wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


1 શમુએલ પ્રકરણ 13
  • 1 એ સમયે શાઉલના રાજયશાસનનું એક વર્ષ પસાર થઈ ગયું હતું. ઇસ્રાએલ ઉપર
  • 2 વર્ષ શાસન કર્યા પછી 2 તેણે ઇસ્રાએલમાંથી 3,000 સૈનિકોની ભરતી કરી. તેમાંના 2,000 પોતાની સાથે બેથેલ પહાડી દેશમાં મિખ્માંશમાં રાખ્યા. જયારે બાકીના હજારનું સૈન્ય શાઉલનો પુત્ર યોનાથાનની સાથે બિન્યામીનના પ્રદેશના ગિબયાહમાં રાખ્યું. બાકીના સૈનિકોને શાઉલે પોતપોતાને ઘેર મોકલી દીધા.
  • 3 પછી યોનાથાને ગેબામાંના પલિસ્તી સેનાપતિને માંરી નાખ્યો અને પલિસ્તીઓએ આના વિશે સાંભળ્યું. પછી શાઉલે તેના સૈનિકોને ધરતીના એક છેડાથી બીજા છેડા સુધી રણસિંગુ ફૂકવા કહ્યું અને કહ્યું, “ભલે હિબ્રૂ લોકો આ સમાંચાર સાંભળે.”
  • 4 અને બધાં ઇસ્રાએલીઓએ આ સમાંચાર સાંભાળ્યા અને કહ્યું, “શાઉલે પલિસ્તી સેનાપતિને માંરી નાખ્યો છે. હવે પલિસ્તીઓ ઇસ્રાએલીઓને ખરેખર ધિક્કારે છે.”અને ગિલ્ગાલમાં ઇસ્રાએલીઓને શાઉલ સાથે જોડાવા કહેવામાં આવ્યું.
  • 5 પલિસ્તીઓ ઇસ્રાએલ ઉપર હુમલો કરવા માંટે ભેગા થયા. તેમની પાસે 3,000 રથ, 6,000 ઘોડેસ્વાર અને દરિયાકાંઠાની રેતીની જેમ અગણિત પાયદળ હતું. તેમણે બેથ આવેનની પૂર્વમાં મિખ્માંશ જઈને છાવણી નાખી.
  • 6 ઇસ્રાએલી સૈનિકોએ જોયું કે તેઓ ભારે સંકટમાં છે અને તેઓનું લશ્કર ભીંસમાં આવી પડયું છે, ત્યારે તેઓ ગભરાઇ ગયા અને ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, અને કોતરોમાં તેમજ પાણીની ટાંકીઓમાં સંતાઈ જવા લાગ્યા.
  • 7 તેથી કેટલાક હિબ્રૂઓએ યર્દન નદી ઓળંગી અને ગિલયાદ ગાદ ભૂમિ તરફ ગયા. શાઉલ હજુ ગિલ્ગાલમાં રહ્યો. તેની સાથે તેના બધા લોકો હતા જેઓ ગભરાયેલા હતા.
  • 8 અને શમુએલે કરેલા વાયદા મુજબ શાઉલે સાત દિવસ રાહ જોઈ; પણ શમુએલ ગિલ્ગાલમાં આવ્યો નહિ, એટલે લશ્કર શાઉલને છોડીને વિખરાઈ જવા લાગ્યું.
  • 9 તેથી શાઉલે તેમને કહ્યું: “માંરી પાસે દહનાર્પણ તથા શાંત્યર્પણો લાવો.” પછી તેણે દહનાર્પણ અર્પ્યા.
  • 10 અર્પણોની વિધિ તે પૂર્ણ કરી રહ્યો ત્યાં જ શમુએલ આવી પહોંચ્યો. શાઉલ તેને આવકાર આપવા સામે ગયો.
  • 11 કહ્યું, “તેં આ શું કયુંર્?”શાઉલે જવાબ આપ્યો, “મેં જોયું કે લોકો માંરી પાસેથી વિખરાઈ રહ્યા છે, તેઁ જણાવેલા સમય પ્રમાંણે તું આવ્યો નહિ, અને પલિસ્તીઓ મિખ્માંશ પાસે યુદ્ધને માંટે એકત્ર થયા છે.
  • 12 તેથી મેં વિચાયુંર્ કે, ‘હવે પલિસ્તીઓ ગિલ્ગાલ ઉપર હુમલો કરવાને તૈયાર છે, અને મંે હજી યહોવાને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી નથી; તેથી માંરું હૃદય દુ:ખાવીને વધારે રાહ જોયા વિના દહનાર્પણોનાંબલિદાન અર્પણ કર્યા.”‘
  • 13 ત્યારે શમુએલે શાઉલને કહ્યું , “તે ગાંડપણ કર્યું છે, તને તારા દેવ યહોવાએ જે આજ્ઞા આપી હતી તેનું તેઁ પાલન નથી કર્યુ. તેં જો તેમ કર્યું હોત તો યહોવાએ ઇસ્રાએલ ઉપર તારી અને તારા વંશની રાજસત્તા કાયમ માંટે સ્થાપી હોત.
  • 14 પરંતુ હવે તારી સત્તા ટકશે નહિ. યહોવા પોતાને મનગમતો માંણસ શોધી કાઢશે અને તેને પોતાના લોકો ઉપર રાજય કરવા નીમશે, કારણ તેં તેમની આજ્ઞાનું પાલન કર્યુ નથી.”
  • 15 ત્યારબાદ શમુએલ ગિલ્ગાલ છોડીને દૂર ગયો. બાકીનાં સૈન્યે શાઉલ સાથે ગિલ્ગાલ છોડયું. તેઓ ગિલ્ગાલથી બિન્યામીનના ગિબયાહમાં ગયા. તેણે સૈન્યમાં માંણસો ગણ્યાં ત્યાં લગલગ 600 માંણસો હતાં.
  • 16 શાઉલે, તેના પુત્ર યોનાથાનને અને તેમની સાથેના લશ્કરે બિન્યામીનના પ્રદેશમાં ગેબા ખાતે મુકામ કર્યો, અને પલિસ્તીઓએ મિખ્માંશમાં છાવણી નાખી.
  • 17 પલિસ્તીઓની છાવણીમાંથી ધાડપાડુઓની ત્રણ ટુકડીઓ બહાર પડી. એક ટુકડી શૂઆલ જિલ્લામાં આવેલા ઓફાહ ભણી ગઈ.
  • 18 બીજી બેથ-હોરોન તરફ ગઈ અને ત્રીજી રણ તરફ સબોઈમની ખીણમાં ગઈ.
  • 19 સમગ્ર ઇસ્રાએલમાં એક પણ ઇસ્રાએલી લુહાર શોધ્યો જડતો ન હતો. કારણ, પલિસ્તીઓએ ઇસ્રાએલીઆને લોઢાની તરવાર અને ભાલા બનાવવાની કળા શીખવી હતી નહિ તેના કારણે તેઓ ઇસ્રાએલીઓથી ડરતા હતા.
  • 20 તેથી ઇસ્રાએલીઓને પોતાનાં હળ, ખરપડી, કુહાડા, અને દાતરડાંને ધાર કઢાવવા પલિસ્તીઓ પાસે જવું પડતું.
  • 21 હળ અને ખરપડીને ધાર કાઢવાની મજૂરી આ પ્રમાંણે આપવી પડતી; હળની ધાર કાઢવા માંટે બે તૃતિયાંશ શેકેલ, ખરપડીની ધાર કાઢવાના બે તૃતિયાંશ શેકેલ, કુહાડીની ધાર કાઢવા માંટે એક તૃતિયાંશ શેકેલ, દાતરડાની ધાર કાઢવાના એક તૃતિયાંશ શેકેલ. બળદને હાંકવાની પરોણીની ધાર કાઢવાના એક તૃતિયાંશ શેકેલ.
  • 22 આથી જયારે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે શાઉલ અને તેના પુત્ર યોનાથાન સિવાય તેમના કોઈ લડવૈયા પાસે નહોતી તરવાર કે નહોતો ભાલો.
  • 23 પછી પલિસ્તીઓની એક ટૂકડી મિખ્માંશ ઘાટનું રક્ષણ કરવા પહોંચી ગઈ.