wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


ઊત્પત્તિ પ્રકરણ 18
  • 1 પછી ફરીથી યહોવા ઇબ્રાહિમ આગળ માંમરેનાં એલોનવૃક્ષો પાસે પ્રગટ થયા. તે દિવસે બપોરે, ઇબ્રાહિમ તેના તંબુના પ્રવેશદ્વાર આગળ બેઠો હતો.
  • 2 ઇબ્રાહિમે આંખ ઊંચી કરીને જોયું, તો પોતાની સામે ત્રણ માંણસોને ઊભેલા જોયા. તે તેમની પાસે દોડતો દોડતો ગયો અને તેઓને પ્રણામ કર્યા.
  • 3 ઇબ્રાહિમે કહ્યું, “માંરા સ્વામી, જો માંરા પર આપની કૃપાદૃષ્ટિ હોય, તો આ સેવકની સાથે થોડીવાર ઊભા રહો.
  • 4 હું તમાંરા લોકોના ચરણો ધોવા માંટે પાણી લાવું છું. તમે પેલા વૃક્ષ નીચે આરામ કરો.
  • 5 હું તમાંરા લોકો માંટે થોડું ભોજન લાવું છું. આપની ઈચ્છા હોય તેટલું આપ ખાઓ, તાજા થાઓ અને પછી તમે લોકો આગળની યાત્રાનો આરંભ કરો.”ત્રણેએ કહ્યું, “હા, એ ઘણું સારું છે. તું જેમ કહે છે તેમ ભલે કર.”
  • 6 ઇબ્રાહિમ ઉતાવળો ઉતાવળો તંબુમાં ગયો અને સારાને કહ્યું, “ઝટપટ ત્રણ માંપિયાં ઝીણો મેંદાનો લોટ લઈને ગૂંદીને રોટલી બનાવી નાખ.”
  • 7 પછી ઇબ્રાહિમ ઢોરના ધણ તરફ દોડતો દોડતો ગયો અને એક કુમળું વાછરડું લાવીને તેણે નોકરોને આપ્યો અને કહ્યું, “તમે આ વાછરડાને વધેરી ભોજન તૈયાર કરો.”
  • 8 પછી ઇબ્રાહિમ એ ત્રણેય ને ભોજન માંટે માંસ આપ્યું. અને દૂધ દહીં પણ પીરસ્યાં, જયાં સુધી એ ત્રણે જણ ખાતાં રહ્યાં ત્યાં સુધી ઇબ્રાહિમ તેમની પાસે વૃક્ષ નીચે ઊભો રહ્યો.
  • 9 તે વ્યકિતઓએ ઇબ્રાહિમને કહ્યું, “તારી પત્ની સારા કયાં છે?” ઇબ્રાહિમે કહ્યું, “તે તંબુમાં છે.”
  • 10 ત્યારે યહોવાએ કહ્યું, “હું વસંતમાં આવતા વરસે પાછો આવીશ. તે સમયે તારી પત્ની સારા એક બાળકને જન્મ આપશે.”સારા તંબુમાં બારણા પાસે ઊભી રહીને આ વાતો સાંભળતી હતી.
  • 11 ઇબ્રાહિમ અને સારા ઘણા વૃદ્વ થઈ ગયા હતા. સારાનો તો સ્ત્રીધર્મ પણ બંધ થઈ ગયો હતો.
  • 12 એટલે સારા મનોમન હસી. તેને પોતાના પર વિશ્વાસ ન રહ્યો, તેણે પોતાની જાતને કહ્યું, “હું અને માંરો પતિ બંન્ને વૃદ્વ છીએ. હું બાળકને જન્મ આપવા માંટેની ઉમર વટાવી ચૂકી છું.”
  • 13 યહોવાએ ઇબ્રાહિમને કહ્યું, “સારા હસીને કેમ બોલી કે, ‘મને બાળક જન્મશે ખરું?” હું તો ઘરડી થઈ છું!”
  • 14 શું યહોવાને માંટે કશું અસંભવ છે? નહિ, હું ફરી વસંતમાં નક્કી કરેલા સમયે આવતા વષેર્ તારે ત્યાં જરૂર આવીશ. અને તારી પત્ની સારાના ખોળામાં પુત્ર રમતો હશે જ.”
  • 15 પરંતુ સારાએ કહ્યું, “હું હસી નહોતી.” (એણે એમ કહ્યું, કારણકે તે ડરી ગઈ હતી.) પરંતુ યહોવાએ કહ્યું, “ના, હું જાણું છું કે, તારું કહેવું સાચું નથી. તું સાચે જ હસી હતી.”
  • 16 પછી તે પુરુષો જવા માંટે ઊઠયા, તેઓએ સદોમ તરફ નજર કરી અને તે તરફ ચાલી નીકળ્યાં. ઇબ્રાહિમ તેઓને વિદાય આપવા માંટે થોડે દૂર સુધી તેમની સાથે ગયો.
  • 17 યહોવાએ વિચાર્યું, “જે હું હમણા કરવાનો છું તે શું ઇબ્રાહિમને કહી દઉં?
  • 18 ઇબ્રાહિમમાંથી એક મહાન અને શકિતશાળી પ્રજા ઉત્પન્ન થનાર છે. અને તેને કારણે પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદ પામશે.
  • 19 મેં જ એને પસંદ કર્યો છે કે, જેથી એ પોતાનાં સંતાનોને અને પોતાના પછીના વંશજોને ધર્મ અને ન્યાયનું આચરણ કરીને યહોવાને માંગેર્ વળવાની આજ્ઞા કરે, અને એ રીતે ઇબ્રાહિમને આપેલું વચન હું પાળી શકું.”
  • 20 પછી યહોવાએ કહ્યું, “મેં ઘણી વખત સાંભળ્યું છે કે, સદોમ અને ગમોરાહના લોકો ઘણાં જ ખરાબ છે, તે જગ્યાએથી આવતાં આર્તનાદનું કારણ તેઓ છે. તેમનાં પાપ ઘણા ગંભીર છે.
  • 21 એટલા માંટેં હું ત્યાં જઈશ અને જોઈશ કે, મેં સાંભળ્યુંં છે તેટલી ખરાબ હાલત છે? પછી મને બરાબર ખબર પડશે.”
  • 22 પછી તે લોકો ત્યાંથી નીકળીને સદોમ તરફ ગયા. પરંતુ ઇબ્રાહિમ હજુ પણ યહોવાની સામે ઊભો રહ્યો.
  • 23 પછી ઇબ્રાહિમે યહોવાને કહ્યું, “હે યહોવા! તમે દુષ્ટ લોકોની સાથે સારા લોકોનો પણ નાશ કરવાનું ખરેખર વિચારો છો?
  • 24 જો તે નગરમાં 50 સારા માંણસો હોય તો પણ તમે એ નગરનો નાશ કરશો? એ 50 સારા માંણસોને માંટે તમે નગરને બચાવી નહિ લો?
  • 25 દુષ્ટોની સાથે સારા માંણસોને પણ માંરી નાખશો? એ તો તમને ના શોભે! તો તો સારા માંણસોની દશા પણ દુષ્ટોના જેવી જ થાય! એ તમને શોભે નહિ. હું જાણું છું આખી પૃથ્વીનો ન્યાય કરનાર સાચો ન્યાય કરશે.”
  • 26 ત્યારે યહોવાએ કહ્યું, “જો મને સદોમ નગરમાં 50 સારા લોકો મળશે તો, હું આખા નગરને બચાવી લઈશ.”
  • 27 ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હે યહોવા, તમાંરી સામે તો હું રાખ અને ધૂળ બરાબર છું. પરંતું તું મને થોડું વધારે કષ્ટ આપવાની તક આપ. અને મને એ પૂછવા દે.
  • 28 ધારો કે, સારા માંણસો પૂરા 45 ના હોય, અને5 ઓછા હોય તો એ પાંચને કારણે તમે આખા શહેરનો નાશ કરશો?”ત્યારે યહોવાએ કહ્યું, “જો મને ત્યાં 45 મળશે, તોપણ હું નાશ નહિ કરુ.”
  • 29 ઈબ્રાહિમે ફરીથી યહોવાને કહ્યું, “ધારો કે, કદાચ તમને 40 સારા માંણસો મળે, તો શું તમે નગરનો નાશ કરશો?”યહોવાએ કહ્યું, “જો મને 40 સારા માંણસો મળશે તો પણ હું નગરનો નાશ કરીશ નહિ.”
  • 30 ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હે યહોવ, કૃપા કરીને માંરા પર નારાજ ના થશો. મને એમ પૂછવા દો, ધારો કે, નગરમાં માંત્ર 30 સારા લોકો મળ્યા, તો તમે શું નગરનો નાશ કરશો?”યહોવાએ કહ્યું, “જો મને 30 સારા માંણસો મળશે તોપણ હું તે નગરનો નાશ નહિ કરું.”
  • 31 ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હે યહોવા, હું તમને ફરીવાર તકલીફ આપીને પૂછું છું કે, ધારો કે, ત્યાં 20 જ સારા લોકો હોય તો?”યહોવાએ ઉત્તર આપ્યો, “જો મને 20 સારા માંણસો મળશે, તો પણ હું નગરનો નાશ નહિ કરું.”
  • 32 ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હે યહોવા, જો તમે ગુસ્સે ના થાવ તો આ છેલ્લી વાર પૂછું છું, ધારો કે ત્યાં દશ જ સારા માંણસો મળે તો તમે શું કરશો?”યહોવાએ કહ્યું, “જો મને નગરમાં માંત્ર 10 સારા માંણસો મળશે તો પણ હું નગરનો નાશ કરીશ નહિ.”
  • 33 યહોવાએ ઇબ્રાહિમ સાથે બોલવાનું બંધ કરી દીધું, એટલે યહોવા ચાલ્યા ગયા; અને ઇબ્રાહિમ પોતાને ઘેર પાછો ફર્યો.