wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


અયૂબ પ્રકરણ 27
  • 1 અયૂબે તેનું ષ્ટાંત કહેવાનું ચાલુ રાખ્યું.
  • 2 “દેવે મારો ન્યાયનો હક છીનવી લીધો છે, સર્વસમર્થ દેવે મારા જીવનને દુ:ખી બનાવી દીધું છે, તેમના નામના સમ ખાઇને કહું છું;
  • 3 જ્યાં સુધી હું જીવું છું અને દેવનો શ્વાસ મારાઁ નસકોરાઁમાં છે,
  • 4 જૂઠી બાબત મારા હોઠ પર નહિ આવે, મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.
  • 5 તમે લોકો સાચા છો તે હું કદી જ સ્વીકારીશ નહિ; હું મૃત્યુ પામું ત્યાં સુધી મારી નિદોર્ષતા જાહેર કર્યા કરીશ.
  • 6 હું મારી નિદોર્ષતાને વળગી રહીશ; હું તેને કદી છોડીશ નહિ હું જીવું ત્યાં સુધી મારો અંતરઆત્મા મને કદી દુ:ખ પહોચાડશે નહિ.
  • 7 લોકો મારી વિરુદ્ધ થઇ ગયા છે. હું ઇચ્છુ છું મારા દુશ્મનોને સજા થાય જેવી રીતે દુષ્ટ માણસોને સજા થવી જોઇએ.
  • 8 જો માણસ દેવની કાળજી કરતો નથી તો તે મરી જાય ત્યારે તેની પાસે કોઇ આશા રહેતી નથી. દેવ જ્યારે તેનું જીવન લઇ લે છે, તે વ્યકિત ને કોઇ આશા રહેતી નથી.
  • 9 તે દુષ્ટ વ્યકિત દુ:ખમાં આવી પડશે અને દેવને મદદ માટે પોકારશે. પરંતુ દેવ તેને સાંભળશે નહિ.
  • 10 તે વ્યકિતએ સર્વ પ્રસંગે દેવની પ્રાર્થના કરવી જોઇતી હતી. તે સર્વશકિતમાનથી આનંદ માનશે.
  • 11 ઇશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ. સર્વસમર્થ દેવની યોજનાઓ હું છુપાવીશ નહિ.
  • 12 તમે તમારી પોતાની આંખોથી દેવની શકિત જોઇ છે ને? છતાં મારી સાથે તમે શામાટે વ્યર્થ વાતો કરો છો?
  • 13 દેવ પાસેથી દુષ્ટ માણસનો ભાગ, તથા સર્વસમર્થ દેવ પાસેથી દુષ્ટોને મળતો વારસો આ છે
  • 14 જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તરવારથી હત્યા થવા માટે છે. અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે.
  • 15 તેમાંથી જેઓ બચી જશે તેઓ રોગ અને મૃત્યુના ભોગ બનશે. અને તેની વિધવા શોક કરશે નહિ.
  • 16 જો દુષ્ટ લોકો ધૂળની જેમ પુષ્કળ સંપત્તિ એકઠી કરે, તો પણ ઢગલાબંધ કપડાં ઢગલાબંધ માટીની જેમ ધરાવે છે.
  • 17 પરંતુ અંતમાં તેઓને બદલે ભલા લોકો તેમના વસ્ત્રો પહેરશે, અને નિદોર્ષ લોકો તેની ચાંદી તેઓમાં વહેંચી લેશે.
  • 18 તેણે બાંધેલા ઘર કરોળિયાના જાળાં જેવા અને ચોકીદારના છાપરા જેવા છે.
  • 19 દ્રવ્યવાન જ્યારે સૂવા જાય છે ત્યારે એ કદાચ ધનવાન હોય, પણ જ્યારે તે આંખ ખોલે છે ત્યારે બાકી કાંઇ હોતું નથી.
  • 20 તે ગભરાયેલો હશે. તે એક જળપ્રલય જેવું લાગશે, જાણેકે એક વંટોળિયો આવ્યો હતો અને બધું ઉપાડી ને લઇ ગયો.
  • 21 પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઇ જાય છે, એટલે તે લોપ થાય છે; વંટોળિયો તેને તેની જગાએથી બહાર ખેચી જાય છે.
  • 22 દુષ્ટ વ્યકિત કદાચ વંટોળિયાના જોરથી બચવાનો પ્રયત્ન કરે પણ તોફાન તેના પર દયા વગર તૂટી પડશે.
  • 23 માણસો તેની સામે તાળી પાડશે કારણકે તે દુષ્ટ વ્યકિત ભાગી ગયો છે. જેવો તે તેના ઘરમાંથી ભાગે છે તેઓ તેના તરફ સીટી વગાડશે.