wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


ઊત્પત્તિ પ્રકરણ 38
  • 1 એ દિવસો દરમ્યાન યહૂદાએ પોતાના ભાઈઓને છોડી દીધા અને અદુલ્લામ નગરના વતની હીરાહ નામના વ્યકિત સાથે રહેવા ગયા.
  • 2 ત્યાં તેમને એક કનાની સ્ત્રી મળી. અને તે સ્ત્રી સાથે તેમણે લગ્ન કરી લીધા. તે સ્ત્રીનું નામ શૂઆ હતું.
  • 3 તે સ્ત્રી ગર્ભવતી થઈ, ને તેણે એક પુત્રને જન્મ આપ્યો; અને યહૂદાએ તેનું નામ એર પાડયું.
  • 4 ફરીથી તેણે ગર્ભ ધારણ કર્યો અને પુત્રને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડયું.
  • 5 અને ફરી તેને એક પુત્ર જન્મ્યો જેનું નામ તેણે શેલાહ પાડયું. જયારે તેનો જન્મ થયો ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો.
  • 6 પછી યહૂદાએ પોતાના મોટા પુત્ર એર માંટે તામાંર નામની વહુ લાવી.
  • 7 યહોવાએ યહૂદાના મોટા પુત્રને માંરી નાખ્યો કારણ કે તેની દૃષ્ટિમાં તે ભૂંડો હતો.
  • 8 પછી યહૂદાએ ઓનાનને કહ્યું, “તું તારા ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ રાખ. દિયર તરીકેની તારી ફરજ અદા કર, અને તારા ભાઈ માંટે પ્રજા પેદા કર.”
  • 9 અને ઓનાનને ખબર હતી કે, એ સંતાનો તેના ગણાશે નહિ. એટલે જયારે જયારે એ પોતાની ભાભી પાસે જતો ત્યારે તે ભૂમિ પર પાડયું જેથી તેના ભાઈની પ્રજા પેદા ન થાય.
  • 10 આ રીતે તે જે કરતો તે યહોવાની દૃષ્ટિમાં ભૂડું હતું. તેથી તેણે તેનું પણ મોંત નિપજાવ્યું.
  • 11 પછી પોતાની પુત્રવધૂ તામાંરને યહૂદાએ કહ્યું, “માંરો પુત્ર શેલાહ મોટો થાય, ત્યાં સુધી તું તારા પિયરમાં જઇને વિધવા તરીકે રહે.” કારણ કે કદાચ તે શેલાહ પણ તેના ભાઈઓની જેમ માંર્યો જાય. તેથી તામાંર તેના બાપને ઘેર જઈને રહી.
  • 12 સમય જતાં યહૂદાની પત્ની, શૂઆની પુત્રીનું મૃત્યુ થયું. શોકનો સમય પૂરો થયા પછી યહૂદા પોતાના મિત્ર અદુલ્લામી હીરાહ સાથે તેનાં ઘેટાં કાતરનારાઓ પાસે તિમ્નાહ ગયો.
  • 13 પછી તામાંરને જાણ થઈ કે, “જો, તારા સસરા તેમનાં ઘેટાં કાતરવાને તિમ્નાહ જાય છે.”
  • 14 તેથી તેણીએ પોતાનાં વૈધવ્યનાં વસ્રો ઉતારી અને પોતાનો ચહેરો બુરખાથી ઢાંકી દીધો. અને પોતાનો દેહ ઢાંકીને તિમ્નાહને રસ્તે આવેલ એનાઇમની ભાગોળ આગળ એક સ્થળે બેઠી. તે જાણતી હતી કે, શેલાહ મોટો થયો છે. તેમ છતાં તેને તેણીની સાથે પરણવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
  • 15 અને જયારે યહૂદાએ તેને જોઈ, ત્યારે તેને વેશ્યા જાણી, કારણ કે તેણે પોતાનું મુખ ઢાંકયું હતું.
  • 16 રસ્તાની બાજુમાં તેની પાસે જઈને તેણે કહ્યું, “હવે મને તારી પાસે આવવા દે;” કેમ કે, તે જાણતો નહોતો કે, એ એની પુત્રવધૂ છે.તે બોલી, “માંરી પાસે આવવા સારું તમે મને શું આપશો?”
  • 17 તેણે જવાબ આપ્યો, “માંરાં બકરાંના ટોળામાંથી એક લવારું મોકલીશ.” તેણીએ કહ્યું, “તમે મને લવારું મોકલો ત્યાં સુધી કોઈ વસ્તુ આપો તો જ!”
  • 18 તેથી તેણે તેને કહ્યું , “હું શું સાનમાં આપું?”તેણીએ કહ્યું, “તમાંરી મુદ્રા, તથા તમાંરો અછોડો તથા તમાંરા હાથમાંની ડાંગ.” આથી યહૂદાએ તે વસ્તુઓ આપી અને તેની પાસે ગયો, ને તેનાથી તે ગર્ભવતી થઈ.
  • 19 પછી તે ઊઠીને ચાલી ગઈ, અને બુરખો કાઢીને તેણે વિધવાનાં વસ્રો પહેરી લીધાં.
  • 20 પછી જયારે યહૂદાએ સાનમાં મૂકેલી વસ્તુઓ તે સ્ત્રી પાસેથી મેળવવા અદુલ્લામવાસી મિત્ર સાથે લવારું મોકલ્યું ત્યારે તેને તે મળી નહિ.
  • 21 એટલે તેણે તે ગામના માંણસોની પૂછપરછ કરી, કે, “જે વેશ્યા એનાઇમ પાસેે રસ્તા પર બેઠી હતી તે કયાં છે?”તેમણે જવાબ આપ્યો, “અહીં કોઈ વેશ્યા હતી જ નહિ.”
  • 22 તેથી યહૂદા પાસે પાછા આવીને તેણે કહ્યું, “મને તો તે ન મળી; અને ત્યાંના માંણસોએ પણ કહ્યું કે, અહીં કોઈ વેશ્યા નહોતી.
  • 23 એટલે યહૂદા બોલ્યો, “એની પાસે જે છે તે છોને એની પાસે રહે; નહિ તો આપણે અપમાંનિત થઈશું. મેં તો તેને માંટે આ લવારું મોકલ્યું હતું. પણ તને તે મળી નહિ એ જુદી વાત.”
  • 24 આસરે ત્રણ મહિના બાદ યહૂદાને જાણ થઈ કે, “તારી પુત્રવધૂએ તામાંરે વ્યભિચાર કર્યો છે, પરિણામે તે ગર્ભવતી થઈ છે.”તેથી યહૂદાએ કહ્યું, તેને બહાર લાવીને બાળી નાખો.”
  • 25 પરંતુ તેને બાળવા લઈ જતા હતા, ત્યારે તેણે પોતાના સસરાની પાસે માંણસ મોકલીને કહેવડાવ્યું. “આ વસ્તુઓ જેની છે તે માંણસથી મને ગર્ભ રહ્યો છે. આ મુદ્રા તથા અછોડો અને ડાંગ કોના છે? ઓળખો.”
  • 26 પછી યહૂદાએ વસ્તુઓ ઓળખીને કબૂલ કર્યુ અને કહ્યું, “તે નિદોર્ષ છે, દોષ માંરો છે, કારણ કે મેં એને માંરા પુત્ર શેલાહ સાથે પરણાવી નહિ તેનું આ પરિણામ છે.” તે પછી તેણે તેને ફરીથી જાણી નહિ.
  • 27 પ્રસવકાળે તેને ખબર પડી કે, તેના પેટમાં જોડ છે.
  • 28 પ્રસૂતિ વખતે તેમાંના એકે હાથ બહાર કાઢયો, એટલે તરત જ દાયણે તેને પકડી લઈને લાલ દોરાથી બાંધીને કહ્યું, “આ પહેલો આવ્યો છે.”
  • 29 પણ તેણે તેનો હાથ પાછો ખેંચી લીધો તેથી તેનો ભાઈ પહેલો બહાર આવ્યો, ત્યારે દાયણ બોલી, “તું કેવી રીતે ફાટ પાડીને નીકળ્યો?” તેથી તેનું નામ પેરેસ પડયું.
  • 30 પછી લાલ દોરા સાથે તેનો ભાઈ બહાર આવ્યો. જેથી તેનું નામ ઝેરાહ પડયું.