wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


2 શમએલ પ્રકરણ 22
  • 1 યહોવાએ દાઉદને તેના સર્વ શત્રુઓના અને શાઉલના હાથમાંથી ઉગારી લીધો ત્યારે તેણે આ પ્રમાંણે યહોવાનાં ગુણગાન ગાયાં;
  • 2 “યહોવા માંરો ખડકછે. તે માંરો કદી નિષ્ફળ ન જાય એવો આશરો છે, તે માંરૂં છુપાવાનું સ્થળ છે, માંરું શરણ છે.
  • 3 ઓ માંરા દેવ ખડક, હું એમની શરણ લઉં છું તે માંરી ઢાલ છે તથા માંરા તારણનું શિંગ; માંરો ઊંચો બુરજ તથા આશ્રય સ્થાન છે.
  • 4 યહોવા જે સ્તુતિપાત્ર છે, તેને હું હાંક માંરીશ; એમ હું માંરા શત્રુઓથી બચી જઇશ.
  • 5 માંરા ઉપર મોતનાં મોજાં ચારેબાજુથી ફરી વળ્યાં હતાં, અને તે પૂરે મને બીવડાળ્યો અને મને મોતના સ્થળે ઘસડી રહ્યું હતું.
  • 6 કબરનાં દોરડાએ મને ઘેરી લીધો હતો:, મૃત્યુની જાળ માંરી સામે મૂકવામાં આવી હતી.
  • 7 મેં સંકટ સમયે યહોવાને પોકાર કર્યો, માંરા દેવને મેં પોકાર કર્યો; યહોવાએ પોતાના મંદિરમાં સાદ સાંભળ્યો; અને માંરી અરજ તેને કાને પહોચી.
  • 8 પૃથ્વી હાલી અને કાંપી ઊઠી, આકાશોના પાયા ધ્રૂજયા; કારણ કે યહોવા ગુસ્સે થયા હતાં.
  • 9 તેના નાકમાંથી ધૂમાંડો બહાર કાઢે છે, દેવના મુખમાંથી જવાળાઓ બહાર આવે છે અને તે થી કોલસાં સળગે છે.
  • 10 દેવ આકાશ ફાડીને નીચે ઉતરી આવ્યંા, અને તે અંધકારમય ગાઢવાદળ પર ઉભા રહ્યાં.
  • 11 યહોવા કરૂબ દેવદૂત પર બેઠા અને ઊડ્યાં, તેઓ પવનની પાંખો ઉપર ચઢીને ઊડ્યાં.
  • 12 દેવે કાળા વાદળો તંબૂની જેમ પોતાની આસપાસ વીંટાળ્યાં. તેમણે જળ એકઠું કરી અને ગાઢા ગર્જતા વાદળોમાં આસપાસ અંધકારનું રૂપાંતર કર્યું .
  • 13 તેમની સામે રહેલા પ્રકાશમાંથી અગ્નિના કોલસા સળગ્યા.
  • 14 યહોવાએ ત્રાડ પાડી, પરાત્પર દેવે પોતાનો અવાજ સંભળાવ્યો.
  • 15 યહોવાએ વિજળીની જેમ બાણ છોડ્યા અને શત્રુઓને વિખેરી નાખ્યા. તેઓ અસ્વસ્થ બની ભાગી ગયા.
  • 16 યહોવા ભારપૂર્વક બોલ્યા, જાણે એના નાક તણા ફૂંફાડે; પવન તેમના મોઢામાંથી બહાર ફૂંકાયો, સાગરનાં પાણી પાછા ઠેલાયા, સાગરના તળિયાં દેખાવા લાગ્યા, પૃથ્વીના પાયા હચમચી ગયા.
  • 17 તેમણે ઉપરથી હાથ લંબાવી ને મને બચાવ્યો; તેમણે મને મુશ્કેલીરૂપી ઊંડા પાણીમાંથી મજબૂત રીતે પકડી અને બહાર કાઢયો.
  • 18 મને શકિતશાળી શત્રુઓથી ઉગાર્યો, માંરા શત્રુઓ માંરાથી બળવાન હતા, તેમનાથી બચાવ્યો.
  • 19 અણધારી આફત માંરા ઉપર આવી, અને માંરા પર શત્રુઓએ હુમલો કર્યો.
  • 20 યહોવાએ મને આધાર આપ્યો, અને ભયમાંથી મને ઉગાર્યો; તેઓ માંરા પર પ્રસન્ન હતા, તેથી માંરા જીવનનો ઉદ્ધાર કર્યો.
  • 21 હું જે સાચું છે તે કરું છું અને કાંઇ ખોટું કર્યુ નથી. મને યહોવા પાસેથી હંમેશા માંરા કર્મ પ્રમાંણે બદલો મળે છે.
  • 22 હું યહોવાના માંર્ગ પર સદા ચાલ્યો છું, દેવથી વિમુખ થઈ કશું ભૂડું કર્યું નથી.
  • 23 મેં સાચા હૃદયથી સદા તેમના આદેશનું પાલન કર્યુ છે.
  • 24 હું નિદોર્ષ છું ને પોતાને દેવ સન્મુખ, પાપથી દૂર રાખ્યો છે.
  • 25 તેથી દેવે માંરી સચ્ચાઇ પ્રમાંણે મને બદલો આપ્યો, એમની દ્રષ્ટિમાં મેં કોઇ ખોટું કામ કર્યુ નથી.
  • 26 ભલાની સાથે તમે ભલા બનો છો, ને સાત્ત્વિક સાથે તમે સાત્ત્વિક છો.
  • 27 જેઓ સીધા છે તેમની સાથે તમે સીધા રહો છો, પણ મહાપ્રપંચી લોકોની ચાલાકી પણ નકામી થઇ જાય છે.
  • 28 નિર્બળ અને ગરીબોને તમે મદદ કરો છો, ને ગવિર્ષ્ઠોને તમે શરમિંદા બનાવો છો.
  • 29 હે યહોવા, તમે જ માંરા દીપક છો, તમે જ માંરા જીવનનો અંધકાર દૂર કરો છો.
  • 30 યહોવા, આપની મદદથી હું સૈનિકો સાથે દોડી શકું છું, દેવની મદદથી હું દુશ્મનોની દીવાલો કૂદીને જઇ શકું છું.
  • 31 દેવનો માંર્ગ સંપૂર્ણ ર્છ, દેવની વાણી સત્ય છે; જે કોઈ તેમનામાં વિશ્વાસ રાખે છે, તેનુ હંમેશા રક્ષણ થશે.
  • 32 એકલા યહોવા આપણા એક માંત્ર દેવ, ને એ જ આપણા તારણહાર છે.
  • 33 દેવ એ માંરો મજબૂત ગઢ છે, તે સારા લોકોને તેમને માંર્ગે ચાલવામાં મદદ કરે છે.
  • 34 યહોવા માંરા પગોને હરણના પગ જેવા તેજ ગતિના બનાવે છે,અને ઊચા શિખરો પર સ્થિર પગલે ફેરવે છે.
  • 35 યહોવા મને યુદ્ધનું પ્રશિક્ષણ આપે છે, અને માંરા ભુજો પિત્તળના ધનુષ્યને ખેચી શકે છે.
  • 36 યહોવા તમે માંરું રક્ષણ કર્યુ છે, અને મને વિજયી બનાવ્યો છે. અને તમાંરી મદદે મને મહાન બનાવ્યો છે.
  • 37 યહોવા માંરા પગો અને પગની ઘંૂટીઓને આપ મજબૂત કરો, જેથી હું લથડ્યા વગર ચાલી શકું.
  • 38 હું માંરા શત્રુઓ પાછળ જઇશ અને તેઓનો નાશ કરીશ; જયંા સુધી હું તેઓ સવેર્નો નાશ નહિ કરું ત્યાં સુધી હું ફરીશ નહિ.
  • 39 મેં માંરા શત્રુઓનો નાશ કર્યો છે, મેં તેઓનો સંપૂર્ણ પણે નાશ કર્યો છે. તેઓ પાછા ઊભા થઇ શકશે નહિ, તેઓ અહીં માંરા પગ નીચે પડ્યાં છે.
  • 40 દેવ તમે મને યુદ્ધ માંટે શકિતશાળી બનાવ્યોે, અને તમે માંરા શત્રુઓને હરાવ્યાં.
  • 41 તમે માંરા શત્રુઓને ભગાડ્યા છે અત: હું તેઓને હરાવી શકુ છું.
  • 42 તેઓએ પરિણામ વગર મદદ મેળવવા પ્રયત્નો કર્યા, તેઓ યહોવા પાસે પણ મદદ માંટે ગયા. પરંતુ તેમણે તેઓને પ્રત્યુત્તર આપ્યો નહિ.
  • 43 મેં માંરા શત્રુઓને માંરીને ટૂકડાં કરી નાખ્યા હતા. તેઓ રસ્તાની ધૂળ જેવા થઇ ગયંા હતાં. હું તેઓ પર, જાણે તેઓ ધૂળ હોય તેમ ચાલ્યો.
  • 44 જ્યારે માંરા લોકોએ માંરી સામે બળવો કર્યો ત્યારે તમે મને બચાવ્યો અને માંરી રક્ષા કરવા આવ્યા. તમે મને દેશનો રાજકર્તા બનાવ્યો. જે લોકોને હું કદી જાણતો પણ ન હતો, હવે માંરી સેવા કરે છે.
  • 45 બીજા દેશના લોકો માંરી આજ્ઞાનું પાલન કરે છે. તેઓ જ્યારે માંરો હુકમ સાંભળે છે કે તરત તેઓ માંરા હુકમ મુજબ વર્તવા તૈયાર થઇ જાય છે.
  • 46 અન્ય દેશોના લોકો ભયભીત થશે, તેઓ પોતાના છૂપાવાના સ્થાનોથી ભયથી થરથર ધ્રૂજતા બહાર આવશે.
  • 47 યહોવા જીવંત છે, હું ખડકની પ્રશંસા કરૂં છું. દેવ મહાન છે તે એક ખડક છે જે માંરું તારણ કરે છે.
  • 48 દેવે માંરા માંટે થઇને માંરા દુશ્મનો ઉપર વેર વાળ્યું, તેમણે દેશોને અંકુશમાં રાખવાની સત્તા મને આપી છે.
  • 49 માંરા દુશ્મનોથી મને છોડાવે છે; ને માંરા વિરોધીઓ સામે માંરું મસ્તક ઊંચું રાખે છે; ને હિંસાથી તે માંરું સદા રક્ષણ કરે છે.
  • 50 એ માંટે હે યહોવા, હું હંમેશા આપનો આભાર માંનીશ. હું દેશોમાં હંમેશા તમાંરી સ્તુતિ કરીશ. અને તમાંરા નામનાં સ્તોત્રો ગાઈશ.
  • 51 યહોવા તેના રાજાને ઘણા યુદ્ધોમાં વિજયો અપાવવામાં મદદ કરે છે. યહોવા તેમના પસંદ કરેલા રાજાને સાચો પ્રેમ અને દયા દર્શાવે છે. દેવ દાઉદ અને તેનાં વંશજો પ્રત્યે, સદાકાળને માંટે કર્તવ્ય પાલન કરેે છે.