- 1 મારા સંકટોમાં મે યહોવાને પોકાર કર્યો; અને તેમણે મને સાંભળ્યો ને ઉત્તર આપ્યો.
- 2 હે યહોવા, જૂઠા હોઠોથી તથા છેતરામણી જીભથી તમે મારા આત્માને બચાવો.
- 3 હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો? તમારા જૂઠાણાંથી તમને શો લાભ થશે?
- 4 તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે; અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.
- 5 મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું અને કેદારનાં તંબુઓમાં વસું છું.
- 6 જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઇ ગયો છું.
- 7 જ્યારે મેં કહ્યું, “મારે શાંતિ જોઇએ છે. હું શાંતિ ચાહું છું.” ત્યારે તે લોકોને લડાઇ જોઇતી હતી.
Psalms 120
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
ગીતશાસ્ત્ર પ્રકરણ 120