wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


2 કાળવ્રત્તાંત પ્રકરણ 29
  • 1 પચીસ વર્ષની ઉંમરે હિઝિક્યા યહૂદાનો રાજા બન્યો અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ અબિયા હતું. તે ઝખાર્યાની પુત્રી હતી.
  • 2 હિઝિક્યાએ પોતાના પિતૃ દાઉદની જેમ યહોવાની ષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.
  • 3 તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે યહોવાના મંદિરના બારણા ખોલી નાંખ્યાં અને તેમની મરામત કરાવી.
  • 4 ત્યારબાદ તેણે યાજકોને અને લેવીઓને બોલાવીને પૂર્વ તરફના ચોકમાં ભેગા કરી કહ્યું,
  • 5 “લેવીઓ, મારી વાત સાંભળો; અત્યારે તમે વિધિપૂર્વક દેહશુદ્ધિ કરો, અને તમારા પિતૃઓના દેવ યહોવાના મંદિરની પણ શુદ્ધિ કરો, અને એ પવિત્રધામમાં જે કઇં ગંદવાડ પેસી ગયો છે તે બધો હઠાવી દો.
  • 6 આપણા પિતૃઓએ ઉલ્લંઘન કર્યુ છે. અને તેમણે આપણા દેવ યહોવાની ષ્ટિએ ખરાબ ગણાય એવું વર્તન કર્યું છે. તેમણે તેનો ત્યાગ કર્યો હતો, અને તેના મંદિરથી વિમુખ થઇ ગયાં હતાં.
  • 7 તેમણે મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા, દીપ ઓલવી નાખ્યા હતા, અને ઇસ્રાએલના દેવના પવિત્રસ્થાનમાં ધૂપ કે દહનાર્પણ ચઢાવવાનું બંધ કરી દીધું હતું.
  • 8 આથી યહોવાનો કોપ યહૂદા અને યરૂશાલેમ ઉપર ઉતર્યો છે અને તેણે, તમે જુઓ છો તેમ, તેમના એવા હાલ કર્યા છે કે જેઓ તેમની સામે જુએ છે, તેઓ તેની સામે સ્તબ્ધતાથી હાંફે છે.
  • 9 આ કારણે આપણા પિતૃઓ યુદ્ધમાં માર્યા જાય છે. અને આપણા પુત્રો, પુત્રીઓ અને પત્નીઓ બંદીવાન બન્યાં છે.
  • 10 હવે મેં ઇસ્રાએલના યહોવા દેવ સાથે કરાર કરવાનો નિશ્ચય કર્યો છે, જેથી તેનો ભયંકર રોષ આપણા ઉપરથી ઊતરી જાય,
  • 11 માટે, મારા પુત્રો, વખત બગાડશોં નહિ, કારણ, યહોવાએ તેની સેવા કરવા માટે અને તેને ધૂપ આપવા માટે તમને જ પસંદ કર્યાં છે.”
  • 12 ત્યારબાદ કામ કરવા માટે લેવીઓ આગળ આવ્યા; કહાથના કુટુંબમાંથી અમાસાયનો પુત્ર માહાથ, તથા અઝાર્યાનો પુત્ર યોએલ, મરારીના કુટુંબોમાંથી: આબ્દીનો પુત્ર કીશ તથા યહાલ્લેલએલ નો પુત્ર અઝાર્યા; ગેશોર્નીઓના કુટુંબમાંથી ઝિમ્માહનો પુત્ર યોઆહ, તથા યોઆહનો પુત્ર એદેન; અલીસાફાનના વંશજોમાંથી શિમ્રી તથા યેઉએલ; આસાફના વંશજોમાંના ઝખાર્યા તથા માત્તાન્યા; હેમાનના વંશજોમાંના યહૂએલ અને શિમઇ; યદૃૂથૂનના વંશજોમાના શમાયા તથા ઉઝઝીએલ,
  • 13
  • 14
  • 15 તેઓએ પોતાના ભાઇઓને ભેગા કર્યા, ને પોતાને પવિત્ર કરીને તેઓ યહોવાના વચનથી રાજાની આજ્ઞા પ્રમાણે યહોવાના મંદિરને શુદ્ધ કરવા સારુ અંદર ગયા,
  • 16 યાજકો યહોવાના મંદિરના અંદરના ભાગમાં સાફસૂફ કરવા ગયા, ને જે સર્વ કચરો યહોવાના મંદિરમાંથી તેઓને મળ્યો તે તેઓ યહોવાના મંદિરના આંગણામાં બહાર લાવ્યા, અને લેવીઓ તે કચરો કિદ્રોન નાળા આગળ બહાર લઇ ગયા.
  • 17 તેમણે પહેલા મહિનાના પહેલા દિવસે શુદ્ધિનો વિધિ શરૂ કર્યો આઠમે દિવસે તેઓ યહોવાના મંદિરની પરસાળેે પહોંચ્યા. ત્યારબાદ આઠ દિવસ સુધી તેમણે મંદિરની શુદ્ધિ કરી અને પહેલા મહિનાના સોળમા દિવસે કામ પૂરું કર્યુ.
  • 18 ત્યારબાદ તેમણે રાજમહેલમાં જઇ રાજા હિઝિક્યાને કહ્યું, “અમે દહનાર્પણ ચઢાવવાની વેદી અને તેને લગતાં સાધનો, તેમજ ધરાવેલી રોટલી મૂકવાના બાજઠ અને તેને લગતાં સાધનો સહિત આખું મંદિર શુદ્ધ કર્યુ છે.
  • 19 વળી રાજા આહાઝ ધર્મષ્ટ થઇ ગયો હતો ત્યારે તેણે હઠાવી દીધેલાં બધાં પૂજાના સાધનો અમે પાછા લાવી શુદ્ધ કર્યા છે, તે બધાં અત્યારે યહોવાની વેદી આગળ મૂકેલાં છે.”
  • 20 બીજે દિવસે સવારે રાજા હિઝિક્યાએ શહેરના અમલદારોને ભેગા કર્યા અને તેમને સાથે લઇને તે યહોવાને મંદિરે ગયો.
  • 21 એ લોકો સાત બળદ, સાત મેંઢા અને સાત ઘેટા, સાત નર બકરાંને રાજ્યને માટે, પવિત્રસ્થાન માટે અને યહૂદા માટે પાપાર્થાપણ તરીકે લઇ આવ્યા અને રાજાએ હારુનના વંશજોને અર્થાત્ યાજકોને યહોવાની વેદી ઉપર બલિદાન અર્પણ કરવા જણાવ્યું.
  • 22 આથી યાજકોએ બળદોને વધેર્યા અને તેમનું લોહી વેદી પર છાંટયું. ત્યારબાદ તેણે ઘેટાંઓને વધેર્યા અને તેનું લોહી વેદી પર છાંટયું. પછી નર બકરાઁ વધેરી તેમનું લોહી વેદી ઉપર છાંટયું.
  • 23 ત્યારબાદ યાજકો દ્વારા પ્રાયશ્ચિતના બલિના બકરાને રાજાની અને સભાની સમક્ષ લાવવામાં આવ્યા. અને તેમણે તેમના ઉપર હાથ મૂક્યા.
  • 24 યાજકોએ તેમનો વધ કરી તેમનું લોહી સમગ્ર ઇસ્રાએલના પાપના પ્રાયશ્ચિત રૂપે વેદી ઉપર છાંટયું. રાજાનું એવું ફરમાન હતું કે, આખા ઇસ્રાએલ તરફથી દહનાર્પણ તેમજ પાપાર્થાર્પણ બંને ચઢાવવા. તે મુજબ આ થયું.
  • 25 યહોવાના મંદિરમાં રાજાએ લેવીઓને ઝાંઝો, સિતારો, અને વીણાઓ આપી હતી, આ વ્યવસ્થા દાઉદ તથા ષ્ટા ગાદ અને નાથાન પ્રબોધકોએ ઠરાવ્યા મુજબની હતી, આ માટે તેઓને પ્રબોધકો દ્વારા યહોવા તરફથી સૂચનાઓ મળી હતી.
  • 26 લેવીઓ પાસે દાઉદનાં વાજિંત્રો હતા. અને યાજકો પાસે રણશિંગડાં હતા.
  • 27 એટલે હિઝિક્યાએ વેદી ઉપર દહનાર્પણ ચઢાવવાનો હુકમ કર્યો; અને દહનાર્પણ ચઢાવવાનું શરૂ થતાં જ યહોવાની સ્તુતિ પણ શરૂ થઇ અને તેની સાથે જ ઇસ્રાએલના રાજા દાઉદના વાજિંત્રો સહિત રણશિંગડા પણ વાગી ઊઠયાં.
  • 28 સમગ્ર સભાએ સાષ્ટાંગ નમસ્કાર કર્યા, સંગીતકારો ગાવા લાગ્યા. અને રણશિંગડા વગાડનારાઓએ રણશિંગડા ફૂંક્યા,
  • 29 દહનાર્પણ આપવાનું પૂરું થયું અને રાજા અને સમગ્ર સભાએ સાષ્ટાંગ નમસ્કાર કરીને આરાધના કરી.
  • 30 અને રાજા હિઝિક્યાએ તથા તેના અમલદારોએ લેવીઓને દાઉદ અને પ્રબોધક આસાફે રચેલાં યહોવાનાં સ્તોત્રો ગાવા આજ્ઞા કરી. આથી તેમણે ઉલ્લાસપૂર્વક સ્તોત્રો ગાયાં અને સાષ્ટાંગ નમસ્કાર કરી દેવનું ભજનકર્યું.
  • 31 ત્યારબાદ હિઝિક્યાએ કહ્યું, “હવે તમે યહોવાની સેવાને સમપિર્ત થયા છો. આગળ આવો, અને યહોવાના મંદિર માટે હોમબલિ અને આભારના બલિ લઇ આવો.” આથી સભાજનો હોમબલિ અને આભારના બલિ લઇ આવ્યા, અને જેમની ઇચ્છા હતી તેઓ દહનાર્પણો લઇ આવ્યા.
  • 32 સભાજનો જે દહનાર્પણો લાવ્યા હતા તેમાં 70 બળદો, 100 ઘેટાં, અને 200 લવારાં હતા; આ યહોવાના હોમબલિના પશુ હતા.
  • 33 વળી ઉપકારાર્થાર્પણ તરીકે 600 બળદ તથા 300 ઘેટાં ચઢાવવામાં આવ્યાં,
  • 34 પણ યાજકો ઓછા હોવાથી એ સર્વ દહનાર્પણો તેઓ ઉતરડી શક્યા નહિ, માટે તેઓના ભાઇ લેવીઓએ એ કામ પૂરું થતાં સુધી તથા યાજકોએ પોતાને પવિત્ર કર્યા ત્યાં સુધી તેઓને મદદ કરી; કેમ કે પોતાને પવિત્ર કરવા વિષે યાજકો કરતાં લેવીઓ વધારે કાળજી રાખતાં હતા.
  • 35 વળી દહનાર્પણો, શાંત્યર્પણો અને પેયાર્પણો પણ પુષ્કળ હતા. એ પ્રમાણે યહોવાના મંદિરની સેવા કરવાની વ્યવસ્થા કરવામાં આવી.
  • 36 આ રીતે ફરી યહોવાના મંદિરમાં ઉપાસના ચાલુ કરવામાં આવી અને હિઝિક્યા અને બધા લોકો ખૂબ આનંદમાં આવી ગયા. કારણકે બધુ ખૂબ જલ્દી બની ગયું.