wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


ગણના પ્રકરણ 33
  • 1 મૂસા અને હારુનની આગેવાની હેઠળ ઇસ્રાએલ પ્રજા મિસરમાંથી બહાર આવ્યા પછી તે લોકોએ જે જે ઠેકાણે મુસાફરી કરી હતી.
  • 2 તે તે સ્થળોનાં નામ યહોવાની આજ્ઞા અનુસાર મૂસાએ નોંધી લીધાં હતા. તે આ પ્રમાંણે છે:
  • 3 પાસ્ખા પર્વની રાત્રિ પછીના દિવસે એટલે પહેલા મહિનાના 15 માં દિવસે તેઓ મિસરના રામસેસ નગરથી નીકળ્યા. મિસરવાસીઓના દેખતાં તેઓ યહોવાના રક્ષણ હેઠળ ઉઘાડે છોગે નીકળ્યા હતા.
  • 4 તે વખતે મિસરીઓ યહોવાએ માંરી નાખેલાં તેમનાં પહેલાં સંતાનોને દફનાવતા હતા. આમ યહોવા મિસરના બધા જ દેવો પર પરાક્રમી દેવ પૂરવાર થયા.
  • 5 ત્યારબાદ ઇસ્રાએલીઓએ રામસેસથી નીકળીને સુક્કોથમાં મુકામ કર્યો.
  • 6 તે પછી તેમણે સુક્કોથથી નીકળીને રણને કિનારે આવેલા એથામમાં મુકામ કર્યો.
  • 7 ત્યાંથી નીકળીને તેઓ બઆલ-સફોનની પાસે આવેલ પી-હાહીરોથ તરફ જઈને મિગ્દોલ પર્વતની તળેટીમાં મુકામ કર્યો.
  • 8 પછી પી-હાહીરોથથી નીકળી રાતા સમુદ્રમાં થઈને તેઓ રણમાં પહોંચ્યા. પછી એથામના રણમાં ત્રણ દિવસનો રસ્તો કાપીને તેઓએ માંરાહમાં મુકામ કર્યો,
  • 9 અને પછી માંરાહથી નીકળી તેઓ એલીમ આવ્યા, ત્યાં પાણીના 12 ઝરા અને તાડનાં 70 ખજૂરીનાં વૃક્ષો હતાં, ત્યાં તેમણે મુકામ કર્યો.
  • 10 પછી એલીમથી નીકળીને તેમણે રાતા સમુદ્ર પાસે મુકામ કર્યો.
  • 11 તેઓએ રાતાં સમુદ્ર છોડીને સીનના રણમાં મુકામ કર્યો,
  • 12 તે પછી સીનના રણમાંથી નીકળીને દોફકાહમાં છાવણી કરી.
  • 13 દોફકાહથી નીકળીને પછી આલૂશમાં મુકામ કર્યો.
  • 14 આલૂશથી નીકળીને તેમણે રફીદીમમાં મુકામ કર્યો. પણ ત્યાં પીવાનું પાણી નહોતું.
  • 15 પછી રફીદીમથી નીકળીને તેઓએ સિનાઈના રણમાં મુકામ કર્યો.
  • 16 સિનાઈના રણમાંથી નીકળીને તેમણે કિબ્રોથ-હત્તાવાહમાં મુકામ કર્યો.
  • 17 કિબ્રોથ-હત્તાવાહથી નીકળી તેમણે હસેરોથમાં મુકામ કર્યો.
  • 18 હસેરોથથી તેમણે રિથ્માંહમાંથી મુકામ કર્યો.
  • 19 રિથ્માંહમાંથી નીકળીને તેઓએ રિમ્મોન-પેરેસમાં છાવણી કરી.
  • 20 રિમ્મોન-પેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં મુકામ કર્યો.
  • 21 પછી લિબ્નાહથી નીકળીને તેમણે રિસ્સાહમાં મુકામ કર્યો.
  • 22 રિસ્સાહથી નીકળી તેમણે કહેલાથાહમાં મુકામ કર્યો.
  • 23 કહેલાથાહથી નીકળીને તેઓએ શેફેર પર્વત આગળ મુકામ કર્યો.
  • 24 શેફેર પર્વતથી નીકળીને તેઓએ હરાદાહમાં મુકામ કર્યો.
  • 25 હરાદાહથી નીકળીને તેમણે માંકેહેલોથમાં મુકામ કર્યો.
  • 26 માંકેહેલોથથી નીકળી તેમણે તાહાથમાં મુકામ કર્યો.
  • 27 તાહાથથી નીકળી તેમણે તેરાહમાં મુકામ કર્યો.
  • 28 તેરાહથી નીકળી તેમણે મિથ્કાહમાં મુકામ કર્યો.
  • 29 મિથ્કાહમાંથી નીકળી તેમણે હાશ્મોનાહમાં મુકામ કર્યો.
  • 30 હાશ્મોનાહથી નીકળી તેઓએ મોસેરોથમાં મુકામ કર્યો.
  • 31 મોસેરોથથી નીકળીને તેમણે બની-યાઅકાનમાં મુકામ કર્યો.
  • 32 બની-યાઅકાનથી નીકળીને તેઓએ હોર-હાગિદગાદમાં મુકામ કર્યો.
  • 33 હોર-હાગિદગાદથી નીકળીને તેમણે યોટબાથાહમાં મુકામ કર્યો.
  • 34 ચોટબાથાહથી નીકળીને તેમણે આબ્રોનાહમાં મુકામ કર્યો.
  • 35 આબ્રોનાહથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં મુકામ કર્યો.
  • 36 એસ્યોન-ગેબેરથી નીકળીને તેમણે સીનના રણમાં એટલે કે કાદેશમાં મુકામ કર્યો.
  • 37 કાદેશથી નીકળી તેમણે અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ મુકામ કર્યો.
  • 38 યહોવાએ આજ્ઞા આપી તે પ્રમાંણે યાજક હારુન હોર પર્વત ઉપર ગયો અને ત્યાં જ તે ઇસ્રાએલીઓએ મિસરમાંથી મહાપ્રસ્થાન કર્યા પછી ચાળીસમાં વર્ષે, પાંચમાં મહિનાના પ્રથમ દિવસે તે મૃત્યુ પામ્યો.
  • 39 તે મૃત્યુ પામ્યો ત્યારે તેની ઉમર 123 વર્ષની હતી.
  • 40 કનાની ભૂમિમાં નેગેબમાં આવેલા શહેર અરાદના કનાની રાજાઓ સાંભળ્યુ કે ઇસ્રાએલી લોકો તેના દેશ તરફ આવી રહ્યા છે.
  • 41 પછી ઇસ્રાએલી પ્રજાએ હોર પર્વતથી યાત્રા કરી અને સાલ્મોનાહમાં મુકામ કર્યો.
  • 42 સાલ્મોનાહથી નીકળીને તેઓએ પૂનોનમાં મુકામ કર્યો.
  • 43 પૂનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં મુકામ કર્યો.
  • 44 ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓના પ્રદેશમાં અબારીમનાં ખંડેરોમાં મુકામ કર્યો.
  • 45 ત્યાંથી નીકળીને તેઓએ હીબોન-ગાદમાં મુકામ કર્યો.
  • 46 હીબોન-ગાદથી નીકળીને તેઓએ આલ્મોન દિબ્લાથાઈમમાં મુકામ કર્યો.
  • 47 આલ્મોન દિબ્લાથાઈમમાંથી નીકળીને તેમણે નબોની સામે આવેલા અબારીમ પર્વત આગળ મુકામ કર્યો.
  • 48 અબારીમ પર્વતથી નીકળીને અંતે તેઓએ યરીખોની સામે યર્દન નદીના કાંઠે મોઆબના મેદાનોમાં મુકામ કર્યો.
  • 49 પછી તેઓએ યર્દનને કાંઠે બેથ-યશીમોથથી આબેલ-શિટ્ટીમ સુધી મોઆબના મેદાનમાં મુકામ કર્યો.
  • 50 ત્યાં મોઆબના મેદાનોમાં યર્દનને કિનારે યરીખોની સામે યહોવાએ મૂસાને કહ્યું,
  • 51 “તું ઇસ્રાએલી પ્રજાને કહે કે, તમે યર્દન નદી પાર કરીને કનાન દેશમાં પ્રવેશ કરો;
  • 52 ત્યારે તમાંરે દેશના બધા વતનીઓને હાંકી કાઢવા, તમાંરે તેમની બધી પથ્થરની કે ધાતુની મૂર્તિઓનો નાશ કરવો, તેમનાં બધાં કોતરેલા પથ્થરો, ધાતુની ગાળેલી પ્રતિમાંઓ તથા પર્વતોમાં આવેલાં મૂર્તિઓની પૂજા કરવાનાં દેવસ્થાનોનો તમાંરે પૂરો નાશ કરવો.
  • 53 તમાંરે તે પ્રદેશનો કબજો લેવો અને તેમાં વસવાટ કરવો, કારણ કે, મે એ પ્રદેશ તમને જ આપી દીધો છે, તમાંરે ચિઠ્ઠી નાખીને એ પ્રદેશ તમાંરા વંશો અને કુળો વચ્ચે વહેંચી આપવો.
  • 54 વધારે સંખ્યા ધરાવતા કુળસમૂહોને વધારે વિસ્તાર ધરાવતા પ્રદેશો અને ઓછી વસ્તી ધરાવતા કુળસમૂહોને ઓછો વિસ્તાર ધરાવતા પ્રદેશો વહેંચી આપવામાં આવશે.
  • 55 “તમે તે દેશમાં વસતા લોકોને ત્યાંથી હાંકી નહિ કાઢશો, અને ત્યાં રહેવા દીધા હશે તો તેઓ તમાંરી આંખમાં કણાની જેમ અને તમાંરા પડખામાં શૂળની જેમ ખૂંચ્યા કરશે, દેશની માંલિકી બાબત તેઓ સતત તમાંરી સાથે ઝધડયા કરશે,
  • 56 અને મેં તેમની જે દશા કરવા ધાર્યુ હતું તેવી દશા હું તમાંરી કરીશ અને તમાંરો વિનાશ કરીશ.”