- 1 લોકો કહે છે, “આવો આપણે પાછા યહોવા પાસે જઇએ. તેમણે આપણને ચીરી નાખ્યા છે, અને તે જ આપણને પાછા સાજા કરશે; તેણે આપણને ઘા કર્યા છે, અને તે જ આપણને પાટાપીંડી કરશે.
- 2 બે દિવસ પછી તે આપણને બચાવશે. ત્રીજે દિવસે તે આપણને આપણા પગ પર ઉભા કરશે, જેથી આપણે તેની હાજરીમાં જીવીએ.
- 3 ચાલો આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ; તે આપણને ઉગતા સૂરજની જેમ ચોક્કસ પ્રાપ્ત થશે. વસંતઋતુંમાં પૃથ્વીને લીલીછમ કરનાર છેલ્લા વરસાદની જેમ, તે આવશે.
- 4 હે એફ્રાઇમ અને યહૂદા, હું તમારી સાથે કેવો વ્યવહાર કરું? તમારો પ્રેમ પરોઢના વાદળ જેવો અને ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવો છે.
- 5 એ માટે મેં તેઓને પ્રબોધકોની મારફતે હત્યા કરી છે; મેં મારા મુખનાઁ વચનોથી તેઓનો સંહાર કર્યો છે! દિવસ પછી રાત ચોક્કસ આવે છે, તેમ અચાનક ચેતવણી આપ્યા વીના મારા ન્યાયચુકાદા પ્રગટતા અજવાળા રૂપ, તમારા ઉપર ચોક્કસ આવી પડશે.
- 6 કારણકે તારાં યજ્ઞાર્પણ નહિ, પણ તારો પ્રેમ હું ચાહું છું. તારા દહનાર્પણો નહિ, પણ તું મારા કાર્યો ઓળખે તેવું હું ઇચ્છું છું.
- 7 પણ તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે; મારા પ્રેમનો અનાદર કર્યો છે:
- 8 ગિલયાદ બૂરા લોકોનું નગર છે, અને તેના રસ્તાઓમાં લોહીથી ખરડાયેલા પગોના નિશાન છે.
- 9 જેમ ધાડપાડુઓ રાહદારી પર હુમલો કરવા છુપાયેલા હોય છે, તેમ યાજકોનું ટોળું શખેમના રસ્તા પર લોકોનું ખુન કરવા અને શરમજનક અપરાધો કરવા છુપાય છે.
- 10 ઇસ્રાએલમાં મેં રૂવાટાં ઉભા થાય એવી એક બાબત જોઇ છે. અને એફ્રાઇમમાં વ્યભિચાર જોવા મળ્યો છે, લોકો બીજા દેવોની પૂજા કરીને ષ્ટ થયા છે.
- 11 યહૂદા, તારા માટે કાપણીનો સમય પણ છે. એ તે સમયે બનશે, જ્યારે હું મારા લોકોને બંધનાવસ્થાથી પાછા લાવીશ.
Hosea 06
- Details
- Parent Category: Old Testament
- Category: Hosea
હોશિયા પ્રકરણ 6