- 1 અહાશ્વેરોશ રાજાએ રાજ્યના સર્વ પ્રદેશો પર તથા સમુદ્રના ટાપુઓ ઉપર કર નાખ્યા.
- 2 તેના મહાન શૌર્યનાઁ તથા તેના સાર્મથ્યનાઁ સર્વ કૃત્યો, તથા જે ઉચ્ચ પદવીએ રાજાએ મોર્દખાયને ચઢાવ્યો હતો તેની સંપૂર્ણ માહિતી ઇરાનના તથા માદાયના રાજાઓનાં કાળવૃત્તાંતોના પુસ્તકોમાં લખેલી છે.
- 3 યહૂદી મોર્દખાયનો દરજ્જો રાજા પછીનો હતો. યહૂદીઓમાં તે આદર પાત્ર બન્યો અને ઘણો લોકપ્રિય હતો. કારણ કે તેણે પોતાના લોકોના ભલા માટે પરિશ્રમ કર્યો અને તેમની કાળજી રાખી. તેણે બધાં યહૂદીઓ માટે શાંતિ લાવી હતી.
Esther 10
- Details
- Parent Category: Old Testament
- Category: Esther
એસ્તેર પ્રકરણ 10