wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


ગીતશાસ્ત્ર પ્રકરણ 72
  • 1 હે દેવ, તમે રાજાને ન્યાય કરવા માટે તમારા જ્ઞાન અને અધિકાર આપો, અને રાજાનાં પુત્રોને તમારું ન્યાયીપણું આપો.
  • 2 તેઓ તમારા લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે. તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.
  • 3 પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ, આબાદી ને સમૃદ્ધિ લાવશે.
  • 4 તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે; અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.
  • 5 તે લોકો, તેઓની પેઢી દર પેઢી આકાશમાં સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી બીહો અને રાજાને માન આપો.
  • 6 જેમ ખેતરો પર વરસાદ પડે છે, વરસાદનાં ઝાપટાં જમીન પર પડે છે તેમ રાજા રહે.
  • 7 તેના શાસનકાળમા ન્યાયીઓની આબાદી થશે, અને જ્યાં સુધી ચંદ્ર રહેશે શાંતિ ટકી રહેશે.
  • 8 વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી અને યુફ્રેતિસ નદીથી પૃથ્વીના છેડા સુધી તે રાજ કરશે.
  • 9 તેની સમક્ષ રણવાસીઓ નમશે, અને તેનાં સર્વ શત્રુઓ ધૂળ ચાટશે.
  • 10 તાશીર્શના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ, તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.
  • 11 સર્વ રાજાઓ તેને નમન કરશે, અને સર્વ રાષ્ટો તેની સેવા કરશે.
  • 12 કારણકે તે ગરીબ અને જરુરીયાતવાળા લોકોને બચાવે છે જે તેમને મદદ માટે પોકારે છે, પણ જેમનો કોઇ મદદગાર નથી, તેમને તે બચાવે છે.
  • 13 તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે, અને દરિદ્રીઓના આત્માનું તારણ કરશે.
  • 14 તે તેઓનાં આત્માઓને જુલમ અને હિંસાથી છોડાવશે; તેઓની નજરોમાં તેઓનું રકત મૂલ્યવાન છે.
  • 15 શેબાનું સોનું તેમને આપવામાં આવશે, રાજા ઘણુંું લાંબુ જીવો! તેમના માટે નિત્ય પ્રાર્થનાઓ થશે; ધન્યવાદ આપશે સર્વ લોકો સદા તેને.
  • 16 દેશમાં પર્વતોનાં શીખરો પર પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે, તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ, ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.
  • 17 તેમનાં નામનો સર્વકાળ આદર કરવામાં આવશે; અને તેમનું નામ સૂર્ય તપે ત્યાં સુધી ટકશે; તેમનાથી સર્વ લોકો આશીર્વાદ પામશે; તેમને દેશનાં સર્વ લોકો ધન્યવાદ આપશે.
  • 18 ઇસ્રાએલના દેવને, યહોવા દેવને ધન્ય હોજો; એકલા તેઓ જ આશ્ચર્યકારક કમોર્ કરે છે.
  • 19 તેમનાં મહિમાવંત નામની સર્વદા સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ! આમીન તથા આમીન!
  • 20 યશાઇના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ અહીં પૂર્ણ થાય છે.