wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


ગણના પ્રકરણ 31
  • 1 યહોવાએ મૂસાને કહ્યું,
  • 2 “મૂર્તિપૂજામાં ઇસ્રાએલને લઈ જનાર મિદ્યાનીઓ ઉપર તું પૂરેપૂરું વેર વસૂલ કરજે. તે પછી તું પિતૃઓ ભેગો પોઢી જશે.”
  • 3 પછી મૂસાએ લોકોને કહ્યું, “તમાંરામાંથી કેટલાકે શસ્ત્રસજજ થઈને મિદ્યાનીઓ ઉપર હુમલો કરો, અને યહોવા તમાંરા દ્વારા મિદ્યાનીઓ ઉપર બદલો લેશે.
  • 4 તમાંરે ઇસ્રાએલના પ્રત્યેક કુળસમૂહમાંથી 1,000 માંણસોને યુદ્ધમાં મોકલવા.”
  • 5 આથી પ્રત્યેક કુળસમૂહમાંથી હજાર માંણસો મુજબ મૂસાએ 12,000 માંણસો ભેગા કરીને તેમને શસ્ત્રસજજ કરીને યુદ્ધમાં મોકલ્યા.”
  • 6 અને યાજક એલઆઝારનો પુત્ર ફીનહાસ પવિત્ર સામગ્રી અને યુદ્ધનાદ કરવાનાં રણશિંગડાં લઈને સાથે ગયો.
  • 7 યુદ્ધમાં મિદ્યાનના સર્વ પુરુષોનો સંહાર કરવામાં આવ્યો. કારણ કે મૂસાએ યહોવાની આજ્ઞા મુજબ મિદ્યાનીઓ પર હુમલો કર્યો હતો.
  • 8 યુદ્ધમાં માંર્યા ગયેલા માંણસોમાં મિદ્યાની રાજાઓ અવી, રેકેમ, સૂર, હૂર અને રેબા હતા. ઉપરાંત બયોરના પુત્ર બલામને પણ માંરી નાખ્યો હતો.
  • 9 ઇસ્રાએલીઓએ મિદ્યાનીઓની સર્વ સ્ત્રીઓને અને બાળકોને કેદ પકડયાં, તેમના બધાં ઢોર, ઘેટાં બકરાં અને સરસામાંન લૂંટી લીધાં.
  • 10 તેમણે તેમના બધાં શહેરોને અને છાવણીઓને લૂટયાં.
  • 11 ત્યાર પછી તેઓ બધી લૂટ અને કબજે કરેલાં પશુઓ અને માંણસોને
  • 12 મોઆબના મેદાનમાં યરીખોની સામે યર્દન નદીને કાંઠે આવેલી છાવણીમાં મૂસા, યાજક એલઆઝાર અને સમગ્ર ઇસ્રાએલી સમાંજ સમક્ષ લાવ્યા.
  • 13 મૂસા, એલઆઝાર યાજક અને લોકોના આગેવાનો વિજયી સૈન્યને મળવા માંટે બહાર આવ્યા.
  • 14 મૂસા યુદ્ધમાંથી પાછા ફરતા લશ્કરના સેનાપતિઓ, અને લશ્કરના નાનામોટા અધિકારીઓ ઉપર ક્રોધે ભરાયો હતો.
  • 15 તેણે તેઓને પૂછયું, “તમે આ બધી સ્ત્રીઓને શા માંટે જીવતી રહેવા દીધી?
  • 16 આ એ જ સ્ત્રીઓ છે જેઓએ બલામની શિખામણ મુજબ પેઓરના પર્વત પર ઇસ્રાએલીઓને યહોવાનો ત્યાગ કરવા તથા મૂર્તિપૂજામાં લલચાવી ગઈ હતી, અને તેને કારણે જ ઇસ્રાએલી સમાંજમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો.
  • 17 આથી બધાં પુરુષ સંતાનોને માંરી નાખો, અને જેમણે શારીરિક સંબંધ કર્યો હોય એવી બધી સ્ત્રીઓને પણ માંરી નાખો.
  • 18 પરંતુ જે સ્ત્રીઓએ શારીરિક સંબંધ ન કર્યો હોય તેઓને તમાંરે માંટે જીવતી રાખો.
  • 19 અને જેઓએ કોઈનો સંહાર કર્યો છે અથવા મૃતદેહનો સ્પર્શ કર્યો છે તેઓ બધાએ સાત દિવસ સુધી છાવણીની બહાર રહેવું. તમાંરે અને તમાંરા કેદીઓએ ત્રીજે અને સાતમે દિવસે દેહશુદ્ધિ કરવી,
  • 20 વળી તમાંરાં બધા કપડાં તથા જે કાંઈ ચામડાનું કે બકરાના વાળનું કે લાકડાનું બનાવેલુ હોય તે બધું ય શુદ્ધ કરવાનું યાદ રાખો.”
  • 21 પછી યાજક એલઆઝારે યુદ્ધમાંથી પાછા ફરેલા યોદ્ધાઓને કહ્યું, “યહોવાએ મૂસા માંરફતે જણાવેલા આ શાસ્ત્રનો નિયમ છે.
  • 22 જે કાંઈ અગ્નિમાં મૂકી શકાય જેમકે સોનું, ચાંદી, કાંસા, લોખંડ, કલાઈ અને સીસાને
  • 23 શુદ્ધ કરવા માંટે અગ્નિમાંથી પસાર કરવું પડશે; પછી શુદ્ધિના પાણી વડે તેને શુદ્ધ કરવામાં આવશે, જો કાંઈ અગ્નિમાં મૂકી ન શકાય તે બધાને પાણીથી શુદ્ધ કરવું.
  • 24 સાતમે દિવસે તમાંરે કપડાં ધોઈ નાખવાં, ત્યાર પછી તમે શુદ્ધ થશો, અને પાછા છાવણીમાં દાખલ થઈ શકશો.”
  • 25 અને યહોવાએ મૂસાને કહ્યું,
  • 26 “તું તથા એલઆઝાર યાજક અને કુળના વડાલો સાથે મળીને કબજે કરાયેલાં માંણસો અને પશુઓ સહિત બધાની ગણતરી કર,
  • 27 અને એ યુદ્ધમાં ગલેયા યોદ્ધાઓ અને બાકીના સમાંજ વચ્ચે સરખે ભાગે વહેંચી આપ.
  • 28 યુદ્ધમાં ગયેલા યોદ્ધાઓના ભાગમાંથી તારે દર 500 કેદીઓ, બળદો, ગધેડાં કે ઘેટાં દીઠ એક યહોવાને માંટે કાઢી લેવું.
  • 29 પેલી વસ્તુઓ સૈનિકોએ યુદ્ધમાં લીધેલી વસ્તુઓના અડધા ભાગમાંથી લેવી અને તેને યાજક એલઆઝારને આપવી તે ભાગ યહોવાનો છે.
  • 30 લોકોના અડધા ભાગમાંથી, દર 50 માંણસ દીઠ, બળદો, ગધેડાં, ઘેટાં અને બીજાં બધાં પશુઓમાંથી એક લઈને યહોવાના પવિત્રમંડપની સંભાળ લેતા લેવીઓને તે આપ. તે દેવનો ભાગ છે.”
  • 31 તેથી યહોવાએ આજ્ઞા કરી હતી તે પ્રમાંણે મૂસાએ અને યાજક એલઆઝારે કર્યું.
  • 32 યોદ્ધાઓએ જે લૂંટ એકત્ર કરી હતી તેની યાદી: 6,75,000 ઘેટાં,
  • 33 બોંતેર હજારઢોર,
  • 34 એકસઠ હજાર ગધેડા,
  • 35 બત્રીસ હજાર કુંવારી કન્યાઓ.
  • 36 યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ તેની વિગતો: 3,37,500 ઘેટા;
  • 37 તેમાંથી 675 કર તરીકે યહોવાને આપવામાં આવ્યાં.
  • 38 છત્રીસ હજાર ઢોર, તેમાંથી72 કર તરીકે યહોવાને આપવામાં આવ્યાં.
  • 39 ત્રીસ હજારને પાંચસૌ ઘેડાં; તેમાંથી 61 કર તરીકે યહોવાને આપવામાં આવ્યા.
  • 40 સોળ હજાર માંણસો, તેમાંથી 32 કર તરીકે યહોવાને આપવામાં આવ્યા.
  • 41 યહોવાએ મૂસાને કહ્યું હતું તે પ્રમાંણે યહોવાને સર્વ ભાગ યાજક એલઆઝારને આપવામાં આવ્યો.
  • 42 લૂંટનો અડધો ભાગ ઇસ્રાએલી લોકો માંટે હતો, મૂસાએ યુદ્ધમાં ગયેલા યોદ્ધાઓના ભાગથી તેને જુદો રાખ્યો હતો, તેની વિગતો;
  • 43 અડધા ભાગમાં 3,37,500 ઘેટાં
  • 44 છત્રીસ હજાર ગાયો.
  • 45 ત્રીસ હજારને પાંચસૌ ગધેડાં,
  • 46 ને સોળ હજાર પુરુષોઓ હતા.
  • 47 યહોવાની આજ્ઞા અનુસાર મૂસાએ લોકોને મળેલા અડધા ભાગમાંથી દર 50 માંણસોમાંથી એક માંણસ અને દર 50 પશુઓમાંથી એક પશુ લઈને યહોવાના પવિત્ર મંડપની સંભાળ રાખનાર લેવીઓને તે આપ્યાં.
  • 48 પછી સેનાપતિઓ અને લશ્કરના નાનામોટા અધિકારીઓએ આવીને
  • 49 મૂસાને જણાવ્યું, “અમે આપના સેવકોએ તેમના હાથ નીચેને માંણસોની ગણતરી કરી છે અને એક પણ માંણસ ઓછો થયો નથી.
  • 50 આથી લૂંટના અમાંરા ભાગમાંથી ખાસ સ્તુત્યાર્પણો યહોવાને અર્પણ કરવા લાવ્યા છીએ: સોનાનાં ધરેણાં, સાંકળા, કડાં, વીટીઓ, કુડળો અને હારો-અમાંરા પ્રાણ બચાવવા બદલ યહોવાને ધરાવવા આવ્યા છીએ. યહોવા સમક્ષ અમાંરા આત્માંઓના પ્રાયશ્ચિતને માંટે આ સર્વ અર્પણો છે.”
  • 51 મૂસાએ અને યાજક એલઆઝારે તેમની પાસેથી દાગીનાઓ સ્વીકારી લીધા. તે વધા શોભાયમાંન અલંકારના રૂપમાં હતા.
  • 52 તેમણે યહોવાને ધરાવેલી આ સોનાની ભેટનું કુલ વજન બસો કિલો હતું. તેની કિંમત 420 પાઉંડ હતી. એ 1000 માંણસોના અને 100 માંણસોના આગેવાનોએ આપેલ હતું.
  • 53 અધિકારી નહોતા તેવા યોદ્ધાઓએ પોતપોતાની લૂંટ પોતાની પાસે રાખી હતી.
  • 54 મૂસા અને યાજક એલઆઝાર ‘હજાર-હજાર’ ના અને સોસોના સેનાનાયકો પાસેથી સોનું સ્વીકારીને મુલાકાત મંડપમાં લઈ આવ્યા, ઇસ્રાએલ પ્રજાના સ્મરણાર્થે યહોવા સમક્ષ તે રાખવામાં આવ્યું, જેથી યહોવા ઇસ્રાએલનું રક્ષણ કરે.