wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


ન્યાયાધીશો પ્રકરણ 4
  • 1 એહૂદના મૃત્યુ પછી ઈસ્રાએલી પ્રજાએ ફરી એક વાર યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યું.
  • 2 તેથી યહોવાની ઇચ્છાપ્રમાંણે ઈસ્રાએલીઓને હાસોરમાં રાજ કરનાર કનાની રાજા યાબીનના હાથે પરાજીત કરાયા હતાં. તેના સૈન્યના સેનાપતિનું નામ સીસરો હતું જે હરોશેથ હગોઈમમાં રહેતો હતો.
  • 3 યાબીન પાસે લોખંડના 900 રથ હતાં અને 20 વર્ષ સુધી તેણે ઈસ્રાએલીઓ ઉપર ભારે જુલમ ગુજાર્યો હતો, તેથી તેઓએ યહોવાને સહાય માંટે પોકાર કર્યો.
  • 4 એ વખતે લાપીદોથની પત્ની દબોરાહ ઈસ્રાએલીઓની ન્યાયાધીશ હતી. તે પ્રબોધિકા હતી,
  • 5 એફ્રાઈમના પહાડી પ્રદેશમાં રામાં અને બેથેલની વચ્ચે એક મોટું તાડનું ઝાડ હતું. તેની નીચે તે બેસતી હતી. અને ઈસ્રાએલીઓ ત્યાં તેમના ન્યાય વિષે નિર્ણય કરવા માંટે આવતા હતાં.
  • 6 એક દિવસ દબોરાહએ નફતાલી પ્રાંતના કેદેશમાં રહેતા અબીનોઆમના પુત્ર બારાકને તેડાવ્યો અને તેને કહ્યું કે, “ઈસ્રાએલના દેવ યહોવાએ તને આ હુકમ કર્યો છે, ‘નફતાલી અને ઝબુલોનના કુળસમૂહોમાંથી 10,000 સૈનિકોને લઈને તાબોર પર્વત ઉપર જા.
  • 7 હું યાબીનના સેનાપતિ સીસરાને તેના રથો અને યોદ્ધાઓ સાથે કીશોન નદીને કાંઠે લઈ આવીશ, પછી હું તેઓને તારા હાથમાં સોંપી દઈશ, તેથી તું એને ત્યાં હરાવી શકે.”‘
  • 8 બારાકે તેને કહ્યું, “તું જો માંરી સાથે આવતી હોય તો હું જાઉં, પણ તું જો માંરી સાથે ન આવતી હોય તો હું ન જાઉં.”
  • 9 તેણે જવાબ આપ્યો, “હું તારી સાથે જરૂર આવીશ;” પણ સીસરાને જીતવાનું શ્રેય તને મળશે નહિ, કારણ યહોવા સીસરાને એક સ્ત્રીના હાથમાં સોંપી દેનાર છે.”ત્યારબાદ દબોરાહ ઊભી થઈ અને બારક સાથે કેદેશ ગઈ.
  • 10 બારાક નફતાલી અને ઝબુલોનના કુળસમૂહો પાસે ગયો અને લોકોને બોલાવ્યા અને લગભગ10,000 માંણસોને સૈન્ય માંટે લઈને તે ગયો દબોરાહ પણ તેની સાથે ગઈ.
  • 11 કેની જાતિના હેબેર જે બીજા કેની લોકોથી અલગ પડી ગયો હતો અને તેણે પોતાનો તંબુ કેદેશ નજીક એલોન-સાઅનાન્નીમની પાસે નાખ્યો હતો. કેનીઓ-મૂસાના સાળા હોબાબના વંશજો હતા.
  • 12 સીસરાને સમાંચાર મળ્યાં કે અબીનોઆમના પુત્ર બારાક તેના સૈન્ય સાથે તાબોર પર્વત ઉપર ગયા છે.
  • 13 એટલે સીસરાએ પોતાના બધા 900 લોખંડના રથોને તેમજ પોતાના બધા સૈનિકોને હરોશેથ-હગોઈમથી કીશોન નદી આગળ ભેગા કર્યા.
  • 14 ત્યારે બારાકને દબોરાહએ કહ્યું, “જલદી ઉભો થા! યહોવાએ આજે સીસરાને તારા હાથમાં સોંપી દીધો છે. અત્યારે પણ યહોવા તારા માંટે લડે છે.” આથી બારાક 10,000નું સૈન્ય લઈને દુશ્મનો પર હુમલો કરવા તાબોર પર્વતના ઢોળાવો પરથી નીચે ધસી આવ્યો.
  • 15 યહોવાએ બારાકને સીસરા પર હુમલો કરવા મદદ કરી અને તેના બધા રથ સૈનિકોને બારાકનું લશ્કર જોઈને બેબાકળાં બનાવી દીધાં. સીસરા પોતે રથમાંથી કૂદીને ભાગી ગયો.
  • 16 બારાકે તેના સૈન્ય સાથે હરોશેથ-હગોઈમ સુધી સીસરાના રથોનો અને લશ્કરનો પીછો પકડયો. સીસરાનું સમગ્ર સૈન્ય હણાઈ ગયું એકેય માંણસ જીવતો રહેવા પામ્યો નહિ.
  • 17 સીસરા ભાગી ગયો અને દોડતો કેની હેબેરની પત્ની યાએલના તંબુએ પહોંચી ગયો. કારણ હાસોરના રાજા યાબીન અને કેની હેબેરના પરિવાર વચ્ચે સારા પારિવારીક સંબંધો હતાં.
  • 18 સીસરાને મળવા માંટે યાએલ સામે આવીને ઊભી રહી અને બોલી, “આવો, નામદાર, અંદર આવો, ડરશો નહિ.” આથી તે તંબુમાં ગયો અને તેણીએ તેને ધાબળા વડે ઢાંકી દીધો.
  • 19 સીસરાએ યાએલને કહ્યં, “મને તરસ લાગી છે, મને પીવા માંટે થોડું પાણી આપ.” તેથી તેણીએ તેને દૂધની ભરેલી મશક આપી અને ફરી તેને ઢાંકી દીધો.
  • 20 પછી સીસરાએ યાએલને કહ્યું, “તંબુના બારણામાં ઊભી રહે, અને કોઈ માંરી તપાસ કરવા આવે અને પૂછે કે અંદર કોઈ છે, તો કહેજે, ‘ના.’
  • 21 પણ તે ખૂબ થાકેલો હતો અને જલદીથી ઘસઘસાટ સૂઈ ગયો ત્યારે હેબરની પત્ની યાએલે એક હથોડો અને તંબુનો ખીલ્લો લઈને સીસરાના માંથામાં ઠોકી દીધો તેથી સીસરો આમ મૃત્યુ પામ્યો.
  • 22 જ્યારે સીસરાને શોધતો શોધતો બારાક ત્યાં આવ્યો ત્યારે યાએલે આવીને તેને કહ્યું, “આવો, તમે જે માંણસને શોધો છો તે હું બતાવું.” તે તેની સાથે તંબુમાં ગયો અને ત્યાં તંબુનો ખીલ્લો જોયો જે સીસરાના માંથામાં હતો અને તે મૃત પડયો હતો.
  • 23 તેથી તે દિવસે દેવે કનાનના રાજા યાબીનને ઈસ્રાએલીઓ માંટે હરાવ્યો.
  • 24 ત્યારબાદ ઈસ્રાએલીઓ કનાનના રાજા યાબીન સામેના હુમલાઓમાં વધુને વધુ બળવાન થતા ગયા અને આખરે તેમણે તેનો નાશ કર્યો.