- 1 સિનાઈ પર્વત પર યહોવાએ મૂસા સાથે વાત કરી ત્યારે હારુન અને મૂસાના વંશાવળી આ પ્રમાંણે હતી:
- 2 હારુનના જ્યેષ્ઠ પુત્રનું નામ નાદાબ, તે પછી અબીહૂ, એલઆઝાર અને ઈથામાંર.
- 3 એમનો યાજકો તરીકે અભિષેક કરવામાં આવ્યો હતો અને તેમને યાજકના અધિકારો આપવામાં આવ્યા હતા.
- 4 પરંતુ નાદાબ અને અબીહૂ એ અપવિત્ર અગ્રિ યહોવાને ધરાવ્યો તેથી તેઓ સિનાઈના રણમાં જ મૃત્યુ પામ્યા. તેઓને એક પણ પુત્ર ન હતો. અને તેથી એલઆઝાર અને ઈથામાંર તેઓના પિતાના જીવનકાળ દરમ્યાન યાજકપદમાં સેવાઓ આપતા હતા.
- 5 યહોવાએ મૂસાને કહ્યુ,
- 6 “લેવીના કુળસમૂહોને બોલાવી લાવ અને તેમને યાજક હારુનની સેવામાં નિયુક્ત કર.
- 7 તેમણે યાજકો અને સમગ્ર સમાંજ તરફથી મુલાકાતમંડપની સેવામાં ઉપસ્થિત રહીને ફરજો બજાવવાની છે;
- 8 અને તેઓએ મુલાકાત મંડપની સાધન સામગ્રી સંભાળવાની છે અને તેમણે બધા ઇસ્રાએલી પ્રજાજનો તરફથી થાનકની ફરજો બજાવવાની છે.
- 9 “અને તારે હારુનના તથા તેના પુત્રોના હવાલામાં લેવીઓને સોંપી દેવા કારણ કે બધા ઇસ્રાએલીઓમાંથી તેમને સેવા કરવા માંટે પસંદ કરવામાં આવ્યા છે.
- 10 “અને તારે હારુનને અને તેના કુળોને યાજકની ફરજો બજાવવા નિયુક્ત કરવા. જો કોઈ બિનઅધિકૃત વ્યક્તિ એ ફરજ બજાવવા જાય તો તેને મોતની સજા કરવી.”
- 11 પછી યહોવાએ મૂસાને કહ્યું,
- 12 “ઇસ્રાએલ પ્રજાના પ્રથમજનિત પુત્રોની અવેજીમાં મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે, તેથી ઇસ્રાએલના સર્વ પ્રથમ જન્મેલા પુત્રોના સ્થાને લેવીઓ માંરી સેવામાં રહેશે.
- 13 એ લોકો માંરા ગણાશે, કારણ કે પ્રત્યેક પ્રથમ પુત્ર ઉપર માંરો હક છે, જ્યારે મેં મિસરના બધા પ્રથમ પુત્રોને માંરી નાખ્યા હતા ત્યારે મેં ઇસ્રાએલનાં બધાં જ પ્રથમ અવતરેલાંને માંરે માંટે રાખી લીધાં હતાં, પછી એ માંણસ હોય કે પશુ હોય, તેઓ માંરાં છે; હું યહોવા છું.”
- 14 સિનાઈના અરણ્યમાં યહોવાએ ફરીથી મૂસા સાથે વાત કરી અને કહ્યુ,
- 15 “લેવી કુળસમૂહના બધા પુરુષોની નોંધણી કર; એક મહિના અને તેથી વધારે ઉમરના સર્વ પુરુષોની કુટુંબ પ્રમાંણે ગણતરી કર.”
- 16 યહોવાની આજ્ઞા પ્રમાંણે મૂસાએ તેમની યાદી તૈયાર કરી.
- 17 લેવીના પુત્રોનાં નામ આ મુજબ છે: ગેર્શોન, કહાથ, અને મરારી,
- 18 ત્રણેય એમના નામે ઓળખાતાં કુળસમૂહોના મૂળ પુરુષો હતા. ગેર્શોનના કુળસમૂહો લિબ્ની અને શિમઈ.
- 19 કહાથના કુળસમૂહો; આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.
- 20 મરારીના કુળસમૂહ; માંહલી અને મૂશી. આ સર્વનાં નામો પરથી લેવીઓનાં ગોત્રોનાં નામ ગણાયા. આ થઈ લેવીના કુળસમૂહોની કુટુંબવાર યાદી.
- 21 ગેર્શોનના કુળસમૂહોમાં લિબ્ની અને શિમઈ એ બે કુટુંબો થયા હતા.
- 22 એક મહિનાના અને તેથી વધારે ઉમરના પુરુષોની સંખ્યા ગણતા તે 7,500 હતી.
- 23 તેઓની છાવણીનું સ્થાન પવિત્રમંડપની પાછળ પશ્ચિમ દિશામાં હતું.
- 24 લાએલનો પુત્ર એલ્યાસાફ તેમનો આગેવાન હતો.
- 25 એ લોકોએ પવિત્રમંડપમાં એની અંદરનું આવરણ, બહારનું આવરણ, પ્રવેશદ્વારનો પડદો,
- 26 પવિત્રમંડપની અને વેદીની આસપાસના ચોકના પડદાઓની, ચોકના પ્રવેશદ્વારના પડદાની, એની દોરીઓની, તેમજ એ બધાંને લગતાં કામકાજની સંભાળ રાખવાની હતી.
- 27 કહાથના કુળસમૂહમાં આમ્રામી, ઈસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ એટલાં કુટુંબો હતાં.
- 28 એક મહિનાના અને તેથી વધારે ઉમરના પુરુષોની સંખ્યા 8600 હતી.
- 29 તેમની છાવણીનું સ્થાન પવિત્રમંડપની દક્ષિણમાં હતું.
- 30 ઉઝઝીએલનો પુત્ર અલીસાફાન તેમનો આગેવાન હતો.
- 31 તે લોકોએ પવિત્રકોશની, બાજઠની, દીવીની અને વેદીઓની, ઉપાસનામાં વપરાતાં પવિત્ર વાસણોની, ગર્ભગૃહ આગળના પડદાની તથા એ બધાને લગતાં સર્વ કામકાજની અને ઉપયોગની સંભાળ રાખવાની હતી.
- 32 લેવીઓના આગેવાનોનો મુખી, યાજક હારુનનો પુત્ર એલઆઝાર હતો; પવિત્રસ્થાનની સેવામાં જે બધા હતા તે સૌનો તે ઉપરી હતો, તેમના કાર્ય ઉપર દેખરેખ રાખવાની જવાબદારી તેની હતી.
- 33 મરારીના કુળસમૂહોમાં માંહલી અને મૂશી એ બે કુટુંબો હતાં.
- 34 એક મહિના અને તેથી વધારે ઉમરના પુરુષોની સંખ્યા કુલ 6,200 હતી.
- 35 તેમની છાવણીનું સ્થાન પવિત્રમંડપની ઉત્તરના વિસ્તારમાં હતું. અબીહાઈલનો પુત્ર સૂરીએલ મરારી કુળસમૂહનો આગેવાન હતો.
- 36 એ લોકોએ થાનકના મંડપના પાટિયાં, તેની વળીઓ, સ્તંભો, કૂંભીઓ, ઓજારો તથા આ સર્વને લગતાં કામકાજની સંભાળ રાખવાની હતી.
- 37 તદુપરાંત આંગણાની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલીઓ, અને દોરીઓની સંભાળ પણ તેમણે જ રાખવાની હતી.
- 38 મૂસા હારુન અને તેના પુત્રોનો મુકામ થાનકના પવિત્રમંડપની સામે ઉગમણી દિશામાં હતો. ઇસ્રાએલીઓ તરફથી મુલાકાતમંડપની પૂરી જવાબદારી તેઓને માંથે હતી. જો કોઈ બિનઅધિકૃત વ્યક્તિ એ ફરજ બજાવવા જાય તો તેને મૃત્યુદંડની સજા થતી.
- 39 યહોવાની આજ્ઞા અનુસાર મૂસાએ અને હારુને કુટુંબવાર ગણેલા એક મહિનાના અને તેની ઉપરની ઉમરના લેવી પુરુષોની સંખ્યા કુલ 22,000 હતી.
- 40 યહોવાએ મૂસાને કહ્યુ, “એક મહિનાના અને તેની ઉપરની ઉમરના બધા પ્રથમજનિત ઇસ્રાએલી પુરુષોની નોંધણી કર અને તેમની સંખ્યા ગણ.
- 41 અને તું એ પ્રથમજનિત ઇસ્રાએલના પુરુષોની અવેજીમાં મને લેવીઓ સમર્પી દે. હું યહોવા છું, એ જ રીતે ઇસ્રાએલીઓનાં ઢોરના પ્રથમ વેતરના વાછરડાના અવેજીમાં લેવીઓનાં ઢોર મને સોંપી દે.”
- 42 યહોવાના કહ્યાં મુજબ મૂસાએ ઇસ્રાએલીઓના પ્રથમજનિત પુત્રોની યાદી તૈયાર કરી.
- 43 એક મહિનાના અને તેની ઉપરના પ્રથમજનિત પુત્રોની નામવાર યાદી કરી તો તેમની કુલ સંખ્યા 22,273 થઈ.
- 44 ત્યાર પછી યહોવાએ મૂસાને કહ્યું,
- 45 “બધા પ્રથમજનિત ઇસ્રાએલીઓના પુરુષોની અવેજીમાં મને લેવીઓ આપ; અને ઇસ્રાએલીઓનાં ઢોરના પ્રથમ વેતરનાં વાછરડાંના બદલામાં લેવીઓનાં ઢોર સોંપી દે.
- 46 લેવીઓની સંખ્યા કરતાં ઇસ્રાએલીઓના પ્રથમજનિત પુત્રોની સંખ્યા 273 જેટલી વધુ છે. એટલે તું તેઓને એ વધારના પુત્રોને છોડાવી લેવા કહે.
- 47 અધિકૃત માંપ પ્રમાંણે ખંડી લેવાના પ્રત્યેક પુરુષ દીઠ 5 શેકેલ ચાંદી આપવી.
- 48 અને તે નાણાં તારે હારુનને અને તેના પુત્રોને આપવાં.”‘
- 49 ઇસ્રાએલના પ્રથમજનિત પુરુષો લેવીઓના પુરુષો કરતા 273 વધારે હતા: આ વધારના પ્રથમજનિતોને છોડાવવાં મૂસાએ ઇસ્રાએલીઓ પાસેથી નાણાં એકઠા કર્યા.
- 50 અધિકૃત માંપ અનુસાર એ રકમ 1,365 શેકેલ ચાંદી જેટલી હતી.
- 51 યહોવાએ આજ્ઞા કરી હતી તે મુજબ મૂસાએ તે રકમ હારુનને અને તેના પુત્રોને આપી દીધી.
Numbers 03
- Details
- Parent Category: Old Testament
- Category: Numbers
ગણના પ્રકરણ 3