wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


નહેમ્યા પ્રકરણ 7
  • 1 હવે દીવાલ બંધાઇ ચૂકી હતી અને તેના દરવાજાઓ જગ્યા પર ઊભા કરવામાં આવ્યાં હતા અને દ્વારપાળો, ગવૈયાઓ અને લેવીઓની નિમણૂંક કરવામાં આવી.
  • 2 ત્યારે યરૂશાલેમનાં વહીવટની જવાબદારી મેં મારા ભાઇ હનાનીને અને કિલ્લાના સેનાપતિ હનાન્યાને સોંપી દીધી; કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા કરતાં દેવથી વિશેષ ડરનારો હતો.
  • 3 મેં તેમને કહ્યું, “દિવસ ચઢે ત્યાં સુધી યરૂશાલેમના દરવાજા ખોલવા નહિ, અને જ્યારે હજી પહેરેગીરો ચોકી કરતા હોય ત્યારે તમારે દરવાજા બંધ રાખી અને દરવાજા પર કમાડ વાસી દેવા. યરૂશાલેમના વતની ઓમાંથી તમારે પહેરેગીરો નીમવા. કેટલાક ચોક્કસ જગ્યાએ ચોકીઓ સંભાળે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે.”
  • 4 શહેરનો વિસ્તાર ખૂબ મોટો હતો; પણ વસ્તી ઓછી હતી અને વધારે ઘરો બંધાયાઁ નહોતાઁ.
  • 5 મારા દેવે મને પ્રેરિત કર્યો કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને સાથે બોલાવવા અને તેમને ભેગા કરી તેમની કુટુંબવાર નોંધ કરવી. દેશવટેથી જેઓ સૌથી પહેલા આવ્યાં હતા તેઓની વંશાવળીની યાદી મને મળી, તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે,
  • 6 બાબિલના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા જેઓનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો. જેઓને બંદીવાન બનાવીને લઇ જવાયાં હતા, તે પ્રાંતના આ લોકો છે. તેઓ યહૂદાના પોતપોતાના નગરોમાં અને યરૂશાલેમમાં પાછા આવ્યા.
  • 7 એટલે જેઓ ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રાઆમ્યા, નાહમાની, મોદેર્ખાય, બિલ્શા, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ તથા બાઅનાહની સાથે આવ્યા તેઓ આ બધાં છે:ઇસ્રાએલના લોકોના પુરુષોની સંખ્યા:
  • 8 પારોશના વંશજો 2,172
  • 9 શફાટયાના વંશજો 372
  • 10 આરાહના વંશજો 652
  • 11 પાહાથ-મોઆબના વંશજો એટલે કે યેશૂઆ તથા યોઆબના વંશજો, 2,818
  • 12 એલામના વંશજો 1,254
  • 13 ઝાત્તૂના વંશજો 845
  • 14 ઝાક્કાયના વંશજો 760
  • 15 બિન્નૂઇના વંશજો 648
  • 16 બેબાયના વંશજો 628
  • 17 આઝગાદના વંશજો 2,322
  • 18 અદોનીકામના વંશજો 667
  • 19 બિગ્વાયના વંશજો 2,067
  • 20 આદીનના વંશજો 655
  • 21 આટેરના વંશજો એટલે હિઝિક્યા 98
  • 22 હાશુમના વંશજો 328
  • 23 બેસાયના વંશજો 324
  • 24 હારીફના વંશજો 112
  • 25 ગિબયોનના વંશજો 95
  • 26 બેથલેહેમના તથા નટોફાહના મનુષ્યો 188
  • 27 અનાથોથના મનુષ્યો 128
  • 28 બેથ-આઝમાવેથના મનુષ્યો 42
  • 29 કિર્યાથ-યઆરીમના કફીરાહના તથા બએરોથના મનુષ્યો 743
  • 30 રામાના તથા ગેબાના મનુષ્યો 621
  • 31 મિખ્માસના મનુષ્યો 122
  • 32 બેથેલના તથા આયના મનુષ્યો 123
  • 33 નબોના બીજા નગરના મનુષ્યો 52
  • 34 એલામના બીજા શહેરના વંશજો 1,254
  • 35 હારીમના વંશજો320
  • 36 યરીખોના વંશજો 345
  • 37 લોદના વંશજો, હાદીદના વંશજો તથા ઓનોના વંશજો 721
  • 38 સનાઆહના વંશજો 3,930
  • 39 યાજકો: યદાયાના વંશજો,યેશૂઆના કુટુંબના 973
  • 40 ઇમ્મેરના વંશજો1052
  • 41 પાશહૂરના વંશજો 1,247
  • 42 હારીમના વંશજો 1,017
  • 43 લેવીઓ: યેશૂઆના અને કાદ્મીએલ અને, હોદૈયાના વંશજોમાંના 74
  • 44 ગવૈયાઓ: આસાફના વંશજો 148
  • 45 દ્વારપાળો: શાલ્લૂમના વંશજો,આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા અને સોબાયના વંશજો 138
  • 46 મંદિરના સેવકો: સીહા, હસૂફા અને ટાબ્બાઓથના વંશજો:
  • 47 કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો;
  • 48 લબાનાહના વંશજો, હગાબાના વંશજો, સાલ્માયના વંશજો;
  • 49 હાનાનના વંશજો, ગિદ્દેલના વંશજો, ગાહારના વંશજો;
  • 50 રઆયાના વંશજો, રસીનના વંશજો, નકોદાના વંશજો;
  • 51 ગાઝઝામના વંશજો, ઉઝઝાના વંશજો, પાસેઆહના વંશજો;
  • 52 બેસાયના વંશજો, મેઉનીમના વંશજો, નફૂશશીમના વંશજો;
  • 53 બાકબૂકના વંશજો, હાકૂફાહના વંશજો, હાર્હૂરના વંશજો;
  • 54 બાસ્લીથના વંશજો, મહિદાના વંશજો, હાર્શાના વંશજો;
  • 55 કાકોર્સના વંશજો, સીસરાના વંશજો, તેમાહના વંશજો;
  • 56 નસીઆહના વંશજો અને હટીફાના વંશજો.
  • 57 સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,
  • 58 યાઅલાના વંશજો; દાકોર્નના વંશજો; ગિદૃેલના વંશજોે;
  • 59 શફાટયાના વંશજો; હાટ્ટીલના વંશજો, પોખેરેથ-હાસ્સબાઇમના વંશજો અને આમોનના વંશજો;
  • 60 મંદિરના બધાં સેવકોની તથા સુલેમાનના સેવકોના વંશજો સર્વ મળીને 392 હતા.
  • 61 કેટલાક લોકો તેલમેલાહ, તેલ-હાર્શા, કરૂબ, આદૃોન, તથા ઇમ્મેરમાંથી આવ્યા, પરંતુ તેઓ તેમના કુટુંબના પિતૃઓને કે તેમની વંશાવળીને સાબિત કરી શક્યા નહોતા કે તેઓ ઇસ્રાએલના છે.
  • 62 તેઓ દલાયાના વંશજો, ટોબિયાના વંશજો તથા નકોદાના વંશજો 642 હતા.
  • 63 યાજકોમાંના: હબાયાના વંશજો, હાકકોસના વંશજો અને બાઝિર્લ્લાયના વંશજોએ ગિલયાદી બાઝિર્લ્લાયની પુત્રીઓમાંથી એકની સાથે પરણ્યો હતો, માટે તેઓના નામ પરથી તેનું નામ એ પડ્યું.
  • 64 તેઓ તેઓના પરિવારના પૂર્વજોને સાબિત કરી ન શક્યા તેથી તેઓને યાજક તરીકે કાર્ય કરવા દેવામાં આવ્યુ નહિ કારણ તેઓ અયોગ્ય ગણાતા હતા.
  • 65 પ્રશાશકે તેઓને કહ્યું કે જ્યાં સુધી, “ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમ પવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.”
  • 66 આખા સમૂહની કુલ સંખ્યા 42,360 હતી.
  • 67 જેમા સેવક અને સેવિકાઓની ગણત્રી કરી નહોતી જેઓ 7,337 હતાં અને 245 ગાયક અને ગાયીકાઓ હતા.
  • 68 તેઓ પાસે 736 ઘોડા અને 245 ખચ્ચર હતાં.
  • 69 તેઓ પાસે 435 ઊંટ અને 6,720 ગધેડાં હતાં.
  • 70 પૂર્વજોના કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામ માટે ભેટ આપી હતી. પ્રશાસકે 81/2 કિલોસોનું, પચાસ પાત્રો અને 530 યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.
  • 71 અન્ય પિતૃઓનાં કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે 170 કિલોસોનું તથા 2,200 માનેહચાંદી આ કામ માટે ભંડારમાં આપ્યાં.
  • 72 બાકીના લોકોએ જે આપ્યું તે 170 કિલો સોનું, 2,000 માનેહરૂપું તથા 6 યાજકવસ્ત્ર હતાં.
  • 73 હવે યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, થોડાં લોકો, મંદિરના સેવકો, તથા સર્વ ઇસ્રાએલીઓ તેમનાં પોતપોતાનાં નગરોમાં વસ્યા.