wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


1 કાળવ્રત્તાંત પ્રકરણ 7
  • 1 ઇસ્સાખારના પુત્રો: તોલા, પૂઆહ, યાશૂબ તથા શિમ્રોન એ ચાર.
  • 2 તોલાના પુત્રો: ઉઝઝી, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ અને શમુએલ હતા, તેઓ પોત પોતાના કુટુંબોના આગેવાનો હતા. દાઉદ રાજાના સમયમાં આ કુટુંબોમાંના 22,600 પુરુષો શૂરવીર યોદ્વાઓ હતા.
  • 3 ઉઝઝીનો પુત્ર યિઝાહયા હતો. યિઝાહયાના પુત્રો: મિખાએલ, ઓબાધા, યોએલ અને યિશ્શીયા હતા, આ બધાં પાંચેય તેમના કુટુંબોના આગેવાનો હતા.
  • 4 દાઉદ રાજાના સમયમાં તેઓનાં કુટુંબોમાંથી 36,000 યોદ્વાઓ સૈન્યમાં હતા; કારણ કે, આ પાંચ આગેવાનોને ઘણી પત્નીઓ હતી અને ઘણાં પુત્રો હતા.
  • 5 ઇસ્સાખારના કુલસમૂહના સર્વ કુટુંબોમાંથી યુદ્ધને માટે ઉપલબ્ધ એવા પુરુષોની સંખ્યા 87,000 હતી, તેઓ શૂરવીર યોદ્ધાઓ હતા, તેઓનાં નામ વંશાવળીમાં સામેલ કરેલાં છે.
  • 6 બિન્યામીનના ત્રણ પુત્રો હતા: બેલા, બેખેર અને યદીઅએલ.
  • 7 બેલાના પુત્રો: એસ્બોન, ઉઝઝી, ઉઝઝીએલ, યરીમોથ અને ઇરી. આ પાંચ શૂરવીર યોદ્વાઓ કુટુંબોના આગેવાનો હતા અને તેઓના સૈન્યની સંખ્યા 22,034 હતી.
  • 8 બેખેરના પુત્રો: ઝમીરાહ, યોઆશ, અલીએઝેર, એલ્યોએનાય, ઓમ્રી, યરેમોથ, અબિયા, અનાથોથ તથા આલેમેથ. એ સર્વ બેખેરના પુત્રો.
  • 9 તેઓની વંશાવળી પ્રમાણે તથા પેઢીઓ પ્રમાણે તેમની ગણતરી કરતાં તેઓ 20,200 પરાક્રમી ને શૂરવીર પુરુષો, પોતાના પિતૃઓનાં કુટુંબોના સરદારો હતા.
  • 10 યદીઅએલનો પુત્ર બિલ્હાન, બિલ્હાનના પુત્રો: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાઅનાહ, ઝેથાન, તાશીર્શ તથા અહીશાહાર.
  • 11 એ સર્વ યદીઅએલના પુત્રો હતા, તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો, 17,200 પરાક્રમી ને શૂરવીર પુરુષો હતા કે, જેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા.
  • 12 ઇરના પુત્રો: હુપ્પીમ તથા શુપ્પીમ; અને આહેરનો પુત્ર હુશીમ હતો.
  • 13 નફતાલીના પુત્રો: યાહસીએલ, ગુની, યેસેર તથા શાલ્લૂમ; તેઓની માતા બિલ્હાહ હતી.
  • 14 મનાશ્શાના વંશજો: અરામી ઉપપત્નીને પેટે તેને આસ્રીએલ જન્મ્યો અને ગિલયાદના પિતા માખીરને પણ જન્મ તેણે જ આપ્યો.
  • 15 માખીર હુપ્પીમ તેમ જ શુપ્પીમ માટે બે પત્નીઓ લાવ્યો, એની બહેનનું નામ માઅખાહ હતું. બીજા પુત્રનું નામ સલોફહાદ હતુ. સલોફહાદને ફકત પુત્રીઓ જ થઈ.
  • 16 માખીરની પત્ની માઅખાહને પુત્ર થયો; તેણે તેનું નામ પેરેશ પાડયું. તેના ભાઈનું નામ શેરેશ હતું; તેના પુત્રો ઉલામ તથા રેકેમ હતા.
  • 17 ઉલામનો પુત્ર બદાન, મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલયાદના વંશજો હતા.
  • 18 તેની બહેન હામ્મોલેખેથને પેટે ઇશ્હોદ, અબીએઝેર તથા માહલાહ થયા.
  • 19 શમીદાના પુત્રો આહ્યાન, શેખેમ, લિકહી તથા અનીઆમ હતા.
  • 20 એફ્રાઈમના વંશજો: એફ્રાઇમનો પુત્ર શૂથેલાહ હતો; એનો પુત્ર બેરેદ, એનો પુત્ર તાહાથ, એનો પુત્ર એલઆદાહ, એનો પુત્ર તાહાથ,
  • 21 એનો પુત્ર ઝાબાદ, એના પુત્રો: શૂથેલાહ, એસેર તથા એલઆદ, તેમના દેશના મૂળ રહેવાસી ઓને ગાથના પુરુષોએ મારી નાખ્યા, કારણ કે તેઓેનાં ઢોરઢાંખરને લઈ જવા માટે તેઓ ઊતરી આવ્યા હતા.
  • 22 તેઓના પિતા એફ્રાઈમે ઘણા દિવસો સુધી શોક કર્યો, ને તેના ભાઈઓ તેને સાંત્વના આપવા આવ્યા.
  • 23 પછી તેની પત્ની ગર્ભવતી બની, ને તેણે પુત્રને જન્મ આપ્યો, ને તેણે તેનું નામ બરીઆહ (ભાગ્યહીન) પાડયું, કારણ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી.
  • 24 તેને શેઅરાહ નામની એક પુત્રી હતી. તેણે નીચેનું તથા ઉપરનું બેથ-હોરોન તથા ઉઝઝેન-શેઅરાહ બાંધ્યાં.
  • 25 એફ્રાહિમનો પુત્ર રેફા હતો, રેફાનો પુત્ર રેશેફ હતો, અને રેશેફનો પુત્ર તેલાહ હતો, અને પુત્ર તાહાન હતો;
  • 26 એનો પુત્ર લાઅદાન, એનો પુત્ર આમ્મીહૂદ; એનો પુત્ર અલીશામા;
  • 27 એનો પુત્ર નૂન, ને એનો પુત્ર યહોશુઆ હતો.
  • 28 તેઓનાં વતન તથા તેઓનાં રહેઠાણ બેથેલ તથા તેના કસબાઓ હતઁા, ને પૂર્વ તરફ નાઅરાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેના કસબાઓ; વળી શખેમને તેના કસબાઓ અને અઝઝાહ તથા તેના કસબાઓ સુધી હતા;
  • 29 અને તેનો પુત્ર રેફાહ હતો અને બેથશઆન તથા તેના કસબાઓ, તાઅનાખ તથા તેના કસબાઓ ત્યાં હતા. મગિદૃો તથા તેના કસબાઓ, દોર તથા તેના કસબાઓ મનાશ્શાના વંશજોના હતા. આ બધી જગ્યાઓ પર ઇસ્રાએલના પુત્ર યૂસફના વંશજો રહેતાં હતા.
  • 30 આશેરના પુત્રો: યિમ્નાહ, યિશ્વાહ, યિશ્ચી, બરીઆહ, તેમની બહેન સેરાહ.
  • 31 બરીઆના પુત્રો: હેબેર અને માલ્કીએલ જે બિઝાઈથનો પિતા હતો.
  • 32 હેબેરના પુત્રો: યાફલેટ, શોમેર, હોથામ, તેમની બહેન શૂઆ હતી.
  • 33 યાફલેટના પુત્રો: પાસાખ, બિમ્હાલ અને આશ્વાથ.
  • 34 શેમેરના પુત્રો: અહી, રોહગાહ, યહુબ્બાહ અને અરામ,
  • 35 તેના ભાઈ હેલેમના પુત્રો: સોફાહ, યિમ્ના, શેલેશ અને આમાલ,
  • 36 સોફાહના પુત્રો: સૂઆહ, હાનેફેર, શૂઆલ, બેરી, યિમ્રાહ.
  • 37 બેસેર, હોદ, શામ્મા, શિલ્શાહ, યિથ્ાન તથા બએરા,
  • 38 યેથેરના પુત્રો: યફુન્નેહ, પિસ્પાહ, તથા અરા.
  • 39 ઉલ્લાના પુત્રો: આરાહ, હાન્નીએલ તથા રિસ્યા.
  • 40 એ બધા આશેરના વંશજો હતા; તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના ચૂઁટી કાઢેલા સરદારો તથા પરાક્રમી ને શૂરવીર પુરુષો હતા; અને વંશાવળી મુજબ યુદ્વના કામ માટેની તેઓની ગણતરી કરતાં તેઓ 26,000 પુરુષો હતા.