wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


ગીતશાસ્ત્ર પ્રકરણ 89
  • 1 યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ, સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.
  • 2 મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે, અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”
  • 3 યહોવા દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે; અને મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
  • 4 તારા સંતાનને હું સદા ટકાવી રાખીશ; અને વંશપરંપરાગત તારું રાજ્યાસન સ્થિર રાખીશ.”
  • 5 પણ, હે યહોવા, તમારા ચમત્કારોની સ્તુતિ આકાશો કરશે, અને સંતોની મંડળી તમારી વિશ્વસનીયતા વિષે ગાશે.
  • 6 આકાશમાં કોણ છે એવું જેની તુલના થાય યહોવા સાથે? જનોમાં દેવદૂતોમાં તેના જેવો કોણ છે?
  • 7 સંતોની સભા દેવથી ડરે છે અને આદર આપે છે. જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં, દેવ ભયાવહ અને સન્માનનીય છે.
  • 8 હે સૈન્યોના દેવ યહોવા; તમારા જેવું શકિતશાળી બીજું કોણ છે? તમે સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છો.
  • 9 સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો; તમારા શબ્દોચ્ચાર તોફાની ઊછળતાં મોજાઓને શાંત કરે છે.
  • 10 તમે એ છો જેણે રાહાબને હરાવ્યો છે. તમારી શકિતશાળી ભુજે તમારા શત્રુઓને વિખેરી નાખ્યાં છે.
  • 11 આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ; તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે.
  • 12 ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયા છે; તાબોર ને હેમોર્ન તમારા નામે હર્ષનાદ કરે છે .
  • 13 તમારો હાથ બળવાન છે, તમારા ભુજમાં પરાક્રમ છે, તમારો જમણો હાથ ઊંચો છે, મહિમાવંત સાર્મથ્યમાં.
  • 14 ન્યાયીપણું તથા ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે; તમારું વિશ્વાસપણું અને પ્રેમ સર્વ કૃત્યોમાં પ્રગટ થાય છે.
  • 15 હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને, તેઓ તમારા મુખના પ્રકાશમાં.
  • 16 તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ માણે છે; અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊંચા કરાય છે.
  • 17 તમે તેમની અદભૂત શકિત છો. અને તમારી ઇચ્છા પ્રમાણે તેઓની વૃદ્ધિ થાય છે.
  • 18 હા, યહોવા અમારી ઢાલ છે, અમારો ઇસ્રાએલનો પવિત્ર રાજા છે.
  • 19 તમારા ભકતોને તમે દર્શનમાં કહ્યું, “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; અને એક યુવાનને મેં સામાન્ય લોકોમાંથી પસંદ કરીને ઊંચો કર્યો છે.
  • 20 મારો સેવક દાઉદ મને મળ્યો છે; મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિકત કર્યો છે.
  • 21 મારો હાથ તેને ટકાવી રાખશે; અને મારો ભુજ તેને સાર્મથ્ય આપશે.
  • 22 તેનાં શત્રુઓ તેને હરાવીં નહિ શકે. અને દુષ્ટ લોકો તેની પર વિજય પામી શકશે નહિ.
  • 23 તેમનાં શત્રુઓને તેમની સમક્ષ હું પાડી નાખીશ; અને હું તેમના દ્વેષીઓનો પણ નાશ કરીશ.
  • 24 પરંતુ મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેમની સાથે ચાલુ રહેશે; ને હું નિરંતર પ્રેમ રાખીશ; મારા નામને માટે પણ હું તેમને મહાન બનાવીશ.
  • 25 હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ; અને નદીઓ પર તેનો જમણો હાથ.
  • 26 તે મને કહેશે; તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો, તમે મારા દેવ છો જે મને બચાવે છે.
  • 27 હું એની સાથે, મારા પ્રથમજનિત પુત્રની જેમ વ્યવહાર કરીશ; અને તેને પૃથ્વી પર સૌથી મહાન બળવાન રાજા બનાવીશ.
  • 28 મારી કૃપા તેના પર સદા રહેશે, અને મારો વિશ્વાસપાત્ર કરાર સદાકાળ તેની પાસે રહેશે!”
  • 29 હું તેમની વંશાવળી સદાને માટે પ્રસ્થાપિત કરીશ. સ્વર્ગના અવિનાશી દિવસો જેમ, તેના શાસનનો અંત આવશે નહિ.
  • 30 જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે, અને મારા હુકમોને નહિ અનુસરે.
  • 31 જો તેઓ મારા વિધિઓને તોડશે, અને મારી આજ્ઞાઓ પ્રમાણે નહિ જીવે,
  • 32 તો હું તેમને તેમના પાપોની શિક્ષા સોટીથી કરીશ, અને તેમનાં અન્યાયને ફટકાથી જોઇ લઇશ.
  • 33 પરંતુ હું મારી કૃપા તેમની પાસેથી લઇ લઇશ નહિ, અને હું તેમને અવિશ્વાસુ નહિ બનું.
  • 34 ના, હું મારા કરારનું ખંડન નહિ કરું, મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહિ બદલું.
  • 35 મેં એકવાર તારી પવિત્રતાના સમ ખાધા છે; હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ .
  • 36 તેમનાં સંતાન સર્વકાળ ટકશે, અને સૂર્યની જેમ તેમની હકૂમત સર્વદા ટકશે.
  • 37 તેમનું શાસન મારા વિશ્વાસુ સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે.”
  • 38 પરંતુ, દેવ, તમે તમારા અભિષિકતને તજી દીધાં છે, તિરસ્કાર કર્યો છે અને સજા કરી છે.
  • 39 તમે તમારા સેવક સાથે કરેલો કરાર રદ કર્યો છે, તમે રાજાના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.
  • 40 તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે, અને તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યાં છે.
  • 41 માગેર્ જનારા સર્વ કોઇ તેને લૂટી લે છે, અને પડોશીઓથી તે અપમાનિત થાય છે.
  • 42 તમે તેમના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે. અને તેમના સર્વ શત્રુઓને તમે આનંદિત કર્યા છે.
  • 43 તમે તેમની તરવાર નીચી પાડી છે, અને તેમને યુદ્ધમાં સહાય નથી કરી.
  • 44 તેના ગૌરવનો તમે અંત આણ્યો છે અને તેમનું રાજ્યાસન ઉથલાવી મૂક્યું છે.
  • 45 તેના યુવાનીના દિવસો તમે ટૂંકા કર્યા છે અને તમે તેને શરમાવ્યો છેે.
  • 46 હે યહોવા, ક્યાં સુધી આમ ચાલ્યા કરશે? શું તમે આમ છુપાઇ રહેશો સદાકાળ? શું તમારો કોપ અગ્નિની જેમ સળગતો રહેશે?
  • 47 હે યહોવા, તમે મારા આયુખ્યને કેટલું ટૂંકુ બનાવ્યું છે તે જરા સંભારો; શું તમે માનવજાતનું નિર્માણ વ્યર્થતાને માટે કર્યુ છે?
  • 48 છે કોઇ એવો જે જીવશે ને મરણ દેખશે નહિ? શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે?
  • 49 હે યહોવા, તમારી અગાઉની કૃપા ક્યાં છે? જેનું તમે તમારી વિશ્વસનીયતા દ્વારા દાઉદને વચન આપ્યું હતું.
  • 50 હે યહોવા, તમારા સેવકોનું અપમાન કરનાર તે બધાં લોકોને હું સહન કરું છું તે શરમનું સ્મરણ કરો.
  • 51 હે યહોવા, તમારા શત્રુઓએ મારું અપમાન કર્યુ, અને તેઓએ તમારા પસંદ કરેલા રાજાનું પણ અપમાન કર્યુ!
  • 52 યહોવાની સદાય સ્તુતિ કરો. આમીન તથા આમીન!