- 1 યહોવા સમક્ષ, કોઇ એક નવું ગીત ગાઓ; કેમ કે તેણે અદભૂત કૃત્યો કર્યાં છે. એણે પવિત્ર બાહુબળનાં પુણ્ય પ્રતાપે જીત પ્રાપ્ત કરી છે.
- 2 યહોવાએ પોતાની તારણ શકિત બતાવી છે, તેમણે તેમનું ન્યાયીપણું પ્રજાઓ સમક્ષ પ્રગટ કર્યુ છે.
- 3 તેણે પોતાનો સાચો પ્રેમ તથા વિશ્વાસીપણું ઇસ્રાએલના લોકો માટે સંભાર્યા છે. બધા દૂરના રાષ્ટોએ બધી સીમાઓએ તેમાં વસતાં પોતાની સગી આંખે જોયું કે, આપણા દેવે તેમના લોકોને કેવી રીતે બચાવ્યા.
- 4 હે પૃથ્વીનાં લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો. આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ.
- 5 તમે સિતારનાં તાર સાથે તાર મેળવો, સૂર સાથે યહોવાના સ્તોત્રો ગાઓ.
- 6 આપણા રાજા યહોવા સમક્ષ આનંદના પોકારો કરો! ભૂંગળા અને રણશિંગડા જોરથી વગાડો.
- 7 સઘળા સમુદ્રોને ત્યાં સંચરનારા ર્ગજી ઊઠો, આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાજો.
- 8 નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો ગાન પોકારો; યહોવાની સમક્ષ અકત્ર હર્ષનાદ કરો.
- 9 યહોવા ધરતી પર ન્યાય શાસન કરવાં પધારે છે. તે ન્યાયીપણાએ પૃથ્વીનો, અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.
Psalms 098
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
ગીતશાસ્ત્ર પ્રકરણ 98