wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


યર્મિયાનો વિલાપપ્રકરણ 18
  • 1 મને ફરી યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:
  • 2 “ઇસ્રાએલમાં લોકો શા માટે આ કહેવતનો ઉપયોગ વારંવાર કરે છે?“મા-બાપે ખાટી દ્રાક્ષ ખાધી અને દાંત છોકરાઓના ખટાઇ ગયા.”
  • 3 યહોવા મારા માલિક કહે છે: “હું મારા નામના સમ ખાઇને કહું છું કે, હવેથી ઇસ્રાએલ દેશમાં આ કહેવતનો ઉપયોગ થશે નહિ.
  • 4 એકેએક જીવ મારો છે. પિતા અને પુત્ર બંને મારે માટે સરખા છે. જે માણસે પાપ કર્યું હશે તે જ મૃત્યુ પામશે.
  • 5 “કોઇ સારો માણસ હોય, તે ન્યાય અને ધર્મ પ્રમાણે વર્તતો હોય.
  • 6 ઇસ્રાએલીઓની મૂર્તિઓની પૂજા કરતો ન હોય કે તેમનાં થાનકોમાં જઇને પ્રસાદ લેતો ન હોય, પડોશી સ્ત્રીને ષ્ટ કરતો ન હોય કે રજસ્વલા સાથે વ્યભિચાર ન કરતો હોય,
  • 7 વળી તે કોઇના પર જુલમ ગુજારતો ન હોય, ચોરી કરતો ન હોય; દેણદારે ગીરો મૂકેલી વસ્તુ પાછી આપતો હોય; ભૂખ્યાંને અન્ન અને વસ્ત્રહીનને વસ્ત્ર આપતો હોય,
  • 8 વ્યાજખોરી કરતો ન હોય, દુરાચારથી દૂર રહેતો હોય, માણસ- માણસ વચ્ચે પક્ષપાત કરતો ન હોય,
  • 9 મારી સૂચનાઓને જે અનુસરે છે અને મારા કાયદાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે એવો માણસ ખરેખર સદાચારી છે, અને તે જરૂર જીવશે.” આ સર્વસમર્થ યહોવાના વચનો છે.
  • 10 “પરંતુ જો તેનો પુત્ર લૂંટારો અથવા ખૂની હોય અને આમાંનું કોઇ પણ પાપ કરે,
  • 11 અને પિતાએ કદી કર્યું ન હોય એવું બધું કરતો હોય; પર્વતો પર જઇને જૂઠી મૂર્તિઓની પૂજા કરતો હોય, તથા પડોશીની પત્ની સાથે વ્યભિચારમાં ડૂબેલો હોય,
  • 12 ગરીબો અને નિરાધારો પર ત્રાસ કરતો હોય, લૂંટ કરતો હોય, પોતાના દેણદારોની ગીરો મૂકેલી વસ્તુ પાછી ન આપતો હોય, મૂર્તિઓ પર ષ્ટિ રાખી તેઓની પૂજા કરતો હોય,
  • 13 પોતાનાં નાણાં વ્યાજે આપતો હોય અને આકરું વ્યાજ લેતો હોય, તો શું તે જીવશે? ના, તે નહિ જીવે. તે તેનાં બધાં દુષ્કૃત્યોને લીધે માર્યો જશે. પોતાના પાપનું ફળ પોતે જ ભોગવવું પડશે.
  • 14 “પરંતુ જો આ માણસનો પુત્ર હોય અને તે પોતાના પિતાની દુષ્ટતા અને પાપો જોતો હોય પણ તે પ્રમાણે કરતો ન હોય.
  • 15 પર્વતો પર મૂર્તિઓની આગળ ઉજાણીમાં જોડાતો ન હોય કે ઇસ્રાએલ પ્રજાની મૂર્તિઓ તરફ ષ્ટિ કરતો ન હોય અને પડોશીની સ્ત્રી સાથે વ્યભિચાર કરે નહિ,
  • 16 કોઇના પર ત્રાસ કરે નહિ, ન્યાયપૂર્વક વર્તતો હોય, ગીરવે મૂકેલી વસ્તુઓ તેના દેણદારોને પાછી આપતો હોય અને તેમને લૂંટતો ન હોય, પણ ભૂખ્યાઓને અન્ન અને જરૂરીયાતવાળાને વસ્ત્રો આપતો હોય.
  • 17 દુરાચારથી દૂર રહે છે, વ્યાજખોરી કરતો નથી, મારી આજ્ઞાઓ અનુસાર ચાલે છે અને મારા નિયમો પાળે છે; તો એને એના પિતાના પાપો માટે મરવું નહિ પડે; એ જરૂર જીવશે.
  • 18 પરંતુ એના પિતાએ અન્યાય ગુજાર્યો હતો, ચોરી કરી હતી અને પોતાના લોકોનું ભૂંડું કર્યું હતું. એટલે તેને તો પોતાનાં પાપને કારણે મરવું જ પડશે.
  • 19 “છતાં તમે પૂછો છો શા માટે પિતાનાં પાપોની શિક્ષામાં પુત્ર ભાગીદાર નથી?’ પુત્રે જે યોગ્ય છે તે કર્યું છે અને ખૂબ કાળજીપૂર્વક મારા નિયમોનું પાલન કર્યું છે, તેથી તે જરૂર જીવતો રહેશે.
  • 20 જે માણસ પાપ કરશે તે મરણ પામશે. પુત્રને તેના પિતાનાં પાપોની શિક્ષા થશે નહિ, કે પિતાને પોતાના પુત્રના પાપોની શિક્ષા થશે નહિ. ન્યાયી માણસને પોતાની ભલાઇનો અને દુષ્ટ માણસને પોતાની દુષ્ટતાનો બદલો મળશે.
  • 21 “પરંતુ જો કોઇ દુર્જન પાપનો માર્ગ છોડી દે અને મારા બધા નિયમોનું પાલન કરે અને ન્યાય અને નીતિમત્તાને માગેર્ ચાલે તો તે જરૂર જીવશે, તે મરશે નહિ;
  • 22 તેણે કરેલા કોઇ પાપો સંભારવામાં આવશે નહિ, એ એનાં પુણ્યકમોર્ને કારણે જીવશે.”
  • 23 “કોઇ દુષ્ટ માણસના મૃત્યુથી મને કઇં થોડો આનંદ આવે? મને તો ઉલટું એ જ ગમે કે તે દુષ્ટતાનો માર્ગ છોડી દે અને જીવે.” આ યહોવા મારા માલિકના વચન છે.
  • 24 “તેમ છતાં જો કોઇ ન્યાયી માણસ પાપી જીવન તરફ પાછો ફરે અને બીજા પાપીઓની જેમ વતેર્ તો શું તે જીવતો રહેશે? ના સાચે જ તે જીવશે નહિ. તેણે કરેલા ભૂતકાળના સર્વ ભલાઇના કાર્યો સંભારવામાં આવશે નહિ. અને તે પોતાના પાપોને કારણે મૃત્યુ પામશે.”
  • 25 દેવ કહે છે, “છતાં તમે કહો છો કે, ‘યહોવા અન્યાય કરે છે.’ હે ઇસ્રાએલીઓ સાંભળો; અન્યાય હું કરું છું કે તમે કરો છો?
  • 26 જો કોઇ સારો માણસ પોતાની નીતિમત્તાને છોડીને પાપ કરે છે અને મૃત્યુ પામે છે તો તેણે પોતે કરેલાં પાપને કારણે જ તે મૃત્યુ પામે છે.
  • 27 અને જો કોઇ માણસ પોતાની ભૂંડાઇથી પાછો ફરે અને મારા નિયમો પાળે તથા પ્રામાણિકપણે વતેર્ તો તે પોતાનો જીવ બચાવશે.
  • 28 તેણે વિચાર કરીને પોતાનાં પાપોથી પાછા ફરવાનો અને સારું જીવન જીવવાનો નિર્ણય કર્યો છે; તેથી તે જરૂર જીવશે, તે મૃત્યુ પામશે નહિ.”
  • 29 છતાં તમે ઇસ્રાએલીઓ કહો છો કે, “યહોવા અન્યાય કરે છે,”દેવ કહે છે, “હે ઇસ્રાએલના લોકો, અન્યાય તમે કરો છો, હું નહિ.
  • 30 એટલે, ઓ ઇસ્રાએલીઓ, હું યહોવા મારા માલિક, તમને કહું છું કે, હું, તમારો દરેકનો તેના વર્તન ઉપરથી ન્યાય કરીશ.
  • 31 હૃદય પરિવર્તન કરો, પાપનો માર્ગ છોડી દો, નહિ તો પાપ તમારો વિનાશ કરશે. તમારા બધાં પાપોને ફગાવી દો, નવું હૃદય અને નવો આત્મા પ્રાપ્ત કરો. હે ઇસ્રાએલીઓ, તમે શાને માટે મરવા માંગો છો?
  • 32 કોઇનુંય મૃત્યુ થાય તે જોઇને મને આનંદ થતો નથી, માટે હૃદય પરિવર્તન કરો અને જીવો.” આ યહોવા મારા માલિકના વચન છે.