wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


પુનર્નિયમ પ્રકરણ 19
  • 1 “જે પ્રજાઓની ભૂમિ તમાંરા દેવ યહોવા તમને આપે, અને તમાંરા દ્વારા ત્યાં રહેતી પ્રજાઓને હાંકી કાઢી તેમનો નાશ કરે, ત્યારબાદ તમે તેનો કબજો મેળવી તેઓનાં નગરોમાં અને ઘરોમાં વસવાટ કરો.
  • 2 ત્યારે તમાંરે તેમાંનાં ત્રણ નગરોને આશ્રયનગરો તરીકે અલગ રાખવાં.
  • 3 તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપે છે તેને ત્રણ વિભાગોમાં વહેંચી નાખજો અને તે દરેકમાં એક નગર પસંદ કરો. કોઈ વ્યકિત જેણે અજાણતાં બીજી વ્યકિતનું ખૂન કર્યુ હોય તો તે સુરક્ષા માંટે તે શહેરમાં દોડ્યો જાય. અને આ નગરમાં લઈ જતા બધા રસ્તાઓ સારી સ્થિતિમાં રાખવા.
  • 4 “જો કોઈ વ્યકિત બીજી વ્યકિતને અજાણતા અથવા, પહેલાંના કોઈ વેર વગર, માંરી નાખે અને પછી આમાંના કોઇ એક શહેરમાં આશ્રય લે તો તેનો જીવ બચી રહે,
  • 5 કોઈ વ્યકિત પોતાના પડોશી સાથે જંગલમાં લાકડાં કાપવા જાય, અને ત્યાં લાકડાં કાપતાં કાપતાં કુહાડો હાથમાંથી છટકીને અન્ય વ્યકિતને વાગે અને એનું મૃત્યુ થાય, અને એવો ખૂની આ ત્રણ શહેરમાંથી કોઈમાં આશ્રય લે, તો તેનો જીવ બચી રહે.
  • 6 એમ બને કે બદલો લેવા માંટે મરનારનો નજીકનો સગો ગુસ્સાથી તેની પાછળ દોડે, તે આ ખાસ શહેર પહોચે તે પહેલા પકડી લે અને માંરી નાખે કારણ કે તે ઘણુ દુર છે. આમ નિર્દોષ વ્યકિતનું લોહી વહેવડાવાય કારણ કે એ ખૂની દેહાંતદંડને પાત્ર ન હતો. તેણે જે માંણસને માંરી નાખ્યો તે તેને ઘૃણા કરતો ન હતો.
  • 7 તેથી હું જણાવું છું તે મુજબ તમાંરે એ ત્રણે નગરો એકબીજાથી અમુક અંતરે રાખવાં.
  • 8 “અને જયારે તમાંરા દેવ યહોવા, તમાંરા પિતૃઓને આપેલા વચન પ્રમાંણે, તમાંરી સરહદો વધારે અને વચન મુજબ સમગ્ર દેશ તમને સુપ્રત કરે.
  • 9 યારે તમાંરે આ ત્રણ શહેરમાં બીજા ત્રણ શહેરોનો ઉમેરો કરવો. (જો તમે આજે હું તમને લોકોને જે આજ્ઞાઓ કરું છું તે બધાનું તમે પાલન કરશો અને તમાંરા દેવ યહોવા પર પ્રેમભાવ રાખીને હંમેશા તેને માંગેર્ ચાલશો તો તે તમને એ દેશ આપશે.)
  • 10 આ રીતે તમે યહોવાએ તમને જે ભૂમિ આપી છે તેમાં નિદોર્ષ લોકોના લોહી વહેતાં અટકાવી શકશો અને એ અન્યાયી રકતપાત માંટે તમે દોષિત ગણાશો નહિ.
  • 11 “પરંતુ જો કોઈ વ્યકિત પોતાના પડોશીની ઇર્ષ્યા કરે કે દ્વેષ રાખે અને લાગ તાકીને છુપાઈ રહે અને તેને તક મળતાં તેના પડોશીની હત્યા કરી નાખે અને પછી આ ત્રણ નગરોમાંથી કોઈ એકમાં આશ્રય લે,
  • 12 તો તેના પોતાના નગરના આગેવાનોએ તેને પકડાવી મંગાવવો અને તેને મરનારના નજીકના સગાંને સુપ્રત કરવો પછી તે તેની હત્યા કરે.
  • 13 તેવા ગુનેગાર પ્રત્યે લેશ માંત્ર દયા બતાવવી નહિ. અને ઇસ્રાએલમાંથી તમાંમ ખૂનીઓનું કાસળ કાઢી નાખશો તો જ શાંતિ અને સુખથી રહી શકશો.
  • 14 “તમાંરા દેવ યહોવાએ તમને સોંપેલા પ્રદેશમાં, પહેલાંના સમયમાં પૂર્વજોએ નક્કી કરેલી તમાંરા પડોશીઓની સરહદ હઠાવશો નહિ.
  • 15 “કોઈ એક જ વ્યકિતની સાક્ષીને આધારે કોઈને દોષિત ન ઠરાવી શકાય. ગુનેગાર સાબિત કરવા માંટે બે કે ત્રણ સાક્ષીઓની જુબાની આવશ્યક છે.
  • 16 “જો કોઈ વેરવૃત્તિવાળો સાક્ષી કોઈ માંણસને ઇજા કરવા પ્રયત્ન કરે અને તેણે ન જોયું હોય છતાં તેવી સાક્ષી આપે કે તેણે માંણસને કઇ ખોટું કરતા જોયો છેં,
  • 17 તો એ બંને પક્ષકારોને યહોવાના મંદિરમાં યાજકો અને તે સમયના ન્યાયાધીશો સમક્ષ ન્યાય માંટે ઊભા કરવા.
  • 18 ન્યાયાધીશોએ કાળજીપૂર્વક નિષ્પક્ષ તપાસ કરવી, અને જો આરોપ મૂકનાર સાક્ષી ખોટો છે એમ પુરવાર થાય,
  • 19 તો એણે જે શિક્ષા સામી વ્યકિતને કરવા ધારી હતી તે શિક્ષા તેને કરવામાં આવે, આ રીતે તમાંરે એ અનિષ્ટનું કાસળ કાઢી નાખવું.
  • 20 એટલે બાકીના જેમ જેમ આ જાણશે તેમ તેમ ગભરાઇને ચાલશે; અને ભવિષ્યમાં તમાંરા લોકોમાં કોઈ આવું અધમ કાર્ય કરીને ખોટી સાક્ષી આપતા બીશે.
  • 21 “ખોટી સાક્ષી આપનાર વ્યકિતના પ્રતિ તમાંરે જરાય દયા દર્શાવવી નહિ. જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાત, હાથને બદલેે હાથ અને પગને બદલે પગ લેવો. આવા કિસ્સાઓમાં તમાંરા લોકો માંટે આ નિયમ છે.