- 1 યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળે છે અને તેના ઉત્તર આપે છે તેથી તે મને ગમે છે.
- 2 તેણે પોતાના કાન મારા તરફ ધર્યા છે; માટે હું તેમની પ્રાર્થના જીવનપર્યંત કરીશ.
- 3 મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો; મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; અને મને સંકટ ને શોક મળ્યાં હતાં.
- 4 ત્યારે મેં યહોવાના નામનો પોકાર કર્યો, “હે યહોવા મને બચાવો.”
- 5 યહોવા ન્યાયી અને કૃપાળુ છે; આપણા દેવ ખરેખર માયાળુ છે.
- 6 યહોવા અસહાયનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો; ત્યારે તેણે મને બચાવ્યો.
- 7 હે મારા આત્મા, વિશ્રામ કરો! કારણકે યહોવા તમારી સંભાળ રાખે છે.
- 8 તમે મારા પ્રાણને મૃત્યુથી અને મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યાં છે.
- 9 હું જીવલોકમાં જીવતો રહીશ; અને યહોવાની સેવા કરવાનું ચાલુ રાખીશ.
- 10 ખી છું,” મે જ્યારે એમ કહ્યું ત્યારે પણ મેં તે માનવાનું ચાલું રાખ્યું છે.
- 11 મારા ગભરાટમાં મેં કહી દીધું હતું કે, “સર્વ માણસો જૂઠાઁ છે.”
- 12 યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો હું તેને શો બદલો આપું?
- 13 મારું રક્ષણ કરવા માટે તેમની માટે હું દ્રાક્ષારસનું અર્પણ લઇ જઇશ; અને હું દેવના નામે પોકારીશ.
- 14 યહોવા સમક્ષ મેં જે માનતા લીધી છે, તે હું તેના સર્વ લોક સમક્ષ પૂર્ણ કરીશ.
- 15 યહોવાની ષ્ટિમાં તેના ભકતનું મૃત્યુ કિંમતી છે.
- 16 હે યહોવા, તમે મને મારા બંધનોથી મુકિત આપી છે, હે યહોવા, ખરેખર હું તમારો દાસ; તમારો ગુલામ છું, દીકરો છું તમારી દાસીનો.
- 17 હું તમારા માટે સ્તુત્યર્પણો ચડાવીશ, અને હું યહોવાના નામે પોકારીશ.
- 18 મેં યહોવાની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાઓ; તેમનાં સર્વ લોકો સમક્ષ હું પૂર્ણ કરીશ.
- 19 હે યરૂશાલેમ! તારી અંદર યહોવાના મંદિરનાં આંગણામાં પ્રતિજ્ઞા લઇશ. યહોવાની સ્તુતિ થાઓ.
Psalms 116
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
ગીતશાસ્ત્ર પ્રકરણ 116