wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


1 શમુએલ પ્રકરણ 12
  • 1 ઇસ્રાએલની સમગ્ર પ્રજાને શમુએલે કહ્યું, “તમે મને જે કરવાનું કહ્યું તે મેં કર્યુ છે, હવે તમાંરા ઉપર શાસન કરવા માંટે રાજા છે.
  • 2 હવે એ રાજા તમને દોરશે; હું તો ઘરડો થયો છું અને મને પળિયાં આવ્યાં છે, પણ માંરા પુત્ર તમાંરી સૅંથે છે. હું માંરી યુવાવસ્થાથી તમાંરી સેવા કરતો આવ્યો છું,
  • 3 હવે હું તમાંરી સમક્ષ ઊભો છું. જો મે કઇ ખોટુ કર્યું હોય તો તમાંરે યહોવાને અને એના અભિષિકત રાજાને કહેવું. મે કોઇનો બળદ અથવા ગાધેડો લધો છે? મે કોઇને ઇજા પહોચાડી છે અથવા કોઇને વિશ્વાસઘાત કર્યોં છે? જો મે ઉપરની બાબતોમાંથી કઇ કર્યું હોય તો હું તેને ઠીક કરીશ. મે આંખો બૈંધ કરીને લાંચ લધી છે જેથી માંરા ગુન્હાની ઉપેક્ષા થાઓ?”
  • 4 તેઓએ કહ્યું, “તમે અમાંરું ખોટું કર્યુ નથી કે અમાંરી ઉપર જુલમ કર્યો નથી. તમે કોઈની પાસે કશું ય લીધું નથી.”
  • 5 ત્યારે શમુએલે તેમને કહ્યું, “યહોવા અને તેણે પસંદ કરેલો રાજા આજે એ વાતના સાક્ષી છે કે, તમને માંરામાં કોઈ દોષ જડતો નથી.” લોકોએ કહ્યું, “હા, યહોવા સાક્ષી છે.”
  • 6 પદ્ધી શમુએલે લોકોને કહ્યું, “જે યહોવાએ મૂસાને અને હારુનને પસંદ કર્યા હતા, અને જે તમાંરા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યો હતો, તે યહોવા તમાંરા શબ્દોનાં સાક્ષી છે.
  • 7 તો હવે તમે છાનામાંના ઊભા રહો, તમાંરા અને તમાંરા પિતૃઓ ઉપર યહોવાએ જે મહાન ઉપકાર કર્યા હતા તેની યાદ આપીને હું યહોવા સમક્ષ તમાંરા ઉપર દોષારોપણ કરું છું.
  • 8 “યાકૂબ મિસર ગયો. ખ્યાં મિસરીઓએ તેના વંશજો ઉપર જુલમ ગુજાર્યો. તેથી તેઓએ યહોવાને ધા નાખી. એટલે તેણે મૂસાને અને હારુનને મોકલી આપ્યા, તેઓ તમાંરા પિતૃઓને મિસરમાંથી બહાર લઈ આવ્યા અને તેમને અહીં વસાવ્યા.
  • 9 “પરંતુ તેઓ યહોવા તેમના દેવને ભૂલી ગયા. તેથી તેણે તેઓને હાસોરમાં સૈન્યના સેનાપતિ સીસરાના ગુલામો બનાવ્યા. અને પલિસ્તીઓના ગુલામો અને મોઆબના રાજાના ગુલામો. તેઓ બધા તમાંરા પિતૃઓ વિરુદ્ધ લડ્યાં હતાં.
  • 10 ત્યારે તમાંરા પિતૃઓએ યહોવાને ધા નાખી અને કહ્યું, ‘અમે પાપમાં પડયા છીએ, અમે યહોવાનો ત્યાગ કર્યો છે, અને બઆલ તથા આશ્તારોથની સેવા કરી છે; પણ હવે અમાંરા શત્રુઓના હાથમાંથી અમને છોડાવો; અમે તમાંરી સેવા કરીશું.’
  • 11 “આથી યહોવાએ યરૂબ્બઆલને, બરાકને, યફતાને અને છેવટે મને મોકલ્યો અને તમાંરી આસપાસના શત્રુઓથી તમાંરું રક્ષ્ૅંણ કર્યુ અને તમે સૌ સુરક્ષાથી રહેવા લાગ્યા.
  • 12 પણ પદ્ધી તમે આમ્મોનના રાજા નાહાશ તમાંરા ઉપર હુમલો કરવા આવ્યો. તે સમયે યહોવા તમાંરા રાજા હતા પણ તમે કહ્યું, ‘નહિ, અમાંરા ઉપર શાસન કરવા એક રાજા જોઇએ.’
  • 13 હવે આ રહ્યો તમે માંગેલો રાજા, તમાંરા ઉપર રાજ કરવા યહોવાએ એને રાજા તરીકે પસંદ કર્યો છે.
  • 14 જો તમે તમાંરા દેવ યહોવૅંથી ડરીને ચાલશો, તેની સેવા કરશો, તેની આજ્ઞાનું પાલન કરશો તેનો વિરોધ કરશો નહિ, તમે અને તમાંરો રાજા તેને અનુસરશો તો તમને આંચ પણ નહિ આવે.
  • 15 પરંતુ જો તમે તેનું કહ્યું નહિ સાંભળો, અને તેની સામે થશો, તો તે તમાંરી અને તમાંરા રાજાની વિરુદ્ધ થઈ જશે.
  • 16 “તો હવે ઊભા રહો, અને યહોવા તમાંરી પોતાની નજર સમક્ષ જે મહાન કાર્ય કરશે તે જુઓ.
  • 17 અત્યારે ઘઉંની કાપણીની ઋતું છે, હું યહોવાનેે પ્રૅંર્થના કરીશ એટલે તે ગાજવીજ સૅંથે પુષ્કળ વરસાદ મોકલશે; અને એ જોઈને પદ્ધી તમને ખાતરી થશે કે, તમે રાજાની માંગણી કરીને યહોવાની નજરમાં કેવો મોટો ગુનો કર્યો છે.”
  • 18 પદ્ધી શમુએલે યહોવાને વિનંતી કરી. એજ દિવસે યહોવાએ ગર્જના વિજળી તથા વરસાદ મોકલ્યા, આને કારણે લોકો યહોવૅંથી અને શમુએલથી ડરવા લાગ્યા.
  • 19 તે બધાએ શમુએલને કહ્યું, “તારા સેવકોને માંટે તારા દેવ યહોવાને પ્રૅંર્થના કર, જેથી અમે મરી ન જઈએ. કારણ, અમાંરા બધાં પાપમાં રાજાની માંગણીના ઘોર પાપનો અમે ઉમેરો કર્યો છે.”
  • 20 શમુએલે લોકોને કહ્યું, “ગભરાશો નહિ, એ વાત સાચી છે કે યહોવા વિરુદ્ધ તમે ઘોર પાપ કર્યુ છે, તેમ છતાં યહોવૅંથી વિમુખ થશો નહિ. પરંતુ સાચા અંત:કરણથી તેમની સેવા કરજો.
  • 21 યહોવાનો ત્યાગ કરશો નહિ, મૂર્તિઓની પૂજા કે સેવા કરશો નહિ કારણ કે તે પુતળા માંત્ર છે, તે તમાંરી મદદ કરી શકશે નહિ. તે કઇંજ નથી!
  • 22 “પોતાના મોટા નામની ખાતર યહોવા તમાંરો ત્યાગ નહિ કરે, કારણ, તેણે તમને પોતાની પ્રજા બનાવ્યા છે.
  • 23 હું તો તમાંરે માંટે પ્રૅંર્થના કરવાનું બૈંધ કરીને યહોવા વિરુદ્ધ પાપ નહિ કરું, હું તમને સાચો અને સધો માંર્ગ બતાવતો જ રહીશ.
  • 24 માંત્ર યહોવૅંથી ગભરાઇને ચાલો, અને સાચા હૃદયથી યહોવાની શ્રદ્ધાપૂર્વક સેવા કરો. તમાંરે માંટે જે મહાન કાર્યો તેણે કર્યા છે તેનો વિચાર કરો.
  • 25 પણ જો તમે પાપકર્મમાં રચ્યા પચ્યા રહેશો, તો તમાંરો અને તમાંરા રાજાનો નાશ નિશ્ચિત છે એમ જાણજો.”