wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


1 કાળવ્રત્તાંત પ્રકરણ 6
  • 1 લેવીના પુત્રો: ગેશોર્મ, કહાથ તથા મરારી.
  • 2 કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.
  • 3 આમ્રામનાં સંતાન: હારુન, મૂસા અને મરિયમ.હારુનના પુત્રો: નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઇથામાર.
  • 4 એલઆઝાર, તેનો પુત્ર ફીનહાસ, તેનો પુત્ર આબીશૂઆ,
  • 5 તેનો પુત્ર બુક્કી, તેનો પુત્ર ઉઝઝી,
  • 6 તેનો પુત્ર ઝરાહયા, તેનો પુત્ર મરાયોથ,
  • 7 તેનો પુત્ર અમાર્યા, તેનો પુત્ર અહિટૂબ,
  • 8 તેનો પુત્ર સાદોક, તેનો પુત્ર અહીમાઆસ,
  • 9 તેનો પુત્ર અઝાર્યા, તેનો પુત્ર યોહાનાન,
  • 10 તેનો પુત્ર અઝાર્યા, યરૂશાલેમમાં સુલેમાને બંધાવેલા મંદિરનો યાજક હતો.
  • 11 અઝાર્યાનો પુત્ર અમાર્યા, તેનો પુત્ર અહીટૂબ,
  • 12 તેનો પુત્ર સાદોક, તેનો પુત્ર શાલ્લૂમ,
  • 13 તેનો પુત્ર હિલ્કિયા, તેનો પુત્ર અઝાર્યા,
  • 14 તેનો પુત્ર સરાયા અને તેનો પુત્ર યહોસાદાક થયો.
  • 15 જ્યારે યહોવાએ નબૂખાદનેસ્સારને યહૂદા અને યરૂશાલેમ પર વિજય અપાવ્યો તે સમયે યહોસાદાકને દેશનિકાલ કરવામાં આવ્યો.
  • 16 લેવીના પુત્રો હતા: ગેશોર્મ, કહાથ અને મરારી.
  • 17 ગેશોર્મના પુત્રો: લિબ્ની અને શિમઈ.
  • 18 કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.
  • 19 મરારીના પુત્રો: માહલી અને મૂશી, લેવીઓના કુલનાં હતા.
  • 20 ગેશોર્મના વંશજો: પેઢીના ક્રમ પ્રમાણે: લિબ્ની, એનો પુત્ર યાહાથ, એનો પુત્ર ઝિમ્માહ,
  • 21 એનો પુત્ર યોઆહ, એનો પુત્ર યિદ્રો, એનો પુત્ર ઝેરાહ અને એનો પુત્ર યેઆથરાય.
  • 22 કહાથના વંશજો: પેઢીના ક્રમ પ્રમાણે; એનો પુત્ર આમ્મીનાદાબ, એનો પુત્ર કોરાહ, એનો પુત્ર આસ્સીર,
  • 23 એનો પુત્ર એલ્કાનાહ, એનો પુત્ર એબ્યાસાફ, એનો પુત્ર આસ્સીર,
  • 24 એનો પુત્ર તાહાથ, એનો પુત્ર ઉરીએલ, એનો પુત્ર ઉઝિઝયા, એનો પુત્ર શાઉલ,
  • 25 એલ્કાનાહના વંશજો આ પ્રમાણે છે: અમાસાય તથા અહીમોથ,
  • 26 એલ્કાનાહની વંશાવળી: એલ્કાનાહનો પુત્ર સોફાય, એનો પુત્ર નાહાથ,
  • 27 એનો પુત્ર અલીઆબ, એનો પુત્ર યરોહામ, એનો પુત્ર એલ્કાનાહ.
  • 28 શમુએલના પુત્રો: જયેષ્ઠપુત્ર યોએલ તથા બીજો એબિયા.
  • 29 મરારીના પુત્રો : મરારીનો પુત્ર માહલી, માહલીનો પુત્ર લિબ્ની, અને લિબ્નીનો પુત્ર શિમઈ, તથા શિમઇનો પુત્ર ઉઝઝાહ,
  • 30 ઉઝઝાહનો પુત્ર શિમઆ, શિમઆનો પુત્ર હાગ્ગિયા અને હાગ્ગિયાનો પુત્ર અસાયા.
  • 31 કરાર કોશને મુલાકાત મંડપમાં લાવ્યા, પછી દાઉદ રાજાએ ત્યાં યહોવાની સ્તુતિ કરવા માટે ગાયકગણો અને તેમના આગેવાનો નીમ્યા.
  • 32 સુલેમાને યહોવાનું મંદિર યરૂશાલેમમાં બાંધ્યું નહોતું. ત્યાં સુધી તેઓ ગાયન કરીને મુલાકાત મંડપનાં તંબુ આગળ સેવા કરતા હતા, તેઓ અનુક્રમે વારા પ્રમાણે સેવા માટે હાજર રહેતા હતા.
  • 33 ગાયકગણોના આગેવાનોનાં નામ અને કુટુંબ: ગાયકગણનો આગેવાન હેમાન કહાથના કુટુંબનો હતો, તેના પૂર્વજો: યોએલ - શમુએલનો પુત્ર;
  • 34 તેનો અલ્કાનાહનો પુત્ર, તેનો યરોહામનો પુત્ર, તેનો અલીએલનો પુત્ર, તેનો તોઆહનો પુત્ર,
  • 35 તેનો સૂફનો પુત્ર, તેનો એલ્કાનાહનો પુત્ર, તેનો માહાથનો પુત્ર, તેનો અમાસાયનો પુત્ર,
  • 36 તેનો એલ્કાનાહનો પુત્ર, તેનો યોએલનો પુત્ર, તેનો અઝાર્યાનો પુત્ર, તેનો સફાન્યાનો પુત્ર,
  • 37 તેનો તાહાથનો પુત્ર, તેનો આસ્સીરનો પુત્ર, તેનો એબ્યાસાફ કોરાહનો પુત્ર,
  • 38 તેનો યિસ્હારનો પુત્ર, તેનો કહાથનો પુત્ર, તેનો લેવીનો પુત્ર, તેનો ઈસ્રાએલનો પુત્ર હતો.
  • 39 હેમાનનો મદદનીશ, અને સાથીદાર આસાફ હતો, તે તેને જમણે હાથે ઊભો રહેતો હતો. આસાફના પૂર્વજો: તેનો બેરેખ્યાનો પુત્ર, તેનો શિમઆનો પુત્ર હતો.
  • 40 શિમઆન મિખાયેલનો પુત્ર, તેનો બાઅસેયાનો પુત્ર, તેનો માલ્કિયાનો પુત્ર હતો.
  • 41 માલ્કિયાને એથ્નીનો પુત્ર, તેનો ઝેરાહનો પુત્ર, તેનો અદાયાનો પુત્ર હતો.
  • 42 અદાયાને એ એથાનનો પુત્ર, તેનો ઝિમ્માહનો પુત્ર, તેનો શિમઈનો પુત્ર હતો.
  • 43 શિમઈને યાહાથનો પુત્ર, તેનો ગેશોર્મનો પુત્ર, તેનો લેવીનો પુત્ર હતો.
  • 44 હેમાનનો બીજો મદદનીશ એથાન મરારીનો વંશજ હતો. તે હેમાનને ડાબે હાથે ઊભો રહેતો હતો. એથાનના પૂર્વજો: તેનો કીશીનો પુત્ર, તેનો આબ્દીનો પુત્ર, તેનો માલ્લૂખનો પુત્ર હતો.
  • 45 માલ્લૂખને હશાબ્યાનો પુત્ર, તેનો અમાસ્યાનો પુત્ર, તેનો હિલ્કિયાનો પુત્ર હતો.
  • 46 હિલ્કિયાને આમ્સીનો પુત્ર, તેનો બાનીનો પુત્ર, તેનો શેમેરનો પુત્ર હતો.
  • 47 શેમેરને માહલીનો પુત્ર, તેનો મૂશીનો પુત્ર, તેનો મરારીનો પુત્ર, તેનો લેવીનો પુત્ર હતો.
  • 48 તેઓનાં સગાંઓ, બીજા સર્વ લેવીઓ-મુલાકાત મંડપમાં, દેવના ઘરમાં જુદી જુદી સેવાઓ માટે નિમાયેલા હતા.
  • 49 પણ હારુન તથા તેના વંશજો દહનાર્પણની વેદી પર તથા ધૂપવેદી પર, પરમપવિત્રસ્થાનના સર્વ કામને સારું, તથા ઇસ્રાએલને માટે પ્રાયશ્ચિત કરવા સારુ, દેવના સેવક મૂસાએ જે સર્વ નિયમો અને કાનૂનો આપ્યા હતા તે મુજબ અર્પણ ચઢાવતા હતા.
  • 50 હારુનના પુત્રો આ છે: તેનો પુત્ર એલઆઝાર, એનો પુત્ર ફીનહાસ, એનો પુત્ર અબીશૂઆ.
  • 51 અબીશૂઆનો પુત્ર બુક્કી, એનો પુત્ર ઉઝઝી, એનો પુત્ર ઝરાયા.
  • 52 ઝરાયાનો પુત્ર મરાયોથ, એનો પુત્ર અમાર્યા, એનો પુત્ર અહીટૂબ.
  • 53 અહીટૂબનો પુત્ર સાદોક, અને એનો પુત્ર અહીમાઆસ.
  • 54 આ એ જગ્યાઓ છે જ્યાં હારુનના વંશજો રહેતા હતા; તેમની સીમાઓની અંદર ચિઠ્ઠીઓ ફેંકીને કહાથીઓને રહેઠાણો માટે એક ભાગ આપવામાં આવ્યો હતો.
  • 55 તેઓને તેઓએ યહૂદિયા દેશમાં હેબ્રોન તથા તેની આજુબાજુનાં તેનાં પાદરો આપવામાં આવ્યા હતા.
  • 56 પણ તે નગરનાં ખેતરો તથા તેનાં ગામો તેઓએ યફુન્નેહના પુત્ર કાલેબને આપ્યાં.
  • 57 વળી આસપાસના ગૌચરો સાથેનાં આશ્રયનગરો: લિબ્નાહ, યાત્તીર, એશ્તમોઆ,
  • 58 હીલેન, દબીર,
  • 59 આશન અને બેથ-શમેશ તેનાં પાદરો સહિત.
  • 60 બિન્યામીનના કુલસમૂહે યાજકોને બીજા તે નગરો તેમનાં ગૌચરો સાથે આપ્યાં હતા, જેમાં ગેબા, આલ્લેમેથ અને અનાથોથનો પણ સમાવેશ થાય છે.
  • 61 કહાથના બાકીના પુત્રોને ચિઠ્ઠીઓ નાખવાથી એફ્રાઈમ, દાન, તથા મનાશ્શાના અર્ધકુલસમૂહમાંથી દશ નગરો મળ્યાં.
  • 62 ગેશોર્મના પુત્રોને તેઓનાં કુલસમૂહો માટે ઇસ્સાખારના કુલમાંથી, આશેરના કુલમાંથી, નફતાલીના કુલમાંથી, અને બાશાનમાં રહેતા મનાશ્શાના કુલમાંથી થોડો હિસ્સો મળીને તેર નગરો મળ્યાં.
  • 63 મરારીના વંશજોને, તેઓનાં કુલસમૂહો પ્રમાણે, રૂબેનના કુલમાંથી, ગાદના કુલમાંથી તથા ઝબુલોનના કુલમાંથી ચિઠ્ઠીઓ નાખવાથી બાર નગરો મળ્યાં.
  • 64 ઇસ્રાએલપુત્રોએ લેવીઓને એ નગરો તેઓનાં પાદરો સહિત આપ્યાં.
  • 65 તેઓએ યહૂદાના કુલસમૂહોમાંથી, શિમોનના કુલસમૂહોમાંથી તથા બિન્યામીનના કુલ સમૂહોમાંથી, આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં.
  • 66 કહાથનાં કુલસમૂહોને એફ્રાઈમના કુલ પાસેથી
  • 67 તેના ગૌચરો સાથે અપાયેલાં આશ્રયનગરો: એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાં આવેલું શખેમ તેનાં ગૌચરો સાથે; ગેઝેર તેનાં ગૌચરો સાથે;
  • 68 યોકમઆમ તેનાં ગૌચરો સાથે; બેથહોરોન તેનાં ગૌચરો સાથે;
  • 69 આયાલોન તેનાં ગૌચરો સાથે; અને ગાથ-રિમ્મોન તેનાં ગૌચરો સાથે;
  • 70 કહાથનાં કુટુંબોને મનાશ્શાના અર્ધકુલસમૂહ પાસેથી ગૌચરો સાથે ઇસ્રાએલીઓ દ્વારા અપાયેલાં આશ્રયનગરો: આનેર તેનાં ગૌચરો સાથે; અને બિલહામ તેનાં ગૌચરો સાથે.
  • 71 ગેશોર્મના કુટુંબોને મનાશ્શાના અર્ધકુલસમૂહ પાસેથી ગૌચરો સાથે અપાયેલા શહેરો આ પ્રમાણે હતા: બાશાન પ્રદેશનું ગોલાન તેનાં ગૌચરો સાથે; અને આશ્તારોથ તેનાં ગૌચરો સાથે.
  • 72 વળી ઇસ્સાખારના કુલસમૂહો તેઓને ગૌચરો સાથે કેદેશ તેનાં ગૌચરો સાથે; દાબરાથ તેનાં ગૌચરો સાથે;
  • 73 રામોથ તેનાં ગૌચરો સાથે; અને આનેમ તેનાં ગૌચરો સાથે આપ્યાં.
  • 74 આશેરના કુલસમૂહે તેઓને ગૌચરો સાથે આબ્દોન તેનાં ગૌચરો સાથે માશાલ તેનાં ગૌચરો સાથે,
  • 75 હુક્કોક તેનાં ગૌચરો સાથે; અને રહોબ તેનાં ગૌચરો સાથે આપ્યાં.
  • 76 નફતાલીના કુલસમૂહે તેઓને ગૌચરો સાથે ગાલીલનું કેદેશ તેનાં ગૌચરો સાથે; હામ્મોન તેનાં ગૌચરો સાથે; અને કિર્યાથાઈમ તેનાં ગૌચરો સાથે આપ્યાં.
  • 77 ઝબુલોનના કુલસમૂહે રિમ્મોન તેનાં ગૌચરો સાથે; અને તાબોર શહેરો અને તેનાં ગૌચરો સાથે; મરારીનાં કુટુંબોને આપ્યાં.
  • 78 રૂબેનના કુલસમૂહે તેઓને બેસેર તેનાં ગૌચરો સાથે; યાહસાહ તેનાં ગૌચરો સાથે;
  • 79 કદેમોથ તેનાં ગૌચરો સાથે; અને મેફાઆથ નગરો ગૌચરો સાથે આપ્યાં. આ નગરો યર્દન નદીની સામી બાજુએ આવેલા રણમાં છે.
  • 80 ગાદના કુલસમૂહે તેઓને ગિલયાદમાંનું રામોથ તેનાં ગૌચરો સાથે; માહનાઈમ તેનાં ગૌચરો સાથે;
  • 81 હેશ્બોન તેનાં ગૌચરો સાથે; અને યાઝેર નગરો ગૌચરો સાથે આપ્યાં.