wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


નિર્ગમન પ્રકરણ 1
  • 1 યાકૂબે પોતાના પુત્રો તથા પુત્રોના પરિવાર સહિત મિસરની યાત્રા કરી. ઇસ્રાએલના પુત્રોનાં નામ આ પ્રમાંણે છે:
  • 2 રૂબેન, શિમયોન, લેવી અને યહૂદા;
  • 3 ઈસ્સાખાર, ઝબુલોન અને બિન્યામીન;
  • 4 દાન અને નફતાલી, ગાદ અને આશેર.
  • 5 યાકૂબના પોતાના કુલ સિત્તેર વંશજો હતા. યૂસફ યાકૂબના બાર દીકરામાંથી એક હતો, વળી તે પહેલેથી મિસરમાં જ હતો.
  • 6 ત્યારબાદ સમય જતાં યૂસફનું અવસાન થયું. પછી તેના બધાજ ભાઈઓ અને તે આખી પેઢીના માંણસો અવસાન પામ્યા.
  • 7 પરંતુ ઇસ્રાએલની વસ્તીમાં અનહદ વધારો થતો જ રહ્યો. તેઓની સંખ્યા પુષ્કળ વધી અને તેઓ એટલા બધા શક્તિશાળી બન્યા કે સમગ્ર દેશમાં તેઓ છવાઈ ગયા.
  • 8 હવે મિસરમાં એક નવા રાજાનું શાસન શરૂ થયું. તે વ્યક્તિને યૂસફ વિષે કશી જ ખબર નહોતી.
  • 9 તે રાજાએ પોતાની પ્રજાને કહ્યું, “ઇસ્રાએલની, પ્રજાને જુઓ, તેમની વસ્તિ પુષ્કળ છે, અને આપણા લોકો કરતાં તે વધુ શક્તિશાળી છે.
  • 10 માંટે હવે આપણે તેમની વિરુદ્ધ કોઈ ચોક્કસ યોજના ઘડવી જોઈએ. જેથી તેઓમાં વધારો થતો અટકી જાય. નહિ તો યુદ્ધ ફાટી નીકળે ત્યારે તેઓ આપણા દુશ્મનો સાથે ભળી જઈને આપણી સામે લડશે અને આપણા દેશમાંથી ભાગી જશે.”
  • 11 એટલા માંટે તેમણે મજૂરી કરાવીને ઇસ્રાએલીઓને દબાવવા માંટે તેમના ઉપર મુકાદમો નીમ્યા. આ રીતે ઇસ્રાએલીઓએ ફારુનને માંટે પીથોમ અને રામસેસ નગરો વખારો માંટે બાંધ્યાં.
  • 12 પણ જેમ જેમ તેમના પર ત્રાસ વધતો ગયો તેમ તેમ તેમની વૃદ્ધિ થતી ગઈ. વિસ્તાર વધતો ગયો અને મિસરના લોકો ઇસ્રાએલી લોકોથી વધારેને વધારે ભયભીત થવા લાગ્યા.
  • 13 આથી તે લોકોએ ઇસ્રાએલીઓ પાસે ચાકરની જેમ સખત મજૂરી કરાવવા માંડી.
  • 14 તેમની પાસે બધીજ જાતની કાળી મજૂરી કરાવવા માંડી. ઈંટ અને ચૂનો પાડવાના તથા ખેતરમાં બધીજ જાતનાં સખત કામો કરાવીને તેમનું જીવન અસહ્ય બનાવી દીઘું.
  • 15 ત્યાં શિફાહ અને પૂઆહ નામની બે હિબ્રૂ દાયણો હતી. તે હિબ્રૂ દાયણોને મિસરના રાજાએ કહ્યું:
  • 16 “જ્યારે તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા માંટે ખાટલા પાસે જાઓ ત્યારે તેમનાં સંતાનની જાતિ પર ધ્યાન રાખો; છોકરો હોય તો તેને માંરી નાખવો, અને જો છોકરી હોય તો તેને જીવતી રહેવા દેવી.”
  • 17 પરંતુ દાયણો દેવથી ડરીને ચાલનારી અને દેવમાં વિશ્વાસ કરતી હતી, એટલે તેણે મિસરના રાજાની આજ્ઞાનું પાલન ન કરતાં તેઓ છોકરાઓને જીવતા રહેવા દેતી.
  • 18 તેથી મિસરના રાજાએ દાયણોને બોલાવીને કહ્યું, “તમે આવું શા માંટે કર્યું? તમે લોકોએ છોકરાઓને શા માંટે જીવતા રહેવા દીધા?”
  • 19 ત્યારે દાયણોએ ફારુનને કહ્યું, “હિબ્રૂ સ્ત્રીઓ મિસરી સ્ત્રીઓ જેવી નથી. તેઓ સશકત અને ખડતલ હોય છે તેથી દાયણના આવતાં પહેલાં જ બાળકને જન્મ આપી દે છે.”
  • 20 તેથી દેવે એ દાયણોનું ભલું કર્યું.
  • 21 અને હિબ્રૂ પ્રજા પણ સંખ્યામાં અને શક્તિમાં વૃદ્ધિ પામતી રહી.દાયણો દેવથી ડરીને ચાલતી હતી એટલે તેણે તેમને કુટુંબકબીલાવાળી ઘરવાળી બનાવી.
  • 22 એટલા માંટે ફારુને પોતાના બધા લોકોને આજ્ઞા કરી કે, “હિબ્રૂઓને જન્મેલા પ્રત્યેક છોકરાને નદીમાં ફેંકી દેવા, પણ છોકરીઓને જીવતી રહેવા દેવી.”