wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


લેવીય પ્રકરણ 11
  • 1 પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું,
  • 2 “તમે ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે જણાવો: તમે પૃથ્વી પરનાં પ્રાણીઓમાંથી આટલાં જમવા માંટે ઉપયોગમાં લઈ શકો:
  • 3 જે પ્રાણીઓની ખરી ફાટવાળી હોય અને જે વાગોળતું હોય તેને તમે જમી શકો.
  • 4 “પરંતુ જે પ્રાણીઓની માંત્ર ખરી ફાટવાળી હોય અથવા જે માંત્ર વાગોળતાં હોય તે પ્રાણીઓ તમાંરે જમવા જોઈએ નહિ, જેમ કે ઊટ, એ વાગોળે છે પણ એની ખરીને ફાટ નથી, તમાંરે એને અશુદ્ધ ગણવું; ઘોર ખોદિયું અને સસલું, એ વાગોળે છે, પણ એના પગને ફાટ નથી;
  • 5
  • 6
  • 7 તમાંરે એને અશુદ્ધ ગણવાં, ડુક્કરના પગે ફાટ હોય છે, પણ એ વાગોળતું નથી, તમાંરે એને અશુદ્ધ ગણવું.
  • 8 તમાંરે તેનું માંસ ખાવું નહિ કે તેમના શબને અડવું નહિ. તમાંરે તેમને અશુદ્ધ ગણવાં.”
  • 9 “જળચર પ્રાણીઓમાંથી તમે આટલાં ખાઈ શકો: ખારા પાણીનાં કે મીઠાં પાણીનાં બધાં પરવાળા તેમજ ભિંગડાઁવાળાં પ્રાણીઓ,
  • 10 પરંતુ ખારા કે મીઠાં પાણીનાં નાનાં મોટાં જે પ્રાણીઓને કાં તો પર ન હોય કે ભિંગટાં પણ ન હોય તે તમે ખાઈ શકો નહિ, તમાંરા માંટે તે અશુદ્ધ છે.
  • 11 તમાંરે તેમનું માંસ ખાવું જોઈએ નહિ કે તેમના શબને અડવું નહિ.
  • 12 હું ફરીથી કહું છું કે જે કોઈ જળચર પ્રાણીને પર ન હોય કે ભિંગડાં ના હોય તે ખાવાની તમને મનાઈ છે.
  • 13 “આટલાં પક્ષીઓમાંથી નીચેના તમાંરે ન ખાવા અને અછુત ગણવા: ગરૂડ તથા ફરસ તથા ગીધ;
  • 14 બાજ, સમડી;
  • 15 કાગડા બધી જ દાતના,
  • 16 શાહમૃગ, રાતશકરી, શકરો, શાખાફ બધી જ જાતના
  • 17 ચીબરી, કરઢોક, ધૂવડ;
  • 18 રાજહંસ, ઢીંચ, ગીધ;
  • 19 બગલો, બધી જ જાતનાં હંસ, લક્કડખોદ અને વાગોળ.
  • 20 “બધા પાંખવાળા ચોપગા કીડાઓને તમાંરે ખાવા નહિ,
  • 21 પણ જેઓ ઠેકડા માંરી કૂદકા માંરે છે તેમનામાંથી આટલા તમે ખાઈ શકો:
  • 22 બધી જ જાતનાં તીડ, બધી જ જાતનાં તમરાં, બધી જ જાતના તીતીધોડા, દરેક રણનાં તીડ.
  • 23 “તે સિવાયના જે સર્વ જંતુઓ ઊડે છે અને પગથી ચાલે છે કે પેટે ચાલે છે તે બધાને ખાવાની તમને મનાઈ છે.
  • 24 “તેઓના શબને પણ જો કોઈ સ્પર્શ કરે તો સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
  • 25 જે કોઈ તેમના શબને ઉપાડી લે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવા. વિધિ પ્રમાંણે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
  • 26 “જે પશુઓને ફાટવાળી ખરીઓ હોય પણ તેમના બરાબર બે સરખા ભાગ થતાં ન હોય અથવા જે પશુઓ વાગોળતાં ના હોય, અથવા જે જે ચોપગાં રાની પશુઓ પંજા ઉપર ચાલતાં હોય તે બધાં પશુઓને અશુદ્ધ ગણવા જે કોઈ તેમના શબને અડે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
  • 27
  • 28 અને જે કોઈ તેમના શબને ઉપાડે, તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. કારણ કે તે માંટેની તમને મનાઈ કરેલી છે.
  • 29 “પેટે ચાલનારા આટલાં પ્રાણીઓની પણ તમને મનાઈ કરવામાં આવેલ છે: બધી જ જાતની ગરોળીઓ, નોળિયો, ઉદર,
  • 30 ચંદન ધો, પાટલા ઘો, મગર સરડો તથા કાચીંડો.
  • 31 પેટે ઘસીને ચાલનારાં પ્રાણીઓમાં આટલાંને તમાંરે અશુદ્ધ ગણવાં, જે કોઈ એમના શબને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
  • 32 “જે કોઈ વસ્તુ ઉપર એમનું શબ પડે તે અશુદ્ધ ગણાય. એવી કોઈ પણ લાકડાની અથવા કપડાંની અથવા ચામડાની અથવા કંતાનની નિત્યના વપરાશની વસ્તુને પાણીમાં ધોઈ નાખવી. પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. ત્યાર પછી તેનો ઉપયોગ થઈ શકે.
  • 33 જો આમાંનું કોઈ પણ પ્રાણી એક માંટીનાં વાસણ પર મરીને પડે તો તેમાંની વસ્તુ અશુદ્ધ થઈ જાય, તેથી એ વાસણને તોડી નાંખવું.
  • 34 જે કોઈ ખાવાના પદાર્થ પર એવાં માંટલામાંથી પાણી રેડયું હોય તે અશુદ્ધ ગણાય. અશુદ્ધ થયેલાં વાસણોમાંનું કોઈ પણ પીણું હોય તો તે અશુદ્ધ ગણાય.
  • 35 જે કોઈ વસ્તુ પર આવા પ્રાણીનું શબ પડે તે અશુદ્ધ ગણાય, અને એ જો ભઠ્ઠી કે સગડી હોય તો તેને ભાંગી નાખવી. કારણ કે એ અશુદ્ધ છે, અને તમાંરે એને અશુદ્ધ ગણવી જોઈએ.
  • 36 “જો આવું શબ પાણીના ટાંકામાં, કૂવામાં કે ઝરણાંમાં કે કોઈ જળાશયમાં પડે તો તે પાણી અશુદ્ધ ન ગણાય, જો કે જે કોઈ તેમનાં શબને અડે તે અશુદ્ધ ગણાય.
  • 37 જો એમાંના કોઈનું શબ વાવવાના દાણા પર પડે તો તે શુદ્ધ રહે.
  • 38 પણ જો તે દાણા ભીના હોય અને તેના પર શબ પડે, તો તમાંરે તેને અશુદ્ધ ગણવા.
  • 39 “તમને ખાવાની છૂટ આપવામાં આવી છે એવું પ્રાણી મરી જાય; તો તેના શબને જે કોઈ અડે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
  • 40 જે કોઈ એ શબમાંથી તેનું માંસ ખાય અથવા તેના શબને ઉઠાવીને દૂર લઈ જાય, તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
  • 41 “જમીન પર પેટ ઘસીને ચાલતાં તમાંમ નાનાં પ્રાણીઓ ખાવાની મનાઈ છે. માંટે તે ખાવાં નહિ.
  • 42 સર્વ પેટે ચાલનારાં ચોપગાં કે વધુ પગવાળાં જમીન પર પેટે ચાલનારાં નાનાં પ્રાણી પણ તમાંરે ખાવા નહિ કારણ કે તે અશુદ્ધ છે.
  • 43 તમાંરે એ પ્રાણીઓને તમને આભડવા દેવા નહિ, તમાંરે અશુદ્ધ ન બનવું.
  • 44 કારણ કે હું યહોવા તમાંરો દેવ છું. આ બાબતો વિષે તમે તમાંરી જાતને પવિત્ર રાખો, કારણ, હું પવિત્ર છું. જમીન પર પેટે ચાલતાં કોઈ પ્રાણીથી તમાંરે તમાંરી જાતને અભડાવવી નહિ.
  • 45 હું યહોવા છું, જે તમને મિસરમાંથી લાવ્યો હતો જેથી હું તમાંરો દેવ બની શકું. તમાંરે પવિત્ર થવું જ જોઈએ. કેમકે હું પવિત્ર છું.”
  • 46 એટલે પશુઓ, પક્ષીઓ, જળચર પ્રાણીઓ અને જમીન પર પેટઘસીને ચાલનારા જીવોને લગતો નિયમ આ મુજબ છે.
  • 47 એનો હેતું અશુદ્ધ અને શુદ્ધ ખાદ્ય અને અખાદ્ય જીવોને જુદુ પાડવાનો છે.”