- 1 હું એક એવો માણસ છું જેણે યહોવાના રોષના દંડાનો માર અનુભવ્યો છે.
- 2 હું એ માણસ જેવો છું જેને અંધારા રસ્તા પર દીવા વગર ચાલવા માટે ફરજ પડાઇ છે.
- 3 ફકત મારી વિરૂદ્ધ જ તે ફરી ફરીને આખો વખત પોતાનો હાથ ધૂમાવ્યા કરે છે.
- 4 તેણે મારી ચરબી અને ચામડીને નુકશાન પહોંચાડ્યું છે. તેણે મારા હાડકાં ભાંગી નાખ્યા છે.
- 5 દુ:ખ અને સંતાપની કોટડીમાં પૂરી તેણે મને કેવો રૂંધી નાખ્યો છે!
- 6 મરી ગયેલા માણસની જેમ. તેણે મને કયારનોય અંધકારમાં પૂરી રાખ્યો છે.
- 7 હું ક્યાંય છટકી ન જઇ શકું; તેથી તેણે મારી આસપાસ કોટ ચણી લીધો છે. અને તેણે ભારે સાંકળોથી મને પકડી લીધો છે.
- 8 જ્યારે હું પોકાર કરીને સહાય માંગુ છું, ત્યારે મારી તે પ્રાર્થના પાછી વાળે છે.
- 9 તેણે ઘડેલા પથ્થરોથી મારા માગોર્ને બંધ કર્યા છે અને તેણે તેને વાંકાચૂંકા ભૂલભૂલા મણીભર્યા કર્યા છે.
- 10 તે રીંછની જેમ મારી વાટ જોતો પડ્યો રહે છે, સિંહની જેમ મને પકડવા સંતાઇ રહે છે.
- 11 મેં લીધેલા માર્ગથી તેણે મને બહાર ખેંચી કાઢયો છે. તેણે મારા ટૂકડે-ટૂકડા કરીને મને ત્યાં પડ્યો રહેવા દીધો છે.
- 12 તેણે ધનુષ્ય પર બાણ ચઢાવ્યું છે અને તેને મારી સામે તાક્યું છે.
- 13 તેણે પોતાના જ ભાથાનાં બાણોથી. મારા મર્મસ્થાનો, ભેદી નાખ્યાં છે.
- 14 હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું; અને તેઓ આખો દિવસ મને ચીડવતા ગીતો ગાય છે.
- 15 તેણે મારા જીવનને કડવાશથી ભરી દીધુ છે. તેણે મને કટુઝેરથી ભરી દીધો છે.
- 16 વળી તેણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે, તેણે મને રાખમાં રગદોળી દીધો છે.
- 17 મારા હૃદયની શાંતિ હરાઇ ગઇ છે, સુંદર જીવન હોવું એ શુ છે તે હું ભૂલી ગયો છું.
- 18 હું કહું છુ કે, મારી શકિત ખૂટી ગઇ છે અને યહોવા તરફની મારી આશા નષ્ટ થઇ છે.
- 19 યાદ કર કે, હું તો માત્ર ગરીબ શરણાથીર્ છું, અને હું દિવસે દિવસે કડવા અનુભવમાંથી પસાર થાઉં છું.
- 20 નિરંતર મારું ચિત્ત તેનો જ વિચાર કર્યા કરે છે; અને હું નાહિમ્મત થઇ જાઉં છું.
- 21 એ હું મનમાં લાવું છું અને તેથી જ હું આશા રાખું છું.
- 22 યહોવાની કરૂણા, ખૂટી પરવારી નથી તેમ જ તેની દયાનો પણ અંત આવ્યો નથી.
- 23 દરરોજ સવારે તારી કૃપાઓ નવેસરથી મને મળે છે, માણસ તારી પર હંમેશા નિર્ભર રહી શકે.
- 24 મેં કહ્યું, “મારી પાસે જે કંઇ છે તે યહોવા છે. તેથી હું તેનામાં મારી આશા મૂકું છું.
- 25 જે તેનામાં વિશ્વાસ રાખે છે અને જેઓ તેની વાટ જોવાનું ચાલુ રાખે છે. તેમના માટે યહોવા સારો છે.
- 26 ચૂપ રહેવું અને યહોવા તમને બચાવે તેની રાહ જોવી તે સારું છે.
- 27 હજુ યુવાન હોય તે દરમ્યાન તે વ્યકિત દુ:ખની ઝૂંસરી ઉપાડે એમાંજ એનું કલ્યાણ છે.
- 28 જ્યારે યહોવા તેના પર ઝૂંસરી મૂકે છે, તેથી તેણે એકલા શાંત બેસવું જોઇએ.
- 29 ભલે તે તેનો ચહેરો ધૂળમાં ઘાલે, ત્યાં હજી પણ કદાચ આશા હશે.
- 30 જે તેને મારે છે તેના ભણી પોતાનો ગાલ ધરે; અને બધા અપમાન વેઠી લો.
- 31 યહોવા આપણને કદી પણ નકારશે નહિ.
- 32 કારણ, તે સજા કરે છે અને દુ:ખ દે છે; છતાં તે કરૂણાસાગર હોઇ દયા રાખે છે.
- 33 તે રાજીખુશીથી કોઇને પણ દુ:ખ દેતો નથી, અને તેમને દુ:ખ આપીને તે ખુશ થતો નથી.
- 34 જ્યારે પણ પૃથ્વી પરના કેદીને સિતમગાર દ્વારા કચડી નાંખવામાં આવે છે ત્યારે,
- 35 જ્યારે પણ કોઇનો હક્ક પડાવી લેવામાં આવે છે, ‘પરમ ઉચ્ચની હાજરીમાં ત્યારે’.
- 36 જ્યારે પણ ન્યાય થતો નથી, યહોવાને તે મંજૂર નથી.
- 37 યહોવાની આજ્ઞા વિના કોનું ધાર્યું થાય છે?
- 38 પરાત્પર દેવની આજ્ઞાથી જ સુખ અને દુ:ખ બન્ને ઉત્પન્ન થાય છે.
- 39 પાપની સજા સામે કોઇ માણસે શા માટે ફરિયાદ કરવી જોઇએ?
- 40 આપણી રીતભાત તપાસીએ અને કસોટી કરીએ અને આપણે યહોવા તરફ પાછા ફરીએ.
- 41 આપણે બે હાથ જોડીને સાચા હૃદયથી. સ્વર્ગમાં વસતા દેવને પ્રાર્થના કરીએ.
- 42 અમે બળવો કરીને અપરાધ કર્યો છે; અને તમે અમને માફ કર્યા નથી.
- 43 રોષે ભરાઇને તમે અમારો પીછો કર્યો છે અને નિર્દયી રીતે અમારો વધ કર્યો છે.
- 44 તમે રોષના વાદળ પાછળ છુપાઇ ગયા છો; જેથી અમારી પ્રાર્થના તમને ભેદીને પહોંચી શકે નહિ.
- 45 તમે અમને પ્રજાઓની વચમાં. કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે.
- 46 અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે.
- 47 અમે ભયભીત થયા છીએ, જાણે અમે ખાડામાં પડી ગયા હોઇએ એવું લાગે છે. અમે એકલા છીએ અને ભાંગી પડ્યા છીએ.
- 48 મારા લોકોનો વિનાશ જોઇને મારી આંખોમાંથી આંસુની નદીઓ વહે છે.
- 49 યહોવા આકાશમાંથી દ્રષ્ટિ કરીને જુએ ત્યાં સુધી.
- 50 નિરંતર મારી આંખમાંથી આંસુઓ વહે છે.
- 51 મારી નગરીની સર્વ કુમારીકાઓની દશા જોઇને મારી આંખો સૂજી ગઇ છે.
- 52 તેઓ કારણ વિના મારા શત્રુ થયા છે અને તેમણે પંખીની જેમ મારો શિકાર કર્યો છે.
- 53 તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થર ઢાંક્યો છે.
- 54 મારા માથા પર પાણી ફરી વળ્યાં અને હું બોલી ઉઠયો કે “હું મરી ગયો છુું.”
- 55 હે યહોવા, કારાગૃહના નીચલા ભોંયરામાંથી. મેં તમારા નામનો પોકાર કર્યો.
- 56 હું મદદ માટે ઘા નાખું છું અને મારી અરજ સાંભળીને તમે તમારો કાન બંધ ન કરશો.
- 57 તમે ચોક્કસ મારી હાંક સાંભળીને આવ્યા, અને કહ્યું પણ ખરુ કે,”ડરીશ નહિ.”
- 58 હે યહોવા! તમે અમારો બચાવ કર્યો છે અને મારું જીવન બચાવ્યું છે.
- 59 હે યહોવા, તમે મને થયેલા અન્યાય જોયા છે. તમે મારો ન્યાય કરો.
- 60 મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ, અને મારી વિરુદ્ધના સર્વ કાવાદાવા તમે જોયા છે.
- 61 હે યહોવા, તેઓએ કરેલી મારી નિંદા તથા તેઓએ મારી વિરૂદ્ધ કરેલા સર્વ કાવતરા તેં સાંભળ્યાં છે.
- 62 મારા વિરોધીઓ આખો દિવસ બખાળા કાઢે છે. તમે તેમના કાવાદાવા જાણો છો.
- 63 પછી ભલે તેઓ બેઠા હોય કે ઉભા હોય, હું તો તેમની ઠઠ્ઠા મશ્કરીનું ધ્યેય બની ગયો છુ.
- 64 હે યહોવા, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને, બદલો આપજો.
- 65 તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેમના પર શાપ વરસાવજો.
- 66 ક્રોધે ભરાઇને પીછો પકડીને તમે તેમનો નાશ કરજો અને હે યહોવા! તમે તેમનો પૃથ્વી પરથી સંહાર કરજો.
Lamentations 03
- Details
- Parent Category: Old Testament
- Category: Lamentations
યર્મિયાનો વિલાપ પ્રકરણ 3