wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


ઊત્પત્તિ પ્રકરણ 26
  • 1 એ દેશમાં પહેલાં ઇબ્રાહિમના સમયમાં દુકાળ પડયો હતો, તે સિવાય આ બીજો દુકાળ પડયો. તેથી ઇસહાક ગેરાર નગરના પલિસ્તીઓના રાજા અબીમેલેખ પાસે ગયો.
  • 2 યહોવાએ ઇસહાક સાથે વાત કરી. યહોવાએ ઇસહાકને કહ્યું, “મિસર જઈશ નહિ, હું તને કહું તે દેશમાં જ તું રહેજે.
  • 3 અત્યારે તું આ જ દેશમાં રહે; હું તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ. હું તને અને તારા વંશજોને બધા પ્રદેશો આપીશ. અને તારા પિતા ઇબ્રાહિમ આગળ મેં જે સમ ખાધા હતા તે પૂરા કરીશ.
  • 4 હું તારા વંશજોને આકાશના અસંખ્ય તારા જેટલા વધારીશ. અને એમને આ બધા પ્રદેશો આપીશ. અને તારા વંશજોને કારણે પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદિત થશે.
  • 5 આ હું એટલા માંટે કરીશ, કારણ કે તારા પિતા ઇબ્રાહિમે માંરી આજ્ઞાનું પાલન કર્યું અને મેં જે કહ્યું તે તેણે કર્યુ છે, માંરા આદેશો માંરા વિધિઓ અને માંરા નિયમોનું પાલન કર્યુ છે.”
  • 6 આમ ઇસહાક ત્યાં રોકાયો અને ગેરારમાં રહેવા લાગ્યો. ત્યાંના લોકોએ તેને તેની સ્ત્રી વિષે પૂછયું ત્યારે તેણે કહ્યું કે, “એ તો માંરી બહેન છે.”
  • 7 ‘રિબકા માંરી પત્ની છે.’ એમ કહેવાની ઇસહાકમાં હિંમત નહોતી. તેને ડર હતો કે, લોકો તેની પત્નીને મેળવવા માંટે કદાચ તેને માંરી નાખશે.
  • 8 ઠીક ઠીક પ્રમાંણમાં ત્યાં રહ્યા બાદ એક દિવસ પલિસ્તીઓના રાજા અબીમેલેખે બારીમાંથી જોયું, તો તેણે ઇસહાકને પત્ની રિબકાને લાડ લડાવતો જોયો.
  • 9 અબીમેલેખે ઇસહાકને બોલાવ્યો અને કહ્યું, “આ સ્ત્રી તારી પત્ની છે, તેં અમને લોકોને એમ શા માંટે કહ્યું કે, એ માંરી બહેન છે?”ઇસહાકે તેમને કહ્યું, “હું ડરતો હતો, કદાચ તમે તેણીને મેળવવા માંટે મને માંરી નાખશો.”
  • 10 અબીમેલેખે કહ્યું, “તેં અમાંરા લોકો માંટે આ બહુ જ ખરાબ કર્યુ છે. અમાંરામાંનો કોઈ વ્યકિત તારી પત્ની સાથે સહેજે સૂઈ ગયો હોત અને તેં અમને પાપના દોષમાં નાખ્યા હોત.”
  • 11 એટલા માંટે અબીમેલેખે બધા લોકોને ચેતવણી આપી કે, “જે કોઈ વ્યકિત આ માંણસને કે, તેની પત્નીને અડકશે તેને માંરી નાખવામાં આવશે.”
  • 12 ઇસહાકે તે પ્રદેશમાં ખેતી કરી અને તે જ વષેર્ મબલખ પાક ઉતર્યો. યહોવાએ તેના પર ધણી કૃપા કરી.
  • 13 ઇસહાક ધનવાન બની ગયો. જયાં સુધી તે મોટો ધનવાન ન બને ત્યાં સુધી તેની સંપત્તિ વધતી જ ગઈ.
  • 14 તેની પાસે એટલાં બધાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંખર તેમજ નોકર-ચાકર હતા કે, પલિસ્તીઓ તેની ઈર્ષા કરવા લાગ્યા.
  • 15 અને તેથી તે લોકોએ ઇસહાકના પિતા ઇબ્રાહિમના વખતમાં તેના નોકરોએ જે કૂવાઓ ખોધ્યા હતા તે બધા કૂવાઓનો નાશ કર્યો અને તે કૂવાઓને માંટીથી પૂરી દીધા.
  • 16 અબીમેલેખે ઇસહાકને કહ્યું, “તું અમાંરો દેશ છોડી જા, તું અમાંરા લોકો કરતાં વધારે બળવાન થઈ ગયો છે.”
  • 17 તેથી ઇસહાકે તે જગ્યા છોડી દીધી અને ગેરારની નાની નદીના કાંઠે સપાટ પ્રદેશમાં મુકામ કર્યો, અને ત્યાં જ રહેવા ગ્યો.
  • 18 ઇસહાકે તેના પિતા ઇબ્રાહિમના સમયમાં જે કૂવાઓ ખોદાવ્યા હતા તે ફરીથી ખોદાવ્યા. કારણ કે ઇબ્રાહિમના મૃત્યુ પછી પલિસ્તીઓએ તે કૂવાઓ માંટીથી પૂરી દીધા હતા. અને ઇસહાકે તે કૂવાઓનાં નામ તેના પિતાએ જે પાડયાં હતાં તે જ રાખ્યાં.
  • 19 ઇસહાકના નોકરોએ નાની નદીની પાસે એક કૂવો ખોદ્યો. તે કૂંવામાંથી એક પાણીનો ઝરો મળી આવ્યો.
  • 20 ત્યારે ત્યાં ગેરારના ગોવાળોએ ઇસહાકના ગોવાળો સાથે ઝઘડો કર્યો અને કહેવા લાગ્યા, “આ પાણી અમાંરું છે.” તેથી ઇસહાકે તે કૂવાનું નામ એસેક પાડયું. કારણ કે તે જગ્યા પર તે લોકોએ ઝઘડો કર્યો હતો.
  • 21 પછી ઇસહાકના નોકરોએ બીજો કૂવો ખોધ્યો. ત્યાંના લોકોએ તે કૂવા માંટે પણ ઝગડો કર્યો, તેથી તેનું નામ તેણે સિટનાહ રાખ્યું.
  • 22 પછી ત્યાંથી દૂર જઈને બીજો કૂવો ખોધ્યો, તે કૂવા માંટે કોઈ ઝગડો કરવા આવ્યું નહિ તેથી તેણે તેનું નામ ‘રહોબોથ’ રાખ્યું અને કહ્યું, “યહોવાએ અમાંરા માંટે આ જગ્યા નક્કી કરી છે. અમે પ્રગતિ કરીશું. અને આ ભૂમિમાં અમને લાભ મળશે.”
  • 23 આ જગ્યાએથી ઈસહાક બેર-શેબા ગયો.
  • 24 ત્યાં તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો દેવ છું. ડરીશ નહિ, હું તારી સાથે જ છું અને હું તને આશીર્વાદ આપીશ. હું તારા વંશજોની વૃદ્વિ કરીશ. હું માંરા સેવક ઇબ્રાહિમના માંટે આ બધું કરીશ.”
  • 25 એથી ઇસહાકે તે સ્થળે એક વેદી બનાવડાવી અને યહોવાના નામે પ્રાર્થના કરી. ઇસહાકે ત્યાં મુકામ કર્યો, અને ત્યાં તેના નોકરોએ એક કૂવો ખોધ્યો.
  • 26 પછી અબીમેલેખ ગેરારથી ઇસહાકને મળવા આવ્યો, તે તેની સાથે પોતાના સલાહકાર અહુઝાથ અને પોતાના સેનાપતિ ફીકોલને પણ લાવ્યો.
  • 27 ઇસહાકે તેમને પૂછયું, “તમે મને મળવા કેમ આવ્યા છો? પહેલા તો તમે માંરી સાથે મિત્રતા રાખતા નહોતા, તમે તો મને માંરા દેશમાંથી કાઢી મૂકયો હતો.”
  • 28 તેઓએ જવાબ આપ્યો, “હવે અમે લોકોએ જાણ્યું છે કે, યહોવા તમાંરી સાથે છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે, તમે અમાંરી સાથે કરાર કરો.
  • 29 અમે લોકોએ તમાંરું કોઈ નુકસાન કર્યુ નહોતું, હવે તમાંરે સમ ખાવા જોઈએ કે, અમને લોકોને કોઈ નુકસાન કરશો નહિ. અમે લોકોએ તમને શાંતિથી સહીસલામત રીતે વિદાય કર્યા છે. અને હવે એ સ્પષ્ટ છે કે, યહોવાએ તમને આશીર્વાદ આપ્યાં છે.”
  • 30 તેથી ઇસહાકે તેઓને મિજબાની આપી. બધાએ ખાધું ને પીધું.
  • 31 બીજે દિવસે સવારે વહેલા ઊઠીને તેમણે અરસપરસ સમ ખાધા; પછી ઇસહાકે તેમને શાંતિથી વિદાય કર્યા. તેઓ ક્ષેમકુશળ મિત્રભાવે જુદા પડયાં.
  • 32 તે જ દિવસે ઇસહાકના નોકરોએ આવીને પોતે જે કૂવો ખોદ્યો હતો તેની વાત કરી અને કહ્યું, “અમને કૂવામાંથી પીવા માંટે પાણી મળ્યું છે.”
  • 33 ઇસહાકે એનું નામ શિબાહ પાડયું. આથી એ શહેર આજપર્યંત બેર-શેબા કહેવાય છે.
  • 34 જયારે એસાવ 40 વર્ષનો થયો, ત્યારે તેણે હિત્તી બએરીની દીકરી યહૂદીથ અને હિત્તી એલોનની દીકરી બાસમાંથ સાથે લગ્ન કર્યા.
  • 35 આ લગ્નોએ ઇસહાક અને રિબકાને ખૂબ દુ:ખી કરી મૂકયાં.