wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


પુનર્નિયમ પ્રકરણ 22
  • 1 “જો તમે તમાંરા કોઈ ઇસ્રાએલીભાઈના ભૂલા પડી ગયેલા રખડતા બળદને કે ઘેટાને જુઓ તો જોયું ના જોયું કરવું નહિ, પરંતુ તેને સાથે લઈ જઈને તેના માંલિકને પાછું સોંપવું.
  • 2 અને જો તેનો માંલિક નજીકમાં ન રહેતો હોય અને તમે તેને ઓળખતા ન હોય, તો એ પશુને તમાંરે પોતાને ઘેર લઈ જવું અને તે ખોળતો આવે ત્યાં સુધી તમાંરી પાસે રાખવું. જયારે એ આવી પહંોચે ત્યારે તે તેને પાછું સોંપી દો.
  • 3 કોઈના ગધેડાં, વસ્ત્રો અથવા બીજું જે કાંઈ તમને મળી આવે તો તેના માંટે પણ આ જ નિયમ છે, તેથી તેના માંલિક માંટે તે સાચવી રાખવું; જોયું ના જોયું કરવું નહિ.
  • 4 “તમે તમાંરા ઇસ્રાએલીભાઈના ગધેડાને કે બળદને ભારને કારણે રસ્તામાં પડી ગયેલું કે બેસી પડેલું જુઓ તો તમાંરે તેને ફરી ઊભો કરવામાં સહાય કરવી; જોયું ના જોયું કરવું નહિ.
  • 5 “કોઈ પણ સ્ત્રીએ પુરુષનાં વસ્ત્રો પહેરવા નહિ, તેમજ કોઈ પણ પુરુષે સ્ત્રીના વસ્ત્રો પહેરવા નહિ; કારણ કે, જે કોઈ એમ કરે છે તે તમાંરા દેવ યહોવાની દૃષ્ટિએ અમંગળ લાગે છે.
  • 6 “રસ્તે જતાં આવતાં કોઈ પક્ષીનો માંળો જમીન પર અથવા વૃક્ષ પર બાંધેલો તમાંરા જોવામાં આવે અને માંળામાં બચ્ચાં હોય અથવા ઇડા પર બેઠેલી માંદા હોય, તો બચ્ચાં સાથે તમાંરે એ માંદાને લેવી નહિ,
  • 7 ફકત બચ્ચાંને જ લો અને માંદાને જવા દો. આમ કરશો તો યહોવા તમને આશીર્વાદ આપશે અને સુખી થશો અને દીર્ઘાયુ પામશો.
  • 8 “જયારે તમે નવું મકાન બંધાવો ત્યારે ધાબા પર ભીંત બાંધો, જેથી કોઈ પડી ન જાય અને મકાનમાંલિકને માંથે હત્યાનો દોષ ન આવે.
  • 9 “તમાંરી દ્રાક્ષની વાડીઓમાં બે જુદી-જુદી જાતનું બિયારણ વાવવું નહિ; નહિ તો બધોજ દ્રાક્ષનો પાક તેમજ જે કંઈ વાવ્યું હશે તે તમાંરા ઉપયોગ માંટે નિષિદ્ધ થશે. તેને જુદુ રાખવું પડશે.
  • 10 “બળદ તથા ગધેડાને એક સાથે જોતરીને તમાંરે હળ વડે ખેડવું નહિ.
  • 11 “બે જાતના દોરામાંથી તૈયાર થયેલાં કપડાં જેમ કે ઊન અને શણના દોરાનંુ જેમાં મિશ્રણ હોય તે પહેરવાં નહિ.
  • 12 “જે ઝભ્ભો તમે પહેરો છો તેને ચાર ખૂણે સુુશોભિત ફૂમતાં મૂકવાં.
  • 13 “કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે અને તેની સાથે શારીરિક સંબંધ કર્યા પછી તેના પ્રત્યે અણગમો પેદા થાય,
  • 14 અને તેને બદનામ કરી તેના પર ખોટો આરોપ મૂકે, ‘લગ્ન સમયે તે કુંવારી ન હતી.’
  • 15 તો તે સ્ત્રીનાં માંતાપિતાએ તે સ્ત્રી અક્ષત હોવાનો પુરાવો ચોરામાં ગામના આગેવાનો સમક્ષ રજૂ કરવો.
  • 16 ત્યાર બાદ પુત્રીના માંબાપે ગામના વડીલોને કહેવું; ‘મે માંરી પુત્રી આ પુરુષને પરણાવી, ને હવે તે તેને ધિક્કારે છે;
  • 17 અને તેે એના પર ખોટું આળ મૂકયું એમ કહીને કે, ‘મને તમાંરી પુત્રી અક્ષત માંલૂમ પડી નથી. પરંતુ આ રહ્યો અમાંરી પુત્રીના અક્ષતપણાનો પુરાવો.’ પછી તેમણે ગામના વડિલો સમક્ષ લોહીથી ખરડાયેલી ચાદર પાથરવી.
  • 18 ત્યારબાદ શહેરનાં વડીલો તે પુરુષને સજા કરે,
  • 19 તથા ઇસ્રાએલની એક કન્યાની બદનામી કરવા બદલ તેનો 100 તોલા ચાંદીનો દંડ કરે. અને તેણે તે રકમ કન્યાના પિતાને આપવી. અને તે સ્ત્રી પેલા પુરુષની પત્ની તરીકે ચાલુ રહે. અને તે પુરુષ તે સ્ત્રીને કદી છૂટાછેડા આપી શકે નહિ.
  • 20 “પરંતુ જો એ માંણસના આરોપો સાચા હોય અને તે કન્યા કુંવારી ના હોય તો;
  • 21 ગામના વડીલો તે સ્ત્રીને તેના બાપના ઘરના બારણા આગળ લઈ જાય અને ત્યાં ગામના લોકોએ તે સ્ત્રીને ઇટાળી કરીને માંરી નાખવી, કારણ કે, તેણે પોતાના પિતાના ઘરમાં જ વ્યભિચાર કરીને ઇસ્રાએલમાં ગુનો કર્યો છે. તમાંરે તમાંરી વચ્ચેથી એ અનિષ્ટ દૂર કરવું જ જોઈએ.
  • 22 “જો કોઈ પુરુષ અન્ય પરિણિત સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં પકડાય, તો તે બંનેને-તે સ્ત્રીને તથા વ્યભિચાર કરનાર પુરુષને દેહાતદંડની શિક્ષા કરવી. આ રીતે ઇસ્રાએલમાંથી દુષ્ટતા દૂર થશે.
  • 23 “જો કોઈ પુરુષ કોઈ શહેરમાં એક કુમાંરિકાને મળે જેની સગાઇ કોઇ બીજા માંણસ સાથે થઇ હોય, અને તેની સાથે વ્યભિચાર કરે,
  • 24 તો તમાંરે તે બંનેને ગામના ચોરા આગળ લાવીને જાહેરમાં ઇટાળી કરીને માંરી નાખવાં. છોકરીને એટલા માંટે માંરી નાખવી કે ગામમાં હોવા છતાં તેણે સહાય માંટે બૂમ પાડી નહિ. અને પેલા માંણસને એટલા માંટે માંરી નાખવો કે તેણે એ સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો જેની તેના જાતભાઇ સાથે સગાઇ થઇ હતી. તમાંરે તમાંરી વચ્ચેથી એ દુષ્ટને દૂર કરવું જ જોઈએ.
  • 25 “પરંતુ જો આ બનાવ નગર બહાર વગડામાં બન્યો હોય, તો ફકત તે પુરુષને જ ઇટાળી કરીને માંરી નાખવો.
  • 26 છોકરીને છોડી મૂકવી કારણ કે તેણે દેહાંતદંડને યોગ્ય કૃત્ય કર્યું નથી. આ તો કોઈ માંણસ બીજા માંણસ પર હુમલો કરી તેને માંરી નાખે તેવું છે.
  • 27 તેણે અન્ય પુરુષ સાથે સગાઇ થયેલી કન્યા પર શહેરથી બહાર નિર્જન સ્થળ પર વ્યભિચાર કર્યો અને તેણે મદદ માંટે બૂમો પાડી પણ તેણીને સાંભળવા અને બચાવવંા ત્યંા કોઇ નહોતું.
  • 28 “વળી જો કોઈ માંણસ કુંવારી કુમાંરિકાને મળે અને તેની સાથે વ્યભિચાર કરતાં પકડાઈ જાય.
  • 29 તો તે પુરુષે તે કન્યા સાથે લગ્ન કરવાં અને દંડ તરીકે કન્યાના પિતાને 50 તોલા ચાંદી આપે. તે છોકરી તેની પત્ની થશે. વળી તેણે બળજબરીથી તે કન્યા જોડે વ્યભિચાર કર્યો છે માંટે તે કદી તેને છૂટાછેડા આપે નહિ.
  • 30 “કોઈ પણ પુરુષે પોતાના પિતાની કોઈ પણ પત્ની સાથે વ્યભિચાર કરવો નહિ, કારણ કે તે તેના પિતાનું અપમાંન છે.”