wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


ગીતશાસ્ત્ર પ્રકરણ 68
  • 1 હે દેવ ઊઠો, તમારા શત્રુઓ વિખરાઇ જાઓ; તેનાં સર્વ શત્રુઓ તેની પાસેથી ભાગી જાઓ.
  • 2 તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો, જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે; તેમ દુષ્ટો દેવ સંમુખ નાશ પામો.
  • 3 પણ ન્યાયીઓ આનંદ કરો, અને હર્ષ પામો દેવ સંમુખ; હા, સૌ અતિ આનંદ કરો.
  • 4 દેવ સમક્ષ ગીત-ગાન કરો, તેમનાં નામનાં સ્તુતિગાન કરો; જે રેતીનાં રણમાં તેનાં રથ પર સવારી કરે છે. રણમાં તેમના માટે સડકો બાંધો; જેમનું નામ છે યાહ, તેમની સામે ઉલ્લાસ કરો.
  • 5 આ દેવ, પોતાના પવિત્રસ્થાનમાં અનાથનાં પિતા ને વિધવાઓનાં રક્ષક છે.
  • 6 દેવ એકાકી લોકોને ઘર આપે છે. કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે. પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે.
  • 7 હે દેવ, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યાં, અને તમે વેરાન રણમાં કૂચ કરી.
  • 8 દેવ, ઇસ્રાએલના દેવ સિનાઇ પર્વત પાસે આવ્યાં અને ઘરા ધ્રુજી ઊઠી અને આકાશ ઓગળી ગયું.
  • 9 હે દેવ, તમે ધોધમાર વરસાદ મોકલ્યો; અને સૂક્કી જમીનને તાજી કરી.
  • 10 ત્યાં તમારી પ્રજાએ કાયમી વસવાટ કર્યો, હે દેવ, તમે તમારી સમૃદ્ધિથી દરિદ્રીઓની ભૂખ ભાંગી.
  • 11 જ્યારે યહોવાએ આદેશ આપ્યો, સ્ત્રીઓનું મોટું ટોળું બધી જગાએ હતું. લોકોને તે વિષે તું સારા સમાચાર વિષે કહે.
  • 12 “ઉતાવળથી રાજાઓ અને તેના સૈન્યો ભાગી જાય છે અને ઘરે સ્રીઓ લડાઇમાં કરેલી લૂંટ વહેંચી લે છે.
  • 13 જેઓ ધેર રહ્યાં છે તેમને રૂપાથી મઢેલી અને સુવર્ણથી ચળકતી કબૂતરની પાંખો મળશે.”
  • 14 જેમ સાલ્મોનના હિમાચ્છાદિત શિખરોનો બરફ પીગળી જાય છે, તેમ જુઓ દેવે તેઓના શત્રુઓને વિખેરી નાંખ્યા છે.
  • 15 બાશાનનો પર્વત દેવનો ભવ્ય પર્વત છે, બાશાનનો ઘણાં શિખરોવાળો પર્વત ઘણો મજબૂત છે.
  • 16 હે પર્વતો, શા માટે તમે સિયોન પર્વતની અદેખાઇ કરો છો? કે જેને યહોવા પોતાને રહેવા માટે ઇચ્છતા હતાં જ્યાં તે સદાકાળ રહેશે.
  • 17 યહોવા, પોતાના અસંખ્ય રથો સાથે સિનાઇના પર્વત પરથી આવે છે; અને તે પોતાના પવિત્ર મંદિરમાં આવે છે.
  • 18 જ્યારે તે ઉંચાઇ પર જાય છે, તે બંદીવાનોની કૂચને ઘેરે છે, જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા તેમની પાસેથી તથા માણસોપાસેથી ભેટો સ્વીકારવા યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.
  • 19 ધન્ય છે પ્રભુને, કે જેઓ રોજ આપણો બોજો ઊંચકી લે છે, અને તેઓજ સૌનું તારણ કરે છે.
  • 20 તેઓજ આપણને મૃત્યુથી મુકત કરે છે, યહોવા જ આપણા તારણના દેવ છે.
  • 21 પણ દેવ પોતાનાં શત્રુઓનાં માથા ફોડી નાખશે, કારણ, તેઓ અપરાધના માગોર્ છોડી દેવાની ના પાડે છે.
  • 22 મારા પ્રભુને કહ્યું, “હું તેમને બાશાનથી પાછા લાવીશ, પરંતુ શત્રુઓને ઊંડા સમુદ્રમાંથી પાછા લાવીશ.
  • 23 જેથી ભલે તમે શત્રુઓનાં રકતમાં ચાલો, અને તમારા કૂતરાઓની જીભને પણ તે ભલે ચાખવા મળે.”
  • 24 હે દેવ, તેઓ તમારી વિજયકૂચ જોશે! તેઓ મારા રાજાને, વિજય કૂચને દોરતા મારા પવિત્ર દેવને જોશે.
  • 25 આગલી હરોળમાં ગાયકો કૂચ કરતાં આવે છે. તેમના પછી સંગીતકારો, અને તેઓ ડફલી વગાડતી કન્યાઓથી ઘેરાયેલા છે.
  • 26 હે મંડળો, તમે દેવની સ્તુતિ કરો; ઇસ્રાએલના સંતાનો તમે યહોવાની સ્તુતિ કરો. કારણ, એ ઇસ્રાએલનાં ઝરા સમાન છે.
  • 27 બિન્યામીનનું નાનું કુળ ત્યાં આગેવાની આપે છે, યહૂદાના સરદારો, ઝબુલોન-નફતાલીના સરદારો તેઓની સભા પાછળ છે.
  • 28 હે યહોવા, તમારુ સામથર્ય બતાવો અને અગાઉ તમે અમારે માટે કર્યુ હતું તેમ, તમારા મોટાં કાર્યો અમારી ભલાઇ માટે જાણ થાય.
  • 29 યરૂશાલેમનાં તમારાં મંદિરમાં પૃથ્વીનાં રાજાઓ ઉપહારો લઇને આવે છે.
  • 30 બરુઓ વચ્ચે છુપાયેલા “પ્રાણીઓને” ઠપકો આપો, રાષ્ટોના વાછરડાઁ જેવા લોકોને આખલાઓનાં ટોળાઓને પણ ઠપકો આપો, જેથી તેઓ તમારે શરણે આવે અને તમારા માટે ચાંદીની ભેટો લાવે, યુદ્ધમાં આનંદ માણનારાઓને વિખેરી નાંખો.
  • 31 મિસરવાસીઓ તમારા માટે તેમની સંપત્તિ લઇને આવશે. કૂશનાં લોકો દેવને તેઓની અર્પણ પ્રશંસા આપવાં ઉતાવળા થશે.
  • 32 હે પૃથ્વીના સર્વ રાજ્યો તમે દેવ સમક્ષ ગાઓ, અને યહોવાનું સ્તવન કરો.
  • 33 પુરાતન કાળનાં આકાશોમાં થઇને વાદળ પર સવારી કરનારા, એ અને જેમનાં પરાક્રમી અવાજથી આકાશમાં ગર્જના થાય છે તે દેવની સ્તુતિ કરો.
  • 34 પરાક્રમ કેવળ દેવનું છે, તેમની સત્તા ઇસ્રાએલ પર છે; તેમનું સાર્મથ્ય તથા પરાક્રમ પણ આકાશોમાં છે.
  • 35 હે દેવ, તમે તમારા પવિત્રસ્થાનોમાં અતિ મહિમાવાન અને ભયાવહ છો, ઇસ્રાએેલના દેવ જેઓ પોતાના લોકોને સાર્મથ્ય તથા પરાક્રમ આપે છે, તેમને ધન્ય હો!