wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


લેવીય પ્રકરણ 24
  • 1 યહોવાએ મૂસાને કહ્યું,
  • 2 “ઇસ્રાએલના લોકોને કહે કે, તેઓ મુલાકાતમંડપમાં કરાર કોશની આગળના પડદા બહારની દીવીમાં અખંડ દીપ પ્રગટતો રાખવા માંટે ચોખ્ખું જૈતૂનનું તેલ લાવી આપે.
  • 3 હારુને તે દીપ સાંજથી સવાર સુધી યહોવા સમક્ષ પ્રગટતો રહે તેની કાળજી રાખવાની છે. આ કાનૂન તમને અને તમાંરા વંશજોને કાયમ માંટે બંધનકર્તા છે.
  • 4 હારુને શુદ્ધ સોનાની દીવી ઉપરના દીવા યહોવા સમક્ષ અંખડ પ્રગટતા રહે તે માંટે કાળજી રાખવાની છે.
  • 5 “તમાંરે ઘઉનો લોટ લઈને તેમાંથી 16 વાટકાનો એક એવા બાર રોટલી બનાવવી.
  • 6 તમાંરે તે બાર રોટલા શુદ્ધ સોનાના બાજઠ ઉપર યહોવા સમક્ષ છ છની બે થપ્પીમાં ગોઠવવા.
  • 7 તે બંને થપ્પી પર તમાંરે શુદ્ધ લોબાન મૂકવો, આથી યહોવાને પોતાની સમક્ષ અગ્નિ આહુતીનું અર્પણ યાદ રહેશે.
  • 8 પ્રતિ વિશ્રામવારે તે યહોવા સમક્ષ નિયમિત ગોઠવવા. તે ઇસ્રાએલી લોકોનું કાયમી કામ છે.
  • 9 પવિત્ર જગાએ હારુન અને તેના પુત્રો આ રોટલી ખાય. એ એમનો હક છે. કારણ, તે યહોવાને ચઢાવાતા અગ્નિ ખાદ્યાર્પણોનો યાજકને મળતો પવિત્ર ભાગ છે. યાજકને આ ભાગ હંમેશા આપવાના છે.
  • 10 એક દિવસ ઇસ્રાએલી માંતા અને મિસરી પિતાના યુવાનને છાવણીમાં એક ઇસ્રાએલી વ્યક્તિ સાથે ઝધડો થયો.
  • 11 ઝધડા દરમ્યાન આ ઇસ્રાએલી યુવતીના દીકરાએ યહોવાને શાપ આપ્યો. તેથી ન્યાય માંટે મૂસા સમક્ષ રજૂ કરવામાં આવ્યો. તેની માંતાનું નામ શલોમીથ હતું, તે દાનના કુળના દિબ્રીની પુત્રી હતી.
  • 12 યહોવાનો ચૂકાદો ના આવે ત્યાં સુધી તેને ચોકી પહેરા હેઠળ રાખવાનું નક્કી થયું.
  • 13 યહોવાએ મૂસાને કહ્યું,
  • 14 “તેને છાવણીમાંથી બહાર લઈ જા અને જેઓને તેને નિંદા કરતા સાંભળ્યો હતો તે સર્વને તેના માંથા પર હાથ મૂકવાનું કહે; પછી બધા લોકો પથ્થરો માંરી તેને માંરી નાખે.
  • 15 ત્યારબાદ તું ઇસ્રાએલીઓને કહે કે, જે કોઈ દેવની નિંદા કરશે તેણે પોતાના પાપની સજા ભોગવવી પડશે.
  • 16 જે કોઈ યહોવાના નામની નિંદા કરે તેને મૃત્યુદંડ આપવો, પછી તે ઇસ્રાએલી હોય કે વિદેશી; સમગ્ર સમાંજે તેને પથ્થરો માંરવા; અને મૃત્યુદંડ આપવો.
  • 17 “જે કોઈ વ્યક્તિ બીજાની હત્યા કરે તો તેને મોતની સજા કરવી.
  • 18 જે કોઈ પશુને માંરી નાખે તેણે તેની નુકસાની ભરપાઈ કરવી જીવને બદલે જીવ.
  • 19 “જો કોઈ વ્યક્તિ અન્યને ઈજા પહોંચાડે તો તેણે જે કર્યુ હોય તે તેને કરવું:
  • 20 હાડફું ભાંગનારનું હાડફું ભાંગવું, આંખ ફોડનારની આંખ ફોડવી, દાંત પાડનારનો દાંત પાડવો, એણે સામી વ્યક્તિને જેવી ઈજા કરી હોય તેવી જ ઈજા તેને કરીને બદલો આપવામાં આવે.
  • 21 જે કોઈ વ્યક્તિ કોઈ પશુને માંરી નાખે તો તેણે નુકસાની ભરપાઈ કરવી, પણ જો કોઈ માંણસને માંરી નાખે તો તેને મૃત્યુદંડ આપવો.
  • 22 “વિદેશી કે ઇસ્રાએલી પ્રજામાં જન્મ ધારણ કરનાર નાગરિક સર્વને સમાંન કાનૂન લાગુ પડે, કારણ હું યહોવા તમાંરો દેવ છું.”
  • 23 મૂસાએ ઇસ્રાએલીઓને આ પ્રમાંણે કહ્યા પછી તેમણે દેવનિંદા કરનાર માંણસને છાવણી બહાર લઈ જઈને યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા પ્રમાંણે તેને પથ્થરો માંરીને માંરી નાખ્યો.