- 1 મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.” તે માણસ ષ્ટ અને અનૈતિક છે. તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે. તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.
- 2 યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે, કે કોઇ ડાહ્યાં લોકો છે કે જેમને દેવની મદદની જરૂર છે.
- 3 પણ ના! ત્યાં કોઇ નથી. બધાએ સાચો રસ્તો છોડી દીધો છે અને યહોવાથી દૂર થઇ ગયા છે.
- 4 તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે, અને તે દુષ્કમોર્ કરનારાઓ દેવને નથી જાણતા. તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
- 5 જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે, કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.
- 6 દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે. પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.
- 7 ભલે ઇસ્રાએલનું તારણ સિયોન પર્વત પર આવે. જ્યારે યહોવા ઇસ્રાએલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે ત્યારે યાકૂબ પ્રસન્ન થશે અને ઇસ્રાએલ સુખી થશે.
Psalms 014
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
ગીતશાસ્ત્ર પ્રકરણ 14