wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


2 શમએલ પ્રકરણ 21
  • 1 દાઉદના શાસનકાળ દરમ્યાન ત્રણ વર્ષ સુધી દેશમાં દુષ્કાળ પડયો, આથી દાઉદે યહોવાને પ્રાર્થના કરી અને યહોવાએ જવાબ આપ્યો , “શાઉલ અને તેના ખૂનીઓના કુટુંબઆ કુળ માંટે કારણરુપ છે, કારણ તેણે ગિબયોનીઓની હત્યા કરી હતી.”
  • 2 તેથી રાજા દાઉદે ગિબયોનના લોકોને બોલાવ્યા, તેઓ ઇસ્રાએલીઓના પુત્રો નહોતાં પણ તેઓ ત્યાં રહેતા બીજા અમોરીઓના પુત્રો હતાં. ઇસ્રાએલપુત્રોએ તેઓનો નાશ નહિ કરવા માંટે પ્રતિજ્ઞા લીધી હતી, પણ શાઉલને ઇસ્રાએલ અને યહૂદા માંટે ઊંડી લાગણી હતી તેથી તેણે તેઓનો વિનાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
  • 3 આથી દાઉદે ગિબયોનના લોકોને બોલાવ્યા અને કહ્યું, “હું તમાંરા માંટે શું કરું? હું કેવું પ્રાયશ્ચિત કરું તો તમે યહોવાના લોકો અમાંરા માંટે પ્રાર્થના કરો કે, દેવ અમને આશીર્વાદ આપે?”
  • 4 “તેમણે અમાંરા માંટે જે કર્યુ છે તેના બદલા તરીકે સોનું અને ચાંદી શાઉલના કુટુંબ માંટે પૂરતા નથી અને અમને ઇસ્રાએલના કોઇ પણ માંણસને માંરી નાખવાનો અધિકાર નથી.”એટલે દાઉદે કહ્યું, “તો તમે માંરી પાસે શું કરાવવા માંગો છો?”
  • 5 તેઓએ કહ્યું, “જે માંણસે અમાંરો નાશ કરવાનું અને આખા ઇસ્રાએલમાંથી અમાંરું નિકંદન કાઢવાનું યોજયું હતું.
  • 6 એટલે તમે અમને તેના સાત પુત્રો સુપ્રત કરો અને અમે તેમને યહોવાએ પસંદ કરેલા રાજા શાઉલના ગામ ગિબયાહમાં લઇ જઇશું અને ફાંસી આપીશું.”રાજાએ કહ્યું. “હું તેઓને તમને સોંપી દઈશ.”
  • 7 પરંતુ દાઉદ અને યોનાથાને યહોવાની સાક્ષીએ લીધેલી પ્રતિજ્ઞાને કારણે દાઉદે યોનાથાનના પુત્ર અને શાઉલના પૌત્ર મફીબોશેથની સુરક્ષા કરી. દાઉદે યોનાથાનના પુત્ર મફીબોશેથને જીવતો છોડી મૂક્યો.
  • 8 દાઉદે રિસ્પાહ અને શાઉલના પુત્રો અમોર્ની અને મફીબોશેથને પણ આપ્યા અને શાઉલની પુત્રી મેરાબના જે મહોલાહના બાઝિર્લ્લાય આદ્રીયેલની પત્ની હતી તેના પાંચ પુત્રોને પણ,
  • 9 તેણે તેઓને લઇને ગિબયોનના લોકોને આપ્યા. ગિબયોનીઓએ આ માંણસોને ગિલ્યાદ પર્વત પર લઇ ગયા અને યહોવા સમક્ષ ફાંસીએ લટકાવ્યા, તે સાતેય જણ એક સાથે માંર્યા ગયા. તે સમયે જવની કાપણીની શરૂઆત થઇ રહી હતી.
  • 10 ત્યારબાદ રિસ્પાહે શોકના વસ્ત્રો લીધા અને ખડક ઉપર મૂક્યાં, તે કાપણીની શરૂઆતથી તે ચોમાંસુ આવ્યું ત્યાં સુધી ત્યાં રહ્યાં. રિસ્પાહે શબ ઉપર ચોકી પહેરો રાખ્યો. તે દિવસે દરમ્યાન કોઈ જંગલી પક્ષીને કે રાત દરમ્યાન કોઈ જંગલી પશુને તેના પર આવવા દેતી નહોતી.
  • 11 જયારે દાઉદને આયાની પુત્રી રિસ્પાહે એટલે શાઉલની ઉપપત્નીએ જે કર્યુ હતું તેની જાણ થઈ,
  • 12 ત્યારે તે યાબેશ ગિલયાદના લોકો પાસે ગયો અને શાઉલનાં અને તેના પુત્ર યોનાથાનનાં અસ્થિ લઈ લીધાં. જે દિવસે પલિસ્તીઓએ ગિલયાદના ડુંગર ઉપર શાઉલને હરાવ્યો હતો તે દિવસે તેઓએ શાઉલ અને તેના પુત્રોનાં મૃતદેહોને બેથશાનના દરવાજા પર ખુલ્લા ચોકમાં લટકાવ્યાં હતાં, તે સ્થળેથી તેઓ તેઓના અસ્થિ લાવ્યા હતા.
  • 13 દાઉદ શાઉલનાં અને તેના પુત્ર યોનાથાનનાં અસ્થિ ત્યાંથી લઈ આવ્યો, જે સાત જણને ફાંસી આપવામાં આવી હતી તેમનાં અસ્થિ પણ ભેગાં કરવામાં આવ્યાં.
  • 14 પછી બિન્યામીન પ્રદેશના શાઉલના પિતા કીશની કબરમાં તેઓએ શાઉલના અને તેના પુત્ર યોનાથાનનાં અસ્થિ દફનાવ્યાં. બધું રાજાની આજ્ઞા પ્રમાંણે કરવામાં આવ્યું, ત્યારબાદ યહોવાએ તેઓની દેશ માંટેની પ્રાર્થના સાંભળી.
  • 15 ફરીથી પલિસ્તીઓ અને ઇસ્રાએલીઓની લડાઇ થઇ. દાઉદ અને તેનું આખું સૈન્ય તે વખતે પૂર જોશમાં લડ્યા. દાઉદ થાકી ગયો.
  • 16 તે વખતે યિશ્બીબનોબ વિરાટકાય માંણસોમાંનો એક હતો, તેની પાસે નવી તરવાર અને એક ભાલો હતો, તે આશરે સાડાસાત પાઉન્ડનો હતો. તેને દાઉદને માંરી નાખવો હતો.
  • 17 પરંતુ સરૂયાનો પુત્ર અબીશાય દાઉદનું રક્ષણ કરવા આવી પહોંચ્યો.તેણે પેલા પલિસ્તીઓ પર હુમલો કરીને તેને માંરી નાખ્યો, ત્યાર બાદ દાઉદના માંણસોએ તેને આગ્રહ કર્યો કે, “હવે કદી તમાંરે અમાંરી સાથે યુદ્ધમાં આવવું નહિ, ઇસ્રાએલનો દીવો હોલવાઈ જાય તેવું જોખમ અમાંરે શા માંટે લેવું?”
  • 18 થોડા સમય પછી ફરીથી પલિસ્તીઓ સાથે ગોબમાં યુદ્ધ થયું, એ વખતે હુશાથી સિબ્બખાયે સાફ કે જે બીજો વિરાટકાય માંણસ હતો તેને માંરી નાખ્યો.
  • 19 ફરીથી ગોબમાં પલિસ્તીઓ સાથે બીજું યુદ્ધ થયું એલ્હાનાએ ગિત્તી ગોલ્યાથના ભાઈને માંરી નાખ્યો, જેની પાસે એક ભાલો વણકરની સાળના પાટડા જેવો મોટો હતો.
  • 20 ત્યારબાદ ફરીથી પલિસ્તીઓ સાથે ગાથમાં યુદ્ધ થયું, તેમાં એક મહાકાય યોદ્વો એવો હતો જેને તેના હાથમાં અને પગમાં છ છ આંગળીઓ હતી, તે પણ મહાકાય માંણસોના કુળનો હતો.
  • 21 આ માંણસે ઇસ્રાએલને પડકાર કર્યો અને તેઓની ઠેકડી ઊડાડી પણ દાઉદના ભાઈ શિમાંયના પુત્ર યોનાથાને તેને માંરી નાખ્યો.
  • 22 આ ચારેય મહાકાય માંણસો ગાથના હતા, અને એ બધા જ દાઉદના સૈનિકોના હાથે માંર્યા ગયા હતા.