wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


ઊત્પત્તિ પ્રકરણ 36
  • 1 એસાવ ઉફેર્ અદોમના વંશજો આ પ્રમાંણે છે.
  • 2 એસાવે કનાની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા: એલોન હિત્તીની પુત્રી આદાહ, સિબઓન હિવ્વીના પુત્ર અનાહની પુત્રી ઓહલીબામાંહ,
  • 3 અને ઇશ્માંએલની પુત્રી નબાયોથની બહેન બાસમાંથ સાથે તેણે લગ્ન કર્યા હતા.
  • 4 આદાહને એસાવથી અલીફાઝ અવતર્યો. બાસમાંથને રેઉએલ અવતર્યો,
  • 5 અને ઓહલીબામાંહને યેઉશ, યાલામ તથા કોરાહ અવતર્યો. આ કનાનમાં જન્મેલા એસાવના પુત્રો હતા.
  • 6 ત્યાર બાદ એસાવ પોતાની પત્નીઓ, પુત્રો, પુત્રીઓ અને પરિવારના બધાં માંણસો તથા ઢોરો અને બધાં જાનવરોને અને કનાન દેશમાં મેળવેલી બધી માંલમિલકતને લઈને પોતાના ભાઈ યાકૂબથી દૂરના પ્રદેશમાં ચાલ્યો ગયો.
  • 7 તેમની માંલમિલકત એટલી બધી હતી કે, તેઓ ભેગા ન રહી શકે અને તેઓ જયાં રહેતા હતા તે ભૂમિ એવી હતી કે, તેમનાં બંનેનાં ઢોરોનો નિભાવ ન થઈ શકે.
  • 8 આથી એસાવ સેઈરના પહાડી દેશમાં રહેવા લાગ્યો, એસાવ એ જ અદોમ.
  • 9 એસાવ અદોમીઓના આદિપિતા છે. સેઈરના પહાડી પ્રદેશના અદોમીઓના વડવા એસાવના વંશજો આ પ્રમાંણે છે:
  • 10 એસાવના પુત્રોના નામ આ છે: એસાવની પત્ની આદાહનો પુત્ર અલીફાઝ, ને એસાવની પત્ની બાસમાંથનો પુત્ર રેઉએલ.
  • 11 અલીફાઝના પુત્રો તેમાંન, ઓમાંર, સફો, ગાતામ અને કનાઝ હતા.
  • 12 તિમ્ના એસાવના પુત્ર અલીફાઝની ઉપપત્ની હતી. તેને અલીફાઝથી અમાંલેક અવતર્યો હતો. આ એસાવની પત્ની આદાહના પૌત્રો છે.
  • 13 એસાવની પત્ની બાસમાંથનો દીકરો રેઉએલ. રેઉએલના પુત્રો નાહાથ, ઝેરાહ, શામ્માંહ અને મિઝઝાહ.આ એસાવની પત્ની બાસમાંથના પૌત્રો છે.
  • 14 સિબઓનના પુત્ર અનાહની પુત્રી ઓહલીબામાંહ એસાવની પત્ની હતી. તેને એસાવથી યેઉશ, યાલામ અને કોરાહ અવતર્યા હતા.
  • 15 એસાવના વંશજોમાં નીચેના સરદારો હતા.એસાવના સૌથી મોટા પુત્ર અલીફાઝના પુત્ર: સરદાર તેમાંન, સરદાર ઓમાંર, સરદાર સફો, સરદાર કનાઝ,
  • 16 કોરાહ, ગાતામ, અને અમાંલેક.આ અદોમની ભૂમિમાંના અલીફાઝના પરિવારનાં સરદારો છે. એ બધા આદાહના પૌત્રો છે.
  • 17 એસાવનો પુત્ર રેઉએલ આ પરિવારોનો આદિ પિતા હતો. રેઉએલના પુત્રો નીચે પ્રમાંણે છે: સરદાર નાહાથ, સરદાર ઝેરાહ, સરદાર શામ્માંહ, અને સરદાર મિઝઝાહ, આ અદોમના પ્રદેશમાંના રેઉએલના સરદારો છે.એ એસાવની પત્ની બાસમાંથના પૌત્રો છે.
  • 18 એસાવની પત્ની ઓહલીબામાંહના દીકરા: સરદાર યેઉશ, સરદાર યાલામ અને સરદાર કોરાહ, અનાહની પુત્રી એસાવની પત્ની ઓહલીબામાંહના આ પુત્રો છે.
  • 19 આ એસાવના ઉફેર્ અદોમના પુત્રો છે અને એ સરદારો છે.
  • 20 એસાવના પહેલાં અદોમમાં હોરી સેઈરના એ પ્રદેશમાં જ વસતા પુત્રો આ છે: લોટાન, શોબાલ, સિબઓન, અનાહ, દીશોન, એસેર અને દીશાન.
  • 21 અદોમ પ્રદેશમાંના હોરીઓના આ સરદારો સેઈરના પુત્રો છે.
  • 22 લોટાનના દીકરા હોરી અને હેમાંમ હતા. અને લોટાનની બહેન તિમ્ના હતી.
  • 23 આ શોબાલના પુત્રો હતા: આલ્વાન, માંનાહાથ, એબાલ, શફો અને ઓનામ.
  • 24 અને સિબઓનના પુત્રો: આયાહ તથા અનાહ છે. અનાહને રણપ્રદેશમાં પોતાના પિતા સિબઓનનાં ગધેડાં ચરાવતાં ગરમ ઝરણાં જડયા હતા.
  • 25 અને અનાહના પુત્રો આ છે: એટલે દીશોન તથા અનાહની પુત્રી ઓહલીબામાંહ.
  • 26 અને દીશોનના પુત્રો આ છે: એટલે હેમ્દાન તથા એશ્બાન તથા યિર્થાન તથા ખરાન.
  • 27 આ એસેરના પુત્રો આ છે: એટલે બિલ્હાન, ઝાઅવાન તથા અકાન.
  • 28 આ દીશાનના પુત્રો આ છે: એટલે ઉસ તથા અરાન.
  • 29 હોરીઓથી જે સરદારો થયા તે આ છે: એટલે લોટાન સરદાર, શોબાલ સરદાર, સિબઓન સરદાર, અનાહ સરદાર.
  • 30 સરદાર દીશોન, સરદાર એસેર અને સરદાર દીશાન. આ સેઈરના પ્રદેશના જાતિવાર હોરીઓના સરદારો છે.
  • 31 તે સમયે અદોમમાં અનેક રાજાઓ હતા. ઇસ્રાએલી રાજાઓ પહેલાં અદોમના પ્રદેશ પર રાજય કરનાર રાજાઓ આ પ્રમાંણે હતા:
  • 32 અદોમમાં બેઔરના પુત્ર બેલાએ રાજય કર્યુ હતું. તેના પાટનગરનું નામ દીનહાબાહ હતું.
  • 33 બેલાના અવસાન બાદ બોસરાહ નગરના ઝેરાહનો પુત્ર યોબાબ ગાદીએ આવ્યો.
  • 34 યોબાબના અવસાન બાદ તેમાંન દેશનો હુશામ ગાદીએ આવ્યો.
  • 35 હુશામના અવસાન બાદ બદાદનો પુત્ર હદાદ ગાદીએ આવ્યો. તેણે મોઆબ પ્રદેશમાં મિધાનીઓને પરાજય આપ્યો. તેનું પાટનગર અવીથ હતું.
  • 36 ત્યારબાદ હદાદનું અવસાન થયું. ને તેની જગ્યાએ માંસરેકાહમાંના સામ્લાહે રાજય કર્યુ.
  • 37 અને સામ્લાહના અવસાન બાદ નદી પાસેના રહોબોથના શાઉલે રાજય શાસન કર્યુ.
  • 38 શાઉલના અવસાન પછી આખ્બોરનો પુત્ર બાઆલ-હનાન ગાદીએ આવ્યો.
  • 39 આખ્બોરના દીકરા બાઆલ- હનાનના અવસાન પછી હદાર ગાદીએ આવ્યો અને તેનું પાટનગર ‘પાઉ’ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું, તે મેઝાહાબની પુત્રી માંટરેદની પુત્રી થતી હતી.
  • 40 પછી એસાવથી જે સરદારો થયા તેઓનાં નામ, પોતપોતાનાં પરિવાર તથા જગાઓ મુજબ તેઓના નામ આ છે: સરદાર તિમ્ના, સરદાર આલ્વાહ, સરદાર યથેથ,
  • 41 સરદાર ઓહલીબામાંહ, સરદાર એલાહ, સરદાર પીનોન,
  • 42 સરદાર કનાઝ, સરદાર તેમાંન, સરદાર મિબ્સાર, સરદાર માંગ્દીએલ, અને સરદાર ઇરામ.
  • 43 પોતપોતાના વતનના દેશ પ્રમાંણે અદોમના સરદારો છે. અદોમ લોકોનો પૂર્વજ તે જ એસાવ છે.