- 1 ઇસ્રાએલીઓ મિસર દેશમાંથી નીકળી ગયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાએ મૂસાને કહ્યું,
- 2 “સમગ્ર ઇસ્રાએલી સમાંજની વસ્તી ગણતરી કરો, દરેક વ્યક્તિની તેના કુટુંબ તથા કુળસમૂહ સાથે યાદી તૈયાર કરો.
- 3 જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉમરના હોય અને જે બધા લશ્કરમાં જોડાવા લાયક હોય તેમની ગણતરી તેમનાં સમૂહો પ્રમાંણે કરીને યાદી તૈયાર કરો.
- 4 પ્રત્યેક કુળસમૂહના એક આગેવાન પુરુષને તમાંરી મદદમાં રહેવા કહો.
- 5 અને તમને મદદ કરનારાઓનાં નામ આ પ્રમાંણે છે:રૂબેનના કુળસમૂહમાંથી અલીસૂર જે શદેઉરનો પુત્ર છે.
- 6 શિમયોનના કુળસમૂહમાંથી શલુમીએલ જે સૂરીશાદાયનો પુત્ર છે.
- 7 યહૂદાનાં કુળસમૂહમાંથી આમ્મીનાદાબનો પુત્ર નાહશોન.
- 8 ઈસ્સાખારના કુળસમૂહમાંથી સૂઆરનો પુત્ર નથાનિયેલ.
- 9 ઝબુલોનનાં કુળસમૂહમાંથી હેલોનનો પુત્ર અલીઆબ.
- 10 યૂસફના કુટુંબોમાંથી: એફ્રાઈમના કુળસમૂહમાંથી આમ્મીહૂદનો પુત્ર એલીશામાં. અને મનાશ્શાના કુળસમૂહમાંથી પદાહસૂરનો પુત્ર ગમાંલ્યેલ.
- 11 બિન્યામીનનાં કુળસમૂહમાંથી ગિદિયોનીનો પુત્ર અબીદાન.
- 12 દાનનાં કુળસમૂહમાંથી આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર.
- 13 આશેરનાં કુળસમૂહમાંથી ઓક્રાનનો પુત્ર પાગીએલ.
- 14 ગાદનાં કુળસમૂહમાંથી દેઉએલનો પુત્ર એલ્યાસાફ.
- 15 નફતાલીના કુળસમૂહમાંથી એનાનનો પુત્ર અહીરા.
- 16 તે બધા પુરુષો તેઓના કુટુંબોના આગેવાનો હતા. લોકોએ તેઓને તેમના કુળસમૂહના આગેવાન તરીકે પસંદ કર્યા.
- 17 મૂસાએ અને હારુને ઉપર દર્શાવેલ આગેવાન ઇસ્રાએલીઓને સાથે લીધા.
- 18 બીજા મહિનાના પ્રથમ દિવસે તેમણે સમગ્ર ઇસ્રાએલ સમાંજને એકત્ર કરીને તેમના કુટુંબો અને કુળસમૂહો અનુસાર નોંધણી કરી, વીસ વર્ષ અને તેથી વધારે ઉમર ના સર્વ પુરુષોનાં નામની નોંધણી કરવામાં આવી.
- 19 યહોવાએ જે આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ સિનાઈના રણમાં તેઓની ગણતરી કરી.
- 20 ઇસ્રાએલના જયેષ્ઠ પુત્ર રૂબેનના કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની છેવટની સંખ્યા નોંધવામાં આવી.
- 21 તો તેઓની સંખ્યાની ગણના રૂબેનના કુળસમૂહમાં 46,500 થઈ.
- 22 શિમયોનનાં કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની ગણના કુટુંબવાર કરવામાં આવી.
- 23 શિમયોનના કુળસમૂહની કુલ સંખ્યા 59,300 થઈ.
- 24 ગાદનાં કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી
- 25 તો તેમની કુલ સંખ્યા 45,650 થઈ.
- 26 યહૂદાનાં કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી,
- 27 તો તેમની કુલ સંખ્યા 74,600 થઈ.
- 28 ઈસ્સાખારનાં પુત્રોના કુળસમૂહમાં, 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી.
- 29 તો તેમની કુલ સંખ્યા 54,400 થઈ.
- 30 ઝબુલોનનાં પુત્રોના કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી,
- 31 તો તેમની એકંદર સંખ્યા 57,400 થઈ.
- 32 યૂસફના પુત્રોના, એટલે એફ્રાઈમના કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના બધા જે લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તે પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી,
- 33 તો તેમની કુલ સંખ્યા 40,500 થઈ.
- 34 મનશ્શાનાં કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા માંટે શક્તિમાંન હોય તે બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી
- 35 તો તેમની કુલ સંખ્યા 32,200 થઈ.
- 36 બિન્યામીનનાં કુળસમૂહના 20 વર્ષના અને તેમની ઉપરના બધાં જ પુરુષો જે લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેમની કુટુંબવાર નોંધ કરવામાં આવી.
- 37 તેમની કુલ સંખ્યા 35,400 થઈ.
- 38 દાનના કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી.
- 39 તો તેમની કુલ સંખ્યા 62,700 થઈ.
- 40 આશેરનાં કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તે બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી.
- 41 તો તેમની કુલ સંખ્યા 41,500 થઈ.
- 42 નફતાલીનાં કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી,
- 43 તો તેમની કુલ સંખ્યા 53,400 થઈ.
- 44 મૂસા અને હારુને તથા ઇસ્રાએલના પ્રત્યેક કુળસમૂહના અધિપતિ તરીકે આવેલા બાર કુળસમૂહના આગેવાનોએ સાથે મળીને નોંધેલી સંખ્યા આ પ્રમાંણે હતી:
- 45 વીસ વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા પુરુષોની તેઓના કુટુંબો અનુસાર ગણતરી કરવામાં આવી.
- 46 તો તેઓની કુલ સંખ્યા 6,03,550 હતી.
- 47 પણ બાકીના કુળસમૂહોની સાથે લેવીઓની કુટુંબવાર નોંધણી કરવામાં આવી નહોતી, કારણ,
- 48 યહોવાએ મૂસાને કહ્યું હતું કે,
- 49 “લશ્કરમાં જોડાઈ શકે તેવા લાયક પુરુષોની તમે ગણતરી કરો ત્યારે લેવીના કુળસમૂહની સંખ્યા નોંધવાની નથી.
- 50 કારણ કે લેવીઓને પવિત્રમંડપની સેવાનું તથા તેને ઊંચકી લેવાનું કામ સોંપવાનું છે, તેઓએ એકલાએ જ હાજરમાં રહેવા માંટે પવિત્રમંડપની પાસે જ તેની ચારે બાજુ પોતાની છાવણી રાખવાની છે.
- 51 જ્યારે એ પવિત્રમંડપે બીજે લઈ જવાનો પ્રસંગ ઊભો થાય, ત્યારે લેવીઓએ જ એ ઉઠાવવાનો એટલે કે છૂટો પાડવાનો અને ફરીથી ઊભો કરવાનો છે. લેવી કુળસમૂહના સદસ્ય સિવાય જે કોઈ વ્યક્તિ પવિત્રમંડપની સંભાળ રાખવાનો પ્રયાસ કરે તો તેને મૃત્યુદંડની સજા કરવી.
- 52 ઇસ્રાએલના દરેક કુળની છાવણી અલગ રાખવી, અને પોતપોતાના કુળની પોતાની ટુકડી સાથે અને ધ્વજ સાથે પડાવ નાખવો.
- 53 પણ લેવીઓએ પવિત્રમંડપની આસપાસ જ પોતાની છાવણી નાખવી. તેઓ પવિત્ર મુલાકાત મંડપની રક્ષા કરશે. જેથી ઇસ્રાએલી લોકોનું કશું ખોટું થશે નહિ.”
- 54 યહોવાએ મૂસાને કહ્યું હતું તે પ્રમાંણે સર્વ આજ્ઞાઓનો અમલ ઇસ્રાએલીઓએ બરાબર કર્યો.
Numbers 01
- Details
- Parent Category: Old Testament
- Category: Numbers
ગણના પ્રકરણ 1