wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


યહોશુઆ પ્રકરણ 23
  • 1 યહોવાએ ઇસ્રાએલીઓને તેના આજુબાજુના શત્રુઓથી શાંતિ અપાવી. ત્યાર પછી ઘણાં વર્ષો વીતી ગયાં. યહોશુઆ વૃદ્ધ અને અશક્તિમાંન થયો હતો.
  • 2 તેણે ઇસ્રાએલના આગેવાનોને, ઇસ્રાએલી લોકોને અને તેઓના કુટુંબોને ઇસ્રાએલીઓના દરેક કુટુંબના મુખી સાથે, ન્યાયાધીશોને અને અમલદારોને બોલાવીને અને કહ્યું, “હું હવે ખૂબ ઘરડો થયો છું.
  • 3 તમાંરા દેવ યહોવા તમાંરા બધા માંટે લડ્યાં હતાં. તે તમે જોયું છે. તમાંરા દેવ યહોવા પોતે તમાંરા પક્ષે લડતા આવ્યા છે.
  • 4 જુઓ, યર્દન નદીથી પશ્ચિમમાં ભૂમધ્ય સમુદ્ર સુધી વચ્ચેના પ્રદેશમાંથી જે બધા દેશોને મે હરાવી દીધા છે તેમની ભૂમિ અને હજી જે દેશો બાકી રહ્યા છે તેમની જમીન મેં તમાંરી ટોળીઓને વારસાગત રૂપે આપી છે. તેથી હવે યર્દન નદીથી માંડીને સમુદ્ર સુધીનું બધું તમાંરું થશે.
  • 5 તમાંરા દેવ યહોવા તેઓને તમાંરી સમક્ષ દબાણથી હાંકી કાઢશે, અને તેણે તમને આપેલા વચન પ્રમાંણે, તમે તેમની ભૂમિ કબ્જે કરશો.
  • 6 “તેથી મૂસાએ મૂસાના નિયમ શાસ્ત્રનાં પુસ્તકમાં જે કંઈ લખ્યું છે, તે બધી વસ્તુઓ તેમાંની દરેકે પાળવી જોઈએ. તે નિયમથી ફરી ન જાઓ.
  • 7 તમાંરી વચ્ચે જે રાષ્ટ્રો બાકી છે, તમાંરે તેમની સાથે મિત્ર ન બનવું જોઈએ, અને તમાંરે તેમનાં દેવો અનુસરવા ન જોઈએ. તમાંરે તેમના દેવોના નામ વાપરી સમ ન ખાવા, તમાંરે તેઓના દેવો પૂજવા નહિ કે તમાંરે નીચું નમીને તેમના પગે પડવુ નહિ.
  • 8 તમે આજ સુધી તમાંરા દેવ યહોવાને વળગી રહ્યાં છો તેમ વળગી રહેજો.
  • 9 “યહોવાએ મહાન કાર્ય કર્યુ છે અને તમાંરી સામેથી મહાન અને શક્તિશાળી રાષ્ટ્રોને હાંકી કાઢયાં છે અને કોઈ પણ તમાંરી વિરૂદ્ધ ઉભું રહેવા સમર્થ નથી.
  • 10 તમાંરામાંના પ્રત્યેક જણ હજારોને ભગાડી શકે તેમ છે, કારણ, તમાંરો દેવ યહોવા વચન મુજબ તમાંરા વતી લડે છે.
  • 11 તેથી તમાંરા દેવ યહોવા ઉપર પ્રેમ રાખવાની બાબતમાં કાળજી રાખજો.
  • 12 “પણ જો તમે તેની વિરુદ્ધ ફરશો, જો તમે તમાંરી વચ્ચે હજુ જે રાષ્ટ્રો રહેલા છે તેમની સાથે જોડાવ, અને તેમની સાથે આંતરલગ્ન કરો,
  • 13 તો ખાતરી રાખો, તમાંરા દેવ યહોવા તમાંરી આગળથી એ લોકોને પછી હાંકી કાઢશે નહિ, પરંતુ તેઓ તમાંરા બધા માંટે ભયંકર બની જશે, તેઓ આંખમાં ધુમાંડા કે કાંટા જેવા બનશે અથવા તમાંરી પાછળ સર્પ જેવાં જ્યાં સુધી યહોવા તમાંરા દેવ જેણે આ સારી ભૂમિ તમને આપી છે. તે તમને તેમાંથી બહાર જવા દબાણ નહિ કરે.
  • 14 “હું મૃત્યુ પામવા પર છું. તેથી તમાંરે બધાએ જાણવું અને સમજવું જોઈએ, તમાંરી બધી માંનસિક અને આધ્યાત્મિક ક્ષમતા સાથે કે યહોવાએ જે બધા સારાઁ વચનો જે તમને આપ્યાં હતાં તે તેણે પાળ્યાં છે, અને તે બધા સાચા પડ્યાં છે. તેમાંનું કોઈ પણ નકામું નથી ગયું.
  • 15 સારાઁ વચનો જે યહોવાએ આપ્યાં હતાં, તેણે તેમાંના બધાં પાળ્યાં છે, અને જો તમે તેનું પાલન નહિ કરો તો તમાંરા બધા પર વિપત્તી આવશે અને તે તમને દબાણ કરી આ બધી ભૂમિમાંથી કાઢશે જે તેણે તમને આપી હતી અને તમાંરો નાશ કરશે.
  • 16 જો તમે યહોવા દેવનો કરાર જાણવવા નિષ્ફળ થાવ જે તેણે આજ્ઞા કરી હતી અને જો તમે બીજા દેવોને પૂજોઅને તેઓને નમો, તો યહોવા તમાંરી સાથે ગુસ્સે થશે અને તુરંત જ તમને આ ભૂમિ જે ફળદ્રુપ છે જે તેણે તમને આપી છે તેમાંથી દબાણ કરી બહાર કાઢશે.”