 20 “જે લોકો તમાંરાથી સંતાઈ ગયા હશે અને ભાગી ગયા હશે તેઓ વિરુદ્ધ યહોવા તમાંરા દેવ ભમરાં મોકલશે.
  • 21 એ પ્રજાથી તમે જરાય ડરશો નહિ. કારણ કે, તમાંરા દેવ યહોવા તમાંરી વચ્ચે છે; અને તે તો મહાન અને ભયંકર દેવ છે.
  • 22 તે ધીમે ધીમે તમાંરી આગળથી એ પ્રજાઓને હાંકી કાઢશે; એક સામટો તેઓનો ઉચ્છેદ નહિ કરે. કારણ કે, કદાચ જંગલી પશુઓ વધી જાય અને તમને હેરાન કરે.
  • 23 તમાંરા દેવ યહોવા એ લોકોને તમાંરા હવાલે કરશે, જ્યાં સુધી તેઓ નાશ ન પામે ત્યાં સુધી તે તેઓને યુદ્ધમાં ગભરાતા કરશે.
  • 24 યહોવા તેઓના રાજાઓને તમાંરા હાથમાં સુપ્રત કરશે અને તમે લોકો પૃથ્વી પરથી તેમનું નામોનિશાન સમાંપ્ત કરી દેશો. તેમનો નાશ કરતાં સુધી કોઈ તમાંરો સામનો કરી શકશે નહિ.
  • 25 “તમે લોકો તેઓની મૂર્તિઓને બાળી મૂકો. એ મૂર્તિઓ ઉપરના સોનાચાંદીના મોહમાં પડીને તે ધાતુઓને અડકશો નહિ. જો તમે તે ધાતુઓને લેશો તો તે તમાંરા માંટે ફાંદારૂપ બનશે, કારણ, તમાંરા દેવ મૂર્તિપૂજાને ધિક્કારે છે.
  • 26 માંટે તમાંરે ધિક્કારપાત્ર કોઈ પણ મૂર્તિને તમાંરા ઘરમાં લાવવી નહિ, અને તેની પૂજા કરવી નહિ, જો તમે એમ કરશો તો મૂર્તિની જેમ તમાંરો પણ નાશ થશે. માંટે તમે તેને ધિક્કારો, તે શ્રાપિત વસ્તુ છે.