wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


યહોશુઆ પ્રકરણ 2
  • 1 ત્યાર પછી નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટિમમાંથી ઇસ્રાએલી છાવણીમાંથી બે જાસૂસો મોકલ્યા. તેણે તેઓને કહ્યું, “જાઓ તમે જઈને દેશની તથા યરીખોનગરની બાતમી કાઢો.” તેથી તેઓ યરીખો ગયા. યરીખોમાં રાહાબ નામની વારાંગના સ્ત્રી, ધર્મશાળા ચલાવતી હતી, તેઓ તેણીના સ્થાને ગયા અને ત્યાં રાત રોકાવાની યોજના કરતા હતા.
  • 2 પણ યરીખોના રાજાએ કોઈ પાસેથી સાંભળ્યું કે, “ગઈ રાત્રે કેટલાક ઇસ્રાએલી જાસૂસો આપણા દેશની જાસૂસી કરવા આવ્યા હતા.”
  • 3 પછી યરીખોના રાજાએ રાહાબપસે માંણસો મોકલ્યાં અને તેનો તેણીને સંદેશ હતો: “જે માંણસો તારે ત્યાં આવીને તારા ઘરમાં રહેલા છે તેમને બહાર કાઢ, કારણ કે એ લોકો આપણા દેશમાં જાસૂસી કરવા આવેલા છે.”
  • 4 પરંતુ તે સ્ત્રીએ તે બે માંણસોને સંતાડી દીધા હતા, તેથી જવાબ આપ્યો કે, “માંરા ઘરમાં કેટલાક માંણસો આવ્યા હતા ખરા પણ તેઓ કયાંથી આવ્યા હતા અને તેઓ જાસૂસ છે એની મને ખબર નથી.
  • 5 રાત પડતાં શહેરના દરવાજા બંધ કરવાનો વખત થયો ત્યારે તેઓ ચાલ્યા ગયા હતા, પછી તેઓ ક્યાં ગયા તેની મને ખબર નથી. પણ જો તમે ઝડપથી તેમનો પીછો કરો તો તમે તેઓને પકડી પાડશો.”
  • 6 ખરેખર તેણીએ તેઓને ધાબા ઉપર શણનાં ઢગલાઓની નીચે સંતાડી દીધા હતા.
  • 7 રાજાના માંણસો તેમનો પીછો પકડવા યર્દન નદીના ઘાટ સુધી ગયા; અને તેઓ બહાર ગયા તે દરમ્યાન લોકોએ નગરના દરવાજાઓ બંધ કરી દીધા હતા.
  • 8 રાત્રે પેલા બંને જણ હજી સૂતા નહોતા ત્યાં તો રાહાબે ધાબા ઉપર તેમની પાસે આવીને તેઓને કહ્યું,
  • 9 “મને ખબર છે કે યહોવાએ તમને આ દેશ આપી દીધો છે. અને અમે બધાં તમાંરાથી ડરી ગયાં છીએ, અને તમાંરા આવવાથી દેશના વતનીઓ થરથર ધ્રૂજી ગયા છે.
  • 10 અમે સાંભળ્યું છે કે, તમે મિસરમાંથી આવતા હતા ત્યારે યહોવાએ રાતા સમુદ્રના પાણીને સૂકવી નાખ્યું હતું, અને અમે એમ પણ સાંભળ્યું છે કે બે અમોરી રાજાઓ સીહોન, ઓગ અને તેનું સૈન્ય તમાંરા દ્વારા યર્દન નદીની પૂર્વે મૃત્યુ અને પરાજય પામ્યું હતું.
  • 11 આ સાંભળીને અમે બહુ ડરી ગયાઁ અને અમાંરી બહાદુરી ગુમાંવી દીધી. અહીં કોઈપણ તમાંરી સાથે લડવા પૂરતું બહાદુર નથી. કારણ યહોવા તમાંરા દેવ તેજ ઉપર આકાશમાં અને પૃથ્વી પર રાજ કરે છે.
  • 12 હવે તમે યહોવાના નામે સોગંદ ખાઈને મને વચન આપો કે, મેં તમાંરા પ્રત્યે જેવો માંયાળુ વર્તાવ રાખ્યો છે તેવો માંયાળુ વર્તાવ તમે માંરા કુટુંબ પ્રત્યે રાખશો, અને એનુ કોઈ ચોક્કસ ચિહન આપો.
  • 13 અને એવું વચન આપો કે, તમે માંરા પિતાને, માંતાને, માંરા ભાઈઓને અને માંરી બેહનોને અને તેમનાં બધાં જ મનુષ્યોને જીવનદાન આપશો અને અમને બધાંને મોતમાંથી ઉગારી લેશો!”
  • 14 પેલા બંને માંણસોએ તેણીને કહ્યું, “તમાંરા માંટે અમે અમાંરું જીવન હોડમાં મૂકવા તૈયાર છીએ, જો તું અમાંરી આ વાત ખુલ્લી ન પાડી દે તો, યહોવા અમને જ્યારે આ દેશ સુપ્રત કરશે ત્યારે અમે ચોક્કસ દયા દાખવશું અને તમને વફાદાર રહીશું.”
  • 15 રાહાબ જે મકાનમાં રહેતી હતી તે નગરની દીવાલની પાસે આવેલું હતું. તેથી તેણીએ તે બંને પુરુષોને તેણીના ઘરની બારીમાંથી દોરડાની મદદથી નીચે ઊતરવા દીધા.
  • 16 અને તેમને કહ્યું, “તમે પર્વતોમાં ચાલ્યા જાઓ, નહિતર તમે પીછો પકડનારાઓના હાથમાં ઝડપાઈ જશો. ત્રણ દિવસ સુધી તમે સંતાઈને રહેજો, ત્યાં સુધીમાં એ લોકો પાછા આવી જશે. ત્યાર પછી તમે તમાંરા માંર્ગે આગળ વધજો.”
  • 17 વિદાય થતાં પહેલાં તે માંણસોએ તેને કહ્યું, “તું જો અમાંરા કહ્યા પ્રમાંણે નહિ કરે તો તેં અમાંરી પાસે જે વચન લીધું છે તેમાંથી અમે મુક્ત થઈ જઈશું.
  • 18 સાંભળ, અમે જયારે આ દેશ ઉપર આક્રમણ કરીએ ત્યારે જે બારીમાંથી તેં અમને ઉતાર્યા છે, તે બારીએ આ કિરમજી રંગનું દોરડું બાંધજે, તારા માંતાપિતા, ભાઈબહેન અને તારા કુટુંબના સૌને તારા ઘરમાં ભેગા કરી રાખજે.
  • 19 જો કોઈ તારા ઘરના બારણાની બહાર નીકળશે, તો તેના મોતના જવાબદારી તેને માંથે, એમાં અમાંરો દોષ નહિ; પણ તારી સાથે ઘરમાં હોય એવા કોઈને ઈજા થાય તો તેનો દોષ અમાંરે માંથે.
  • 20 પણ જો તું અમાંરી વાત જહેર કરી દેશે, તો તેં અમાંરી પાસે કરેલો કરાર અમને બંધનકર્તા રહેશે નહિ.
  • 21 તેણે કહ્યું, “કબૂલ છે.” પછી તે સ્ત્રીએ તે લોકોને વિદાય કર્યા અને તેઓ ચાલી નીકળ્યા પછી તેણે બારીએ કિરમજી રંગનું લાલ દોરડું બાંધી દીધું.
  • 22 પેલા માંણસો પહાડોમાં છુપાઈને ત્રણ દિવસ સુધી ત્યાં રહ્યા. એમનો પીછો પકડનારાઓ આખા દેશમાં એમને શોધી શોધીને થાક્યા અને અંતે પાછા ફર્યા.
  • 23 પછી આ બે જાસૂસો પર્વતો ઊતરી ગયા, ને નદી ઓળંગી પાછા નૂનના પુત્ર યહોશુઆ પાસે આવ્યા. અને પોતાને જે જે વીત્યું હતું તેની માંહિતી તેઓએ તેને આપી.
  • 24 4તેઓએ યહોશુઆને એમ કહ્યું, “યહોવાએ આખો દેશ આપણને સુપ્રત કર્યો છે. અને આપણા આગમનથી ત્યાંના વતનીઓ અત્યારથી જ ધ્રૂજી રહ્યા છે.”