- 1 હે યહોવા, મારો ન્યાય કરો, હું સદા પ્રામાણિકપણે વત્ર્યો છું. મારો યહોવા પરનો વિશ્વાસ કદાપિ ડગ્યો નથી. મારી વિરુદ્ધના લોકોની સામે મને સર્વ આક્ષેપોમાંથી નિદોર્ષ જાહેર કરો.
- 2 હે યહોવા, પૂરી તપાસ કરીને મારી પરીક્ષા કરો; મારા અંત:કરણની ઇચ્છાઓને પણ કસોટીની એરણે ચઢાવી પરીક્ષા કરો.
- 3 કારણ, હું તમારી કૃપા મારી સગી આંખે નિહાળું છું. અને હું હંમેશા સત્યો દ્વારા જીવી રહ્યો છું.
- 4 મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી. હું ક્યારેય નકામા લોકો સાથે જોડાયો નથી.
- 5 હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું ને દુષ્ટોની મંડળીમાં કદાપિ બેસીશ નહિ.
- 6 હું મારી નિદોર્ષતા સાબિત કરવા મારા હાથ ધોઇશ; હે યહોવા, એ પ્રમાણે જ હું વેદીની પ્રદક્ષિણા કરીશ.
- 7 હું આભારસ્તુતિનાં ગીત ત્યાં ગાઉં છું અને તમારા સર્વ ચમત્કારી કર્મ પ્રગટ કરું છું.
- 8 હે યહોવા, મને પ્રિય છે તમારુ મંદિર, અને તે જગા જ્યાં તમારુ ગૌરવ છે.
- 9 પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ. માણસોની સાથે મને મારી નાખશો નહિ.
- 10 તેઓ હમેશા ધૃણાજનક કૃત્યો કરે છે, અને તેમના જમણા હાથ લાંચરુસ્વતથી ભરેલાં છે.
- 11 હે યહોવા, હું તેઓના જેવો નથી, હું પ્રામાણિકપણાના માગેર્ ચાલું છું, મારા પર દયા કરી મારો બચાવ કરો.
- 12 યહોવાએ મને પડી જવા દીધો નથી, માટે હું યહોવાની સ્તુતિ જનસમૂહમાં ગાઇશ.
Psalms 026
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
ગીતશાસ્ત્ર પ્રકરણ 26