wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


ગણના પ્રકરણ 8
  • 1 યહોવાએ મૂસાને કહ્યું,
  • 2 “તું હારુનને જણાવ કે તે દીપવૃક્ષની સાત દીવીઓને પ્રગટાવે ત્યારે તેનો પ્રકાશ દીપવૃક્ષના આગળના ભાગમાં પડે તે ધ્યાનમાં રાખજે.”
  • 3 હારુને યહોવાની સૂચના પ્રમાંણે કર્યુ. તેણે દીવીઓને ઉચિત સ્થાને રાખી અને તેમનું મોઢું એવી રીતે રાખ્યું અને દીપવૃક્ષનો આગળનો ભાગ પ્રકાશીત કર્યો. આ તેણે દેવે મૂસાને કરેલ આજ્ઞા પ્રમાંણે કર્યુ.
  • 4 દીપવૃક્ષ તથા ફૂલોથી સુશોભિત તેની બેઠક તથા ડાળીઓ, સંપૂર્ણ સોનાના ધડેલા હતાં. મૂસાને યહોવાએ દર્શાવેલા નમૂના પ્રમાંણે ખૂબ કાળજીપૂર્વક તે બનાવવામાં આવી હતી.
  • 5 પછી યહોવાએ મૂસાને કહ્યું,
  • 6 “હવે બાકીના ઇસ્રાએલીઓમાંથી લેવીઓને અલગ કરીને તારે તેઓની વિધિપૂર્વક શુદ્ધિ કરવી.
  • 7 એમની શુદ્ધિ આ મુજબ કરવી: પ્રથમ તેના પર પવિત્ર શુદ્ધિકરણનાં જળનો છંટકાવ કરવો. ત્યારબાદ તેમણે આખા શરીરે મૂડન કરાવવું, કપડા ધોઈ નાખવાં તથા શીરને ધોઈને સ્વચ્છ કરવું ત્યારે તેમની શુદ્ધિ થઈ ગણાશે.
  • 8 “ત્યારબાદ તેમણે એક વાછરડું તથા મોયેલા લોટનો ખાધાર્પણ લાવવો, અને સાથે તારે એક બીજો વાછરડો પાપાર્થાર્પણ માંટે પણ લેવો, પછી લેવીઓને મુલાકાત મંડપ પાસે લાવવા.
  • 9 પછી બધા મુલાકાતમંડપ આગળ ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને ભેગો કરવો.
  • 10 અને તું લેવીઓને યહોવા સમક્ષ લાવે ત્યારે ઇસ્રાએલીઓએ પોતાના હાથ લેવીઓના મસ્તક પર મૂકવા,
  • 11 પછી હારુને લેવીઓને ઇસ્રાએલીઓ તરફથી ખાસ ઉપહાર તરીકે મને ધરાવવા અને માંરી સેવા માંટે સમર્પિત કરવા. ઇસ્રાએલી પ્રજાના પ્રતિનિધિ તરીકે લેવીઓ યહોવાની સેવા કરશે.
  • 12 “ત્યારબાદ લેવીએ બંને બળદોના માંથા પર હાથ મૂકવા અને એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને બીજો દહનાર્પણ તરીકે યહોવાને ધરાવવા, લેવીઓને શુદ્ધ કરવા માંટે પ્રાયશ્ચિત કરવાની આ વિધિ છે.
  • 13 પછી સર્વ લેવીઓને હારુન અને તેના પુત્રો સમક્ષ ઉભા કરવા અને યહોવાને ઉપાસના તરીકે ધરાવવાં.
  • 14 આ રીતે તારે લેવીઓને બીજા ઇસ્રાએલીઓથી અલગ કરીને વિધિસર મને અર્પણ કરવા, જેથી લેવીઓ માંરા પોતાના થશે.
  • 15 “આ પ્રમાંણે લેવીઓનું શુદ્ધિકરણ અને અરત્યર્પણ થયા પછી જ તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવાનું શરૂ કરી શકે. તારે લેવીઓની શુદ્ધ કરીને મને સમર્પિત કરવા.
  • 16 કારણ કે બધાં જ ઇસ્રાએલીઓ તરફથી તેઓ મને ઈનામરૂપે અપાયેલા છે. તેથી તેઓ માંરા પોતાના છે. ઇસ્રાએલી કુળના સર્વ પ્રથમજનિતોના બદલામાં મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે.
  • 17 કારણ કે ઇસ્રાએલીઓનું પ્રથમજનિત બાળક પછી તે મનુષ્યનું હોય કે પશુનું હોય, માંરું છે, જે દિવસે મેં મિસરના એકેએક પ્રથમજનિત બાળક, પછી તે મનુષ્યનું હોય કે પશુનું હોય, સર્વને માંરી નાખ્યાં, તે દિવસે મેં ઇસ્રાએલનાં પ્રથમજનિત પુત્રોને મેં માંરા માંટે રાખી લીધા હતાં.
  • 18 હવે મેં ઇસ્રાએલ સમાંજના સર્વ જ્યેષ્ઠ પુત્રોની અવેજીમાં લેવીઓને સ્વીકાર્યો છે,
  • 19 હું તેમને હારુનને તથા તેના પુત્રોને ઇસ્રાએલીઓ તરફથી સેવા કરવા અને તેમના બદલે પ્રાયશ્ચિતવિધિ કરવા મુલાકાત મંડપમાં ભેટો તરીકે આપીશ. જેથી જ્યારે ઇસ્રાએલીઓ પવિત્રસ્થાનની પાસે આવે ત્યારે મરકી કે કોઈ મુશ્કેલી તેમના પર ન પડે.”
  • 20 પછી યહોવાએ મૂસાને લેવીઓની દીક્ષાવિધી વિષે જે સૂચનાઓ આપી હતી તેનો મૂસાએ, હારુને તથા સમગ્ર ઇસ્રાએલી સમાંજે અમલ કર્યો.
  • 21 લેવીઓએ પોતાની જાતને શુદ્ધ કરી અને વસ્ત્રો પણ ધોયાં. હારુને તે સૌને અર્પણ તરીકે યહોવાને ધરાવી દીધા, અને તેમને શુદ્ધ કરવા માંટે પ્રાયશ્ચિતવિધિ કરીને સૌને શુદ્ધ કર્યા.
  • 22 ત્યારવાદ લેવીઓને મુલાકાતમંડપમાં હારુન અને તેના પુત્રોના હાથ નીચે સેવા કરવાની છૂટ મળી. આમ યહોવાએ લેવીઓ અંગે જે આજ્ઞાઓ મૂસાને જણાવી હતી તેનું અક્ષરસ: પાલન કરવામાં આવ્યું.
  • 23 યહોવાએ મૂસાને કહ્યું,
  • 24 “પચ્ચીસ વર્ષની ઉમરે લેવીઓ મૂલાકાતમંડપની સેવા શરૂ કરી શકે.
  • 25 પચાસ વર્ષની ઉમરે તેઓ સેવામાંથી નિવૃત્ત થાય અને સેવા કરવાનું બંધ કરે.
  • 26 તેઓ મુલાકાતમંડપમાં સેવા કરતા પોતાના સાથીને ભલે મદદ કરે, પણ પોતે નિયમસરની સેવા ન કરે, લેવીઓની સેવા માંટે આ વ્યવસ્થાનું આયોજન કરવું.”