wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


લેવીય પ્રકરણ 19
  • 1 પછી યહોવાએ મૂસાને કહ્યું,
  • 2 “ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને આ પ્રમાંણે જણાવ: તમે પવિત્ર થાઓ, કારણ હું તમાંરો દેવ યહોવા પવિત્ર છું.
  • 3 “તમાંરામાંના પ્રત્યેક વ્યક્તિએ પોતાના માંતાપિતાને માંન આપવું અને માંરા ખાસ વિશ્રામવારોનું પાલન કરવું. હું તમાંરો દેવ યહોવા છું.
  • 4 ધાતુની મૂર્તિઓ બનાવશો નહિ, ને મૂર્તિપૂજા કરશો નહિ. હું યહોવા તમાંરો દેવ છું.
  • 5 “તમે જ્યારે યહોવાની આગળ ભેટ અર્પણ ચઢાવો ત્યારે તેને સરખી રીતે ચઢાવો જેથી તેનો સ્વીકાર થાય.
  • 6 જે દિવસે તમે અર્પણ કરો તે જ દિવસે જમી લેવું જોઈએ. અને પછી તે દિવસે જે કાંઈ બચ્યું હોય તે જમી લેવું; પરંતુ ત્રીજા દિવસ સુધી એમાંનું જે બચે તે અગ્નિમાં બાળી નાખવું.
  • 7 કારણ, તે દૂષિત છે અને તે ત્રીજે દિવસે સહેજપણ ખાવું નહિ, કારણ કે તે અમંગળ છે, એનો સ્વીકાર નહિ થાય.
  • 8 જે કોઈ તે ખાય તેણે સજા ભોગવવી પડશે, કારણ, તે દોષિત છે. તેણે યહોવાને ચઢાવેલું પવિત્ર અર્પણ ભ્રષ્ટ કર્યુ છે, તેથી તેનો લોકોએ સામાંજીક બહિષ્કાર કરવો.
  • 9 “જયારે તમે ખેતરમાં પાકની કાપણી કરો ત્યારે છેક ખૂણા સુધી લણશો નહિ અને ધઉની કાપણીનો મોડ પણ વીણી લેશો નહિ.
  • 10 એ જ પ્રમાંણે દ્રાક્ષના વેલાને પૂરેપૂરા વીણશો નહિ, તેમજ નીચે પડેલી દ્રાક્ષ પણ વીણશો નહિ. ગરીબો તેમજ મૂસાફરો માંટે તે રહેવા દેજો. હું યહોવા તમાંરો દેવ છું.
  • 11 “તમાંરે ચોરી કરવી નહિ, કે કોઈને છેતરવું કે ઠગવું પણ નહિ.
  • 12 તમાંરે ખોટી વાત માંટે માંરા નામના સમ ખાઈને તમાંરા દેવ યહોવાનું નામ વગોવવું નહિ, કારણ, હું યહોવા છું.
  • 13 “તમાંરે કોઈને લૂંટવો નહિ કે કોઈનું શોષણ કરવું નહિ, ત્રાસ આપવો નહિ, મજૂરીએ રાખેલા માંણસનું મહેનતાણું સમયસર ચૂકવી દેવું. તેઓના મહેનતાણાંમાંથી તારી પાસે કાંઈ બાકી રહે તો તે સવાર થતાં સુધી તારી પાસે રાખવું નહિ.
  • 14 “બહેરા માંણસને કદી શાપ ના દેવો, અને અંધજનના માંર્ગમાં અડચણ ન મુકવા. માંરી બીક રાખજો. હું તમાંરો દેવ યહોવા છું.
  • 15 “ન્યાયધીશોએ પોતાના ન્યાયમાં સદા પ્રામાંણિક રહેવું, ગરીબો પ્રત્યે ખોટી દયા દર્શાવીને કે મોટાની આણ રાખીને અન્યાયી ચુકાદો આપવો નહિ, હંમેશા ઉચિત ન્યાય કરવો.
  • 16 દેશબાંધવોમાં તમાંરે કોઈની કૂથલી કરવી નહિ, કોઈના પર ખોટો આરોપ મૂકીને એનું જીવન જોખમમાં મૂકવું નહિ, હું યહોવા છું.
  • 17 “તમાંરે તમાંરા ભાઈના વિષે મનમાં ડંખ રાખીને તેનો તિરસ્કાર કરવો નહિ, તારા પડોશીને પાપ કરે તો તેનો દોષ બતાવી ઠપકો આપવો અને તેને છોડી મૂકવો. એટલે તેનું પાપ તમાંરા માંથે આવે નહિ.
  • 18 કોઈના પર વૈર વાળીને બદલો લેવાની ભાવના રાખવી નહિ, પરંતુ જેમ પોતાના પર પ્રેમ રાખીએ તેમ પડોશીઓ પર પણ પ્રેમ રાખવો. હું યહોવા છું.
  • 19 “માંરા નિયમો પાળજો. તમાંરાં પશુઓને જુદી જાતનાં પશુ સાથે ગર્ભાધાન કરાવશો નહિ. તમાંરા ખેતરમાં એકી સાથે બે જાતનાં બી વાવશો નહિ તેમજ જુદી જુદી બે જાતના તારનું વણેલું કાપડ પણ પહેરશો નહિ.
  • 20 “જો કોઈ માંણસ બીજા માંણસની દાસીનાપર ઉપભોગ કરે, જે તેણે તેને ખરીદી ન હતી અથવા આઝાદ ન હતી તો શિક્ષા થવી જોઈયે પણ બન્નેને મૃત્યુદંડ ન થાય, કારણ કે તે આઝાદ ન હતી.
  • 21 તેથી તેમાં સંડોવાયેલ વ્યક્તિએ દોષાર્થાર્પણ માંટે મુલાકાતમંડપના દ્વાર આગળ યહોવા સમક્ષ ઘેટો લઈને આવવું.
  • 22 અને યાજકે તે વ્યક્તિના પાપના નિવારણાર્થે યહોવા સમક્ષ પ્રાયશ્ચિતવિધિ કરવી, એટલે તેને માંફ કરવામાં આવશે.
  • 23 “કનાન દેશમાં તમે જ્યારે પ્રવેશ કરો અને કોઈ પણ ફળનું વૃક્ષ રોપો તો તેનાં ફળને ત્રણ વર્ષ સુધી અશુદ્ધ હોવાને કારણે ખાશો નહિ.
  • 24 ચોથે વર્ષે તેના બધા જ ફળને યહોવાનું સ્તવન કરવા માંટે અર્પણ કરી દેજો.
  • 25 છેવટે પાંચમે વરસે તમે તેનાં ફળ ખાઈ શકો. જો એમ કરશો તો તેનો ફાલ વધુ ઊતરશે. હું યહોવા તમાંરો દેવ છું.”
  • 26 “તમાંરે લોહીવાળું માંસ ખાવું નહિ, તેમજ કામણ ટૂમણ પણ કરવું નહિ, તેમજ તમાંરે જ્યોતિષીઓ કે જાદુગરો પાસે જવું નહિ.
  • 27 “તમાંરા કાનની બાજુના વાળ મૂર્તિપૂજાકોની જેમ કાપો નહિ, તમાંરી દાઢી બોડવી નહિ.
  • 28 કોઈના મૃત્યુના શોકમાં તમાંરા શરીર પર ઘા કરવા નહિ તથા તમાંરા શરીર પર છૂંદણાં છૂંદાવવા નહિ, હું યહોવા છું.”
  • 29 “તમાંરી પુત્રીને દેવદાસી બનીને ભ્રષ્ટ થવા દેશો નહિ; તમાંરા દેશના લોકોને વારાંગના બનવા દેતા નહિ. તે પ્રકારનું પાપ તમાંરા આખા દેશમાં પ્રચલિત ન થવા દેતા.
  • 30 “તમે માંરા સાબ્બાથો પાળજો, અને માંરા પવિત્રસ્થાનનું માંન જાળવજો, હું યહોવા છું.
  • 31 “ભૂવા કે જાદુગરો પાસે જઈને તેમને પ્રશ્નો પૂછીને તેમની સલાહ લઈને તમાંરી જાતને અશુદ્ધ કરશો નહિ, કારણ કે હું યહોવા તમાંરો દેવ છું.
  • 32 “દેવનો ડર રાખો અને વડીલોનું સન્માંન કરો, તેઓ જ્યારે ઓરડીમાં આવે ત્યારે ઉભા થાવ, હું તમાંરો દેવ યહોવા છું.”
  • 33 “જો કોઈ વિદેશી તમાંરા દેશમાં આવે, ને તમાંરી સાથે રહે તો તમાંરે તેને છેતરવો કે તેની પર ત્રાસ કરવો નહિ.
  • 34 તેને તમાંરે તમાંરા જેવો જ વતની માંનવો અને તેના પર તમાંરી જાત જેટલો જ પ્રેમ રાખો. તમે પણ મિસરમાં પરદેશી હતા તેનું સ્મરણ કરો. હું યહોવા તમાંરો દેવ છું.
  • 35 “તમાંરે લોકોનો ન્યાય કરતી વખતે નિષ્પક્ષ રહેવું. લંબાઈ માંપવામાં, કે વસ્તુઓનું વજન કરવામાં અને માંપવામાં ખોટાં માંપ વાપરી કોઈની સાથે છેતરપિંડી કરવી નહિ.
  • 36 તમાંરે સાચાં ત્રાજવાં, સાચાં કાટલાં, અને સાચાં માંપ રાખવાં, હું તમને મિસર દેશમાંથી બહાર લઈ આવનાર તમાંરો દેવ યહોવા છું.
  • 37 “તમાંરે માંરા બધા જ નિયમો આજ્ઞાઓ અને માંરી વિધિઓ પ્રત્યે સંપૂર્ણ ધ્યાન આપવું અને કાળજીપૂર્વક તેનું પાલન કરવું અને તેમનો અમલ કરવો, કારણ, હું યહોવા છું.”